કોલેસ્ટ્રોલની સમસ્યા શરીરમાં લોહી જાડું હોય તેવા વ્યક્તિના શરીરમાં વધુ જોવા મળે છે. શરીરમાં લોહી જાડું થઈ જવાથી નસો બ્લોક જ થવાનું જોખમ સૌથી વધુ જોવા મળે છે, આ માટે આજે લોહીને પાતળું કરવા માટેની કેટલીક વસ્તુઓ વિષે જણાવીશ જેની મદદથી જાડું લોહી પાતળું થઈ જશે.
લોહી જાડું થવાના કારણે હૃદયને લગતી અનેક બીમારી થઈ શકે છે. આ સિવાય શરીરમાં કોઈ પણ જગ્યાએ લોહી જામી જવાની સમસ્યા થતી હોય, પગની નસોમાં લોહી જાડું થવાના કારણે નસોં ફૂલી જતી હોય જેવી અનેક સમસ્યા જોવા મળતી હોય છે,
ઘણા પુરુષો અને સ્ત્રીઓમાં લોહી જાડું થઈ જવાની સમસ્યા રહેતી હોય છે. જેના પરિણામે ઘણા લોકો હાર્ટ અટેક થી મુત્યુ પામતા હોય છે. આ માટે લોહીને પાતળું કરવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ તેના વિષે જણાવીશું.
લસણ: લસણ ની તાસીર હોય છે જે લોહીને પાતળું બનાવી રાખે છે, આ માટે જેમને લોહી જાડું રહેતું હોય તેવા લોકોએ રોજે સવારે એક લસણની કળીને શેકીને ખાવાની છે. જે હૃદયની અને હાથ પગની નસોમાં થતા બ્લોકેજ ને રોકવામાં મદદ કરે છે. જેથી હાર્ટ ને લગતી બીમારી આવતા અટકાવશે.
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, લોહી જાડું થઈ ગયું હોય, લોહીની જાડું થવાથી લોહીની ગાંઠો થઈ હોય તો આ સમસ્યાને દૂર કરવા માટે રોજે સવારે એક લસણની કળી ખાવી જોઈએ, જે લોહીને પાતળું બનાવી નસોને ખોલશે અને લોહીના પ્રવાહને વધારશે. લસણ આપણા સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજ છે.
આદું: આદું દરેક વ્યક્તિના ઘરમાં ખુબ જ આસાનીથી મળી આવે છે, જેનો ઉપયોગ લોહીને પાતળું બનાવવા માટે કરવો જોઈએ. આ માટે તમે રોજે સવારે આદુંનો રસ પણ પી શકો છો, આ ઉપરાંત આદુને ચાવી શકો છો, જે જાડા થઈ ગયેલ લોહીને પાતળું બનાવશે.
આદુનો ઉપયોગ આપણે અનેક રીતે કરી શકીએ. આદું હૃદયને લગતી કોઈ સમસ્યા હજોય તો તેને પણ દૂર કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવર વધારવામાં મદદ કરે છે આ માટે આદુંની ચા બનાવીને પણ પી શકાય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરશે.
લોહીને પાતળું બનાવી રાખવા મેઈ આપણે રોજિંદા જીવનમાં હળવી કસરત અને યોગા પણ કરવા જોઈએ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે અને નસોને બ્લોક થતા અટકાવે છે. માટે રોજે સવારે થોડો સમય નીકાળીને કસરત અને યોગા કરવા જોઈએ. જે હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોકથી બચાવશે.