આપણી રોજિંદા જીવન શૈલિમા આપણે રોજે એક ગ્લાસ હળદર વાળું દૂધ પીવું જોઈએ, હળદર અને દૂધ બંને આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે, આ માટે આજે અમે તમને હળદર વાળું દૂધ પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા વિષે જણાવીશું.
હળદર ઔષઘીનો રાજા કહેવાય છે, જે દરેકના ધરે ખુબ જ આસાનીથી મળી આવે છે, જેને લોકો રસોઈનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરતા હોય છે. આ માટે હળદરને ઘણી બધી બીમારીને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હળદર વાળું દૂધ એક દવાનું કામ જયારે છે જે ઘણી બધી બીમારીઓમાં ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો હળદરવાળા દૂધ પીવાથી તાહત ફાયદા વિશે જાણીએ.
અસ્થમા: હળદરમાં એન્ટી માઇક્રોબિયલ તત્વ મળી આવે છે, માટે ગરમ દૂધ માં હળદર મિક્સ કરીને પીવાથી અસ્થમા ઉપરાંત ફેફસા અને છાતીમાં ભરાઈ ગયેલ કફને છૂટકો કરવામાં મદદ કરે છે. આ પીણું પીવાથી વાયરલ ઈન્ફેક્શનની સમસ્યા દૂર થાય છે.
વજન ઓછું કરે: હળદરનું આ ડ્રિન્ક પીવાથી શરીરમાં જામી ગયેલ ચરબી અને ફેટને ઘટાડે છે. ણ ડ્રિન્કમાં કુદરતી રીએ અનેક પ્રકારના ઔષધીય ગુણ મળી આવે છે. આ ઉપરાંત આ ડ્રિન્કને નિયમિત પાને રાતે સુતા પહેલા પી જવામાં આવે તો ખુબ જ આસાનીથી વજન ઓછું કરવામાં મદદ કરે છે.
અનિદ્રા દૂર કરે: હળદરમાં સારી માત્રામાં એમિનો એસિડ મળી આવે છે, જે ખુબ જ સારી ઊંઘ લાવવા માં મદદ કરે છે, જેથી અનિદ્રાની સમસ્યા ધરાવતા દર્દીએ સુતા પહેલાના 30 મિનિટ પેહલા હૂંફાળા દૂધમાં હળદર મિક્સ કરીને પી જવી જોઈએ, જેથી સારી અને ધસધસાટ ઊંઘ આવશે અને અનિદ્રાની બીમારી દૂર થશે.
શરીરના દુખાવામાં રાહત આપે: ઘણા લોકોને હાલતા ચાલતા શરીરના ઇન્ક પ્રકારના દુખાવા થતા હોય છે તેવા દર્દીને નિયમિત પણે હળદરનું દૂધ પીવું જોઈએ જેથી શરીરના અનેક પ્રકારના સ્નાયુના દુખાવા, માંસપેશીઓના દુખાવા દૂર થઈ જશે.
સોજો દૂર કરે: આપણે અચાનક ક્યાંક પગ પડી જાય છે ત્યારે પગમાં સોજો આવી જતો હોય છે જેને દૂર કરવા માટે હળદરનું લેપ લાગવાની સાથે હળદરવાળા દૂધનું સેવન પણ કરવું જોઈએ સોજાને ખુબ જ ઝડપથી દૂર કરવામાં મદદ કરશે.
લોહીને શુદ્ધ કરે: હળદરનો ઉપયોગ શરીરને સાફ રાખવા માટે કરવામાં આવે છે. આ માટે નિયમિત પણે હળદરવાળું દૂધ પીવાથી લોહીમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરે છે અને શરીરનો બધો કચરો દૂર કરી લીવર, ફેફસા અને હૃદયને હેલ્ધી બનાવે છે.
પિરિયડમાં રાહત: પીરીયડની સમસ્યા મહિલાઓને ખુબ જ પરેશાન કરતી હોય છે, પિરિયડ્સ દરમિયાન મહિલાઓમાં ખુબ જ દુખાવો રહેતો હોય છે, માટે હળદરવાળા દૂધનું સેવન કરવાથી દુખાવામાં આરામ મળશે અને માંશપેશીમાં થતા તણાવને દૂર કરશે.
હાડકાને મજબૂત કરે: હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે આ ઉપરાંત દૂધમાં કેલ્શિયમનોઇ સારો સ્ત્રોત હોય છે, જે હાડકાની કમજોરીને દૂર કરે છે અને હાડકાને જરૂરી કેલ્શિયમની કમીને પુરી કરે છે જેથી હાડકા મજબૂત રહેશે.
વૃદ્ધાવસ્થા દૂર કરે: ઘણા લોકોને ઉંમર પહેલા જ ચહેરા પર કરચલીઓ જોવા મળતી હોય છે, જેના કારણે નાની ઉંમરે જ ઘરડા દેખાવા લાગીએ છીએ, પરંતુ નિયમિત પણે હળદરવાળું દૂધ પીવાથી નાની ઉંમરે દેખાતી ચહેરા પરની કરચલીને દૂર કરે છે અને વૃદ્ધા વસ્થાના ચિન્હોને વધતા અટકાવે છે.