આજની આધુનિક યુગમાં લોકો મોડા સુધી જાગતા હોય છે, કારણકે આજના યુવા પેઢીમાં લોકો મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ મોડી રાત સુધી કરતા હોય છે. જેથી ઘણી વખત રાતે ભૂખ લાગે ત્યારે કંઈક ને કંઈક ખાઈ લેતા હોય છે. ઘણા લોકોને તો રોજે રાતે ખાવાની આદત હોય છે.
પરંતુ આવી આદત આપણા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે. કારણકે આપણે એવા કેટલાક ફૂડ ખાઈ લઈએ છીએ પરિણામે તેની અસર આપણી ઊંઘ પર પડી શકે છે, જેના કારણે રાતે સુવા જઈએ તયે ઊંઘ આવતી નથી પરિણામે ઘણી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પૂર્વ અસર થઈ શકે છે.
સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીથી બચવા માટે આપણે રાતે ફૂડ ખાવાની આદતને છોડવી જોઈએ. રાતે ક્યાં ફૂડ ના ખાવા જોઈએ તેના વિષે જણાવીશું. આ ફૂડનું સેવન કરવાનું બંધ કરવાથી પેટની સમસ્યા વજન વધવાની સમસ્યા, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, અનિદ્રા જેવી અનેક બીમારીમાંથી બચાવી રાખે છે.
ફળ ખાવનું ટાળો: ઘણા લોકો રાતે ફળોનું સેવન કરતા હોય છે પરંતુ રાત્રીના સમયે આપણી પાચનક્રિયા ધીમી હોય છે પરિણામે ફળો ખાવામાં આવે તો તે પચવામાં મુશ્કેલ થઈ જાય છે પરિણામે અનેક બીમારીઓ થવાનું જોખમ રહે છે. આપણે રાતે સુગર વાળી વસ્તુઓ ખાઈએ છીએ જેના પરિણામે બ્લડસુગર લેવલમાં વધારો થઈ શકે છે. માટે સુગર વળી વસ્તુઓ અને ફળો ખાવાનું ટાળવું જોઈએ.
જંકફૂડનું સેવન ટાળો: આજના સમયમાં નાના મોટા દરેક વ્યક્તિ જંકફૂડનું સેવન કરતા હોય છે. જેમ કે પીઝા, ચીજ, બર્ગર, વડાપાઉં જેવીએ નેક વસ્તુઓ ખાતા હોય છે પરંતુ રાત્રીના સમયે આ બધી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. કારણકે એમ,આ ચરબીનું પ્રમાણ વધુ હોય છે જે પચવામાં ખુબ જ મુશ્કેલ થઈ શકે છે,
જેથી પાચનક્રિયા મંદ થઈ જાય છે અને પાચનને લગતી સમસ્યા અને વજન વધાવની શક્યતા વધી જાય છે, પેટની ચરબી વધવાથી ટાઈપ-2 ડાયાબિટીસ, મોટાપો જેવી બીમારીઓ થઈ શકે છે. માટે રાત્રીના સમયે જંકફૂડ જેવા ફૂડનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
ચા, કોફી અને આલ્કોહોલનું સેવન ટાળો: આપણા શરીર સ્વસ્થ રાખવા માટે કેફીન યુક્ત પદાર્થનું સેવન કરવાનું ટાળવું જોઈએ. રાત્રિના સમયે કેફીન યુક્ત પદાર્થનું સેવન કરવાથી ઊંઘ લેવામાં તકલીફ પડે છે પરિણામે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. માટે રાત્રીના સમયે ચા, કોફી અને આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
દહીં ખાવાનું ટાળો: દહીંનું સેવન રાતે ના કરવું જોઈએ, કારણકે દહીં ઠંડુ હોય છે અને દહીંનું સેવન રાતે કરવાથી કફ થવાની સમસ્યા થઈ શકે છે. જેના લીધે શરદી થઈ શકે છે. આ માટે ઘીનું સેવન રાતે ટાળવું જોઈએ.
રાત્રીના સમયે વધારે, તીખું, મસાલા વાળું, તળેલું, ગળ્યું, ઠંડો આહાર ના લેવો જોઈએ. આ ઉપરાંત રાત્રીના સમયે ઠંડા પીણાંથી દૂર રહેવું જોઈએ. આ તળી વસ્તુઓ ખાવાનું ટાળશો તો પેટ અને વજન ને લગતી અનેક સમસ્યાથી બચી શકાશે. અનેક રોગથી બચવા માટે પેટને ચોખ્ખું અને હેલ્ધી બનાવી રાખવું જરૂરી છે માટે રાત્રીના ભોજનમાં પર ખાસ ઘ્યાન એવું જોઈએ.
રાત્રીના સમયે આપણે હંમેશા કાર્બોહાઇડ્રેટ વાળો આહાર અને હળવો ખોરાક લેવો જોઈએ આ ઉપરાંત સારી રીતે ચાવીને ખાવાથી પચવામાં આસાની રહે અને પેટને લગતી અનેક બીમારીમાંથી બચાવી રાખશે.