આજના સમયમાં વધારે તળેલૂ, તીખું મસાલા વાળું, ચરબી યુક્ત ખોરાક ખાવાના કારણે એસિડિટી, કબજિયાત, અપચો, ગેસ જેવી અનેક સમસ્યા ઉદ્દભવી શકે છે. આ સમસ્યાને આપણે કુદરતી રીતે મળી આવતી વસ્તુને હૂંફાળા પાણી સાથે લઈ સવારે પીવાની છે.
કુદરતી રીતે મળી આવતી આ વસ્તુ પહાડો વિસ્તારમાં વધુ જોવા મળે છે. તે વસ્તુનું નામ સિંધાલુણ મીઠું છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. રોજિંદા આહારમાં સાદા મીઠાની જગ્યાએ સિંધાલુણ મીઠું નાખીને ખાવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે.
ઘણી બધી બીમારીઓ માંથી છુટકાળો મેળવવા માટે સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ, આજના સમયમાં આપણા શરીરમાં અનિયમિત ખાવાની કેટલીક ખરાબ ટેવના કારણે શરીરમાં ઘણો બધો કચરો ભરાઈ રહેતો હોય છે જેને દૂર કરવા સિંધાલુણ મીઠું ખુબ જ અસરકારક છે.
ખાવાની ખરાબ ટેવના કારણે ગેસ, કબજિયાત અપચો જેવા અનેક પેટના લગતા રોગો થતા હોય છે જેના પરિણામે અનેક બીમારીના શિકાર બનતા હોઈએ છીએ. આ માટે પેટને લગતી સમસ્યા ને દૂર કરવા માટે આ એક ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.
જો તમને આ સમસ્યા હોય તો રોજે સવારે એક ગ્લાસ પાણીમાં એક ચપટી સિંધાલુણ મીઠું મિક્સ કરીને પીવાનું છે, જેથી કબજિયાત ના કારણે આંતરડામાં મળ જામી ગયો છે તેને છૂટો કરી પેટને એકદમ સાફ કરવામાં મદદ કરે છે, જેથી કબજિયાતમાં રાહત મળે છે.
માટે જયારે પણ એસિડિટીના કારણે પેટમાં થવા છાતીમાં બળતરા રહેતી હોય તો સિંધાલુણ મીઠાને પાણીમાં મિક્સ કરીને પી જવું જોઈએ જેથી એસિડિટીના કારણે એસિડ બન્યું છે તેને દૂર કરી દેશે. આ રીતે ,એસિડિટી કાયમી દૂર કરી કરી શકાય છે.
સિંધાલુણ મીઠુંમાં 80 થી વધુ ખનીજ તત્વો મળી આવે છે જે ઘણા બધા રોગો સામે લડવામાં મદદ કરે છે. આજના સમયમાં ચાલી રહેલ હાડકા અને સાંધા ના દુખાવાની સમસ્યા હોય તો સિંધાલુણ મીઠાને રોજિંદા આહારમાં સમાવેશ કરવું જોઈએ.
આ ઉપરાંત કમરના દુખાવામાં માત્ર 5 મિનિટ માં રાહત મેળવવા માટે એક નાની વાટકી જેટલું સિંધાલુ મીઠું લઈને થોડું ગરમ કરીને તેની એક પોટલી બનાવી લો આ પોટલીનો શેક કમરમાં કરવાનો છે જેથી થોડા જ સમયમાં કમરના દુખાવા બંધ થઈ જશે.
સિંધાલુણ મીઠામાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડપ્રેશર ધરાવતા દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે જે બ્લડ પ્રેશરને નિયત્રંણમાં રાખે છે. રોજિંદા આહારમાં સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરવાથી શરીરના સ્નાયુઓ અને માંશપેશીઓ મજબૂત થાય છે.
શરીરમાં રહેલ હાનિકારક તત્વોને દૂર કરવા માટે સિંધાલુણ મીઠાને પાણીમા મિક્સ કરીને પીવું જોઈએ જેથી શરીરનો બધો જ વધારાનો કચરો દૂર કરી શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે.