કેટલાક લોકો લાંબો સમય સુધી બેસી રહીયા પછી તેમના હાથ અને પગ ની અંદર ખાલડી ચડી જાય છે. જો વારંવાર ખાલડી ચડી જતી હોય તો એના કારણો કયા હોય શકે. આપણા શરીરમાં એવું કયું પરિવર્તન આવ્યું છે જેના કારણે ખાલડી ચડી જાય છે અને એને મટાડવા માટે ના સરળ ઉપાય વિશે જણાવીશું.
કારણો :- જો તમે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાથી અને લાંબા સમય સુધી સૂવાથી હાથમાં ખાલડી ચડી જાય છે. ખાલડી ચડી જાય તો થોડા સમય સુધી હાથ અને પગને હલાવા થી ખાલડી છૂટી પડે છે.
એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી રહેવાથી અમુક નસો દબાઈ જાય છે જેના કારણે હાથ અને પગમાં પૂરતો ઓક્સિજન મળી શકતો નથી. ઓક્સીજન ની ઉણપના કારણે શરીરમાં હાથ અને પગમાં ખાલી ચઢી જતી હોય છે. ત્યારે આપણે હાથ કે પગ હલાવી શકતા નથી
જો તમને હાથ અને પગ માં ખાલડી ચડી જતી હોય તો તમારામાં વિટામીન બી૧૨ ની ઉણપ પણ હોય છે. ઘણા લોકો લાંબા સમય સુધી બેસતા નથી તો પણ તેમના હાથમાં ખાલડી ચડી જાય છે તો એના માટે તો વિટામીન બી૧૨ ઉણપની કમી પણ હોઈ શકે છે.
જો તમને વધુ થાક લાગતો હોય તો તમને એનીમિયા પણ હોઈ શકે છે. તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ અને વધારે પડતું સ્મોકિંગ, દારૂની આદતને કારણે પણ ખાલડી ચડવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ઉપાય :- તેના માટે ઘરમાં વપરાતા કપૂરને તલના તેલમાં સારી રીતે મિક્સ કરીલો અને પછી તે તેલથી માલિશ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. આ બંને વસ્તુ તમને ઘરમાં મળી રહેશે. જયા તમને ખાલડી ચડી જાય ત્યાં માલિશ કરવી જોઈએ.
દરરોજ બે ટાઈમ દિવસમાં 15થી 30 મિનિટ કસરત કરવી જોઇએ. કસરત કરવાથી શરીરના ઘણા બધા રોગોને દૂર કરી શકાય છે અને ખાલડી ચડવાની જે સમસ્યા છે એ દૂર થશે.
થોડું સરસવનું તેલ ગરમ કરી અને એની અંદર કપૂરને ઓગાળી નાખવાનું છે. ગરમ તેલમાં કપૂર નાખી થોડીવાર હલાવી મિક્સ કરાવનું અને કપૂર ઓગળી જાય તો તમારે એને એક બોટલમાં ભરી દેવાનું છે. જે ભાગમાં આપણે વારંવાર ખાલડી ચડતી હોય ત્યાં કપૂર વાળા તેલનું માલિશ કરવી જોઈએ.
તજ પાવડરમાં થોડુ મધ ઉમેરીને સેવન કરવાથી હાથ પગમાં ખાલડી ચડવાની સમસ્યા દૂર કરી શકાય છે.
નિયમિત રીતે હુંફાળા પાણીમાં હાથ પગને નિયમિત શેક કરવાથી ખાલડી ચડવાની સમસ્યા દૂર થાય છે.
હાથ અને પગમાં ખાલડી ચડી જવાની સમસ્યાથી પીડાતા હોય તો રોજ મેગ્નેશિયમ યુક્ત ખોરાક ખાવો જોઈએ. જેથી આ સમસ્યા જડમૂળથી દૂર થઈ જશે. પાલક, કાજુ, મગફળી, કેળા, લીલાં શાકભાજી આ બધામાંથી ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ પ્રાપ્ત થાય છે.જે ખાલડી ચડવાની સમસ્યાને દૂર કરે છે.