ચહેરાને નેચરલી રીતે સુંદર બનાવી રાખવા માટે આપણે કેટલીક વસ્તુનું ઘ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી આપણે ચહેરા ને જવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ મળશે. માટે આજે અમે તમને ચહેરાને સુંદર બનાવવા માટેની કેટલીક ટિપ્સ જણાવીશું.
સ્કિન ને હેલ્ધી બનાવી રાખવા માટે આપણી સ્કિન ને અંદરથી ભેજવાળી રાખવી ખુબ જ જરૂરી છે, આ માટે આપણે રોજે બને તેટલું વધુ પાણી પીવું જોઈએ. જે શરીરને હાઈડ્રેટ તો રાખશે સાથે સ્કિન ને પણ હાઈડ્રેટ રાખી ભેજ વાળી રાખશે.
આજના સમયમાં વધુ પડતા પ્રદુષણ ના કારણે ચહેરા પર ધૂળ માટી અને ધુમાડાના બેક્ટેરિયા અને કીટાણુઓ ચહેરા પર ચોંટી જાય છે, પરિણામે ચહેરો સુકાઈ જાય છે, જેથી ચહેરો ડ્રાય રહે છે અને સ્કિન ને લગતી અનેક સમસ્યા થવાનું ચાલુ થઈ જાય છે.
સ્કિન ને હેલ્ધી અને ચમકદાર બનાવવા માટે રોજે મિનરલ્સ, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર હોય તેવા શાકભાજી અને ફૂડનો સમાવેશ કરવો જોઈએ. આ માટે લીલા પાન વાળા શાકભાજી માં પાલક, બ્રોકોલો નો સમાવેશ કરવો જોઈએ,
નિયમિત પણે મોસંબીનો જ્યુસ પીવો જોઈએ જેમાં બીટા કેરોટીન અને નેતિ ઓક્સીડેન્ટ મળી આવે છે જે જે સ્કિન ને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત ભોજન સાથે સલાડમાં ગાજર, બીટ, કોબીજ નો સમાવેશ કરવો જોઈએ.
ચહેરાને લગતી અનેક સમસ્યાને રોકવા માટે સ્મોકિંગ કરવાનું બંધ કરવું જોઈએ જે આપણા સ્કિન અને અને સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. આ ઉપરાંત ચિપસ, ફાસ્ટફૂડ, ઓઈલી ફૂડ થી દૂર રહેવું જોઈએ જે સ્કિને હેલ્ધી બાનાવી રાખવામાં મદદ કરશે.
સ્કિન પર હંમેશા નેચરલી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ આ માટે બજારમાં મળતા ફેસવોસ, ફેસમાસ્ક, ક્રીમ વગેરેનો ઉપયોગ કરવાનું ટાળીને ધરે જ મુલતાની માટી અથવા ચંદન પાવડરનો ઉપયોગ કરીને સ્કિન ને મુલાયમ અને હેલ્ધી બનાવી રાખવી જોઈએ. અઠવાડિયામાં બે વખત કરવાથી ખુબ જ સારો ફાયદો મળશે.
સ્કિન ને હેલ્ધી બનાવી રાખવા માટે દૂધ અને મલાઈનો ઉપયોગ સ્કિન પાર કરવો જોઈએ જે ચહેરા પરના કીટાણુઓ અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે અને સ્કિન ને મુલાયમ, ચમકદાર અને હેલ્ધી બનાવી રાખે છે. સ્કિન માટે દૂધ અને મલાઈનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે રોજે રાતે સુવાના 30 મિનિટ પહેલા દૂધ અથવા મલાઈ ચહેરા પર લગાવીને 10 મિનિટ પછી ધોઈ દેવો.
જે ચહેરાને નેચરલી સુંદર અને મુલાયમ બનાવશે. ચહેરા પરની કરચલીઓને દૂર કરવા માટે રોજે યોગાસન અને પ્રાણાયમ કરવા જોઈએ જે સ્કિનને નેચરલી ચમક આપવાની સાથે સ્વાસ્થ્ય ને હેલ્ધી બનાવી રાખે છે.