આખો દિવસ કામ કરી થાકીને ઘરે આવ્યા હોય તે પછી પણ ઘણા એવા લોકો હોય છે જેમને પથારી પડતાની સાથે ઊંઘ આવતી નથી. આ ઉપરાંત ઘણા એવા પણ લોકો હોય છે જેમને પથારીમાં પડતાની સાથે આંખો બંઘ કરે તો તરત જ ઊંઘ આવી જતી હોય છે.
દિવસ દરમિયાન કામ કરવા છતાં પણ ઊંઘ આવતી નથી તો સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પડતી શકે છે. ઘણા લોકો ઊંઘ લાવવા માટે બજારમાં મળી આવતી દવાઓ ખાઈ લેતા હોય છે. પરંતુ ઊંઘની ગોળીઓ ખાવાથી કીડની, હદય અને મગજ પર સૌથી વધુ અસર થાય છે.
રાતે સારી ઊંઘ ના આવવાના કારણો પણ ઘણા બઘા હોય છે, જેમકે, રાતે ભરપેટ ખાવું, સુતા પહેલા મોબાઈલનો ઉપયોગ વધુ કરવો, ટેન્સન, તણાવ, ચિંતા વગેરે કારણોના લીધે ઊંઘ આવતી નથી.
સારી ઊંઘ લાવવા માટે આપણે મગજને શાંત રાખવું પડશે. આ માટે આજે અમે તમને સારી ઊંઘ લાવવા માટેની કેટલીક ટિપ્સ જણાવીશું. જેની મદદથી મગજ પણ શાંત થશે અને પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જશે.
સારી અને ઘસઘસાટ ઊંઘ લાવવાના ઉપાય:
આ માટે સૌથી પહેલા 2-3 ગ્રામ જેટલા ગંઠોડાના નો પાવડર લેવો ત્યાર પછી તેમાં તેટલો જ ગોળ અને દેશી ઘી લેવાનું છે, હવે ત્રણે વસ્તુને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તે પેસ્ટને રાતે સુવાના 30 મિનિટ પહેલા લઈ લેવી જેથી પથારીમાં સુતા ની સાથે ઊંઘ આવી જશે.
સારી ઊંઘ લાવવા માટે આપણે શરીર અને મગજ ઠંડુ રાખે તેવું પીણું પીવું જોઈએ. આ માટે આપણે એક વાટકી દૂઘમાં વરિયાળી અને સાકર મિક્સ કરીને પીવાનું છે, જે મગજને શાંત રાખશે અને ખુબ જ સારી ઊંઘ લાવવામાં મદદ કરશે.
કામ કરીને થાકીને આવ્યા હોય અને ઊંઘ ના આવે તો પગના તળિયામાં તેલની માલિશ 5 મિનિટ સુધી કરવાથી ખુબ જ સારી ઊંઘ આવશે. આ માટે તમારે સૌથી પહેલા બંને પગને ધોઈ લેવા ત્યાર પછી જ તેલની માલિશ પગમાં કરવી જોઈએ.
આ ઉપરાંત સુતા પહેલા આપણે મોબાઈલ યુઝ કરતા હોય તો સુવાના 30 મિનિટ પેહલા મોબાઈલ, ટીવી, લેપટોપ વગેરે જોવાનું બંઘ કરી દેવું જોઈએ. જે ઊંઘ લાવવામાં મદદ કરશે. સુવા જાઓ ત્યારે 5-10 મિનિટ માટે આંખો બંઘ કરીને માત્ર ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ.
જેથી આપણા મનમાં જે ખરાબ વિચારો હોય તે દૂર થઈ જશે અને મનને શાંત રાખશે. ઉપરાંત રાતે ઊંઘમાં ખરાબ સપના આવતા હોય તો આવતા બંઘ થઈ જશે અને ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.