શરીર સારી રીતે કામ કરે તે માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી હોવું ખુબજ જરૂર છે. આ સાથે શરીર સારી રીતે કામ કરે તે માટે શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર થાય અને દરેક અંગને લોહી સતત મળતું રહે તે પણ ખૂબઝ જરૂરી છે.
પરંતુ જ્યારે શરીરમાં થોડી પણ લોહીની ખામી સર્જાય છે ત્યારે શરીરમાં એક પછી એક નાની મોટી સમસ્યા થવા લાગે છે. ઘણી વાર શરીરમાં લોહીની ઉણપના કારણે ગંભીર સમસ્યા પણ થાય છે.
તમને જણાવીએ કે લોહીની ઊણપના કારણે એનિમિયા થાય છે. જ્યારે શરીરમાં લોહીની ઊણપ હોય ત્યારે શરીરમાં વધુ થાક લાગે છે, શરીરમાં અશક્તિ અનુભવાય છે. શરીરમાં લાલ રક્તકણો અને આયરનની ખામીના કારણે શરીરમાં લોહીની ઊણપ થાય છે.
આ સમસ્યાને એનિમિયા કહેવામાં આવે છે. એનિમિયાની સમસ્યા પુરુષો કરતા મહિલાઓને વધારે થાય છે. જ્યારે શરીરમાં લોહીની ઊણપ સર્જાય છે ત્યારે ત્વચા નિસ્તેજ થઈ જાય છે.
જો તમારા શરીરમાં પણ લોહીની ઉણપ હોય તો અહીંયા તમને લોહી બનાવવાનું કહેવાતી આયુર્વેદિક ઔષધિ વિશે જણાવીશું જેનો ઉપયોગ કરવાની શરુઆત કરવાની સાથે જ રક્ત શુદ્ધ થાય છે અને રક્ત વધારે બને છે.
આ ખાસ વસ્તુ બનાવવા માટે તમારે ફક્ત એક ચમચી જીરું, એપલ સીડર વિનેગર, એક ચમચી મધ અને બે ગ્લાસ પાણીની જરૂર પડે છે.
જીરું દરેકના ઘરે સરળતાથી મળી રહે છે. જીરુંનો ઉપયોગનો ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય સમસ્યાઓ દુર થાય છે. આ સાથે જ લોહીની ઊણપની સમસ્યા દુર થાય છે. હવે જીરુંનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણવું જરૂરી છે. આ ઉપાય માટે રાત્રે એક તપેલીમાં 2 ગ્લાસ પાણીમાં જીરું પલાળી રાખવું.
હવે સવારે ઉઠીને આ પાણીને ઉકાળો. જયારે પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરો અને પાણીને ગાળી લો. જયારે આ પાણી હુંફાળુ હોય ત્યારે તેમાં વિનેગર અને મધ ઉમેરી તેનું સેવન કરવું (વધુ ગરમ પાણીમાં મધ ન ઉમેરો કારણકે તેનાથી નુકશાન થઇ શકે છે).
આ ઉપાય નિયમિત કરવાથી થોડાજ દિવસોમાં જ શરીરમાંથી લોહીની ઊણપ દુર થઈ જશે. આ સાથે જ તમારા શરીરમાં સ્ફુર્તિ રહે છે. સાથે જ તેનાથી રક્ત શુદ્ધ થાય છે અને એનિમિયા પણ મટે છે.
અહીંયા આપેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની મુલાકાત લો.