જે લોકોને મચ્છર વધુ કરડે છે તેઓ જાણે છે કે મચ્છરની આંતરડી નાની હોતી નથી. મચ્છર ઊંઘમાં ખલેલ પહોંચાડવા ઉપરાંત મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા અનેક જીવલેણ રોગો થાય છે. આવી સ્થિતિમાં, ઘરમાં મચ્છરોને ભગાડવા માટે બધા લોકો જુદા જુદા ઉપાયો કરે છે.

પરંતુ બધા લોકો બજારમાંથી જુદી જુદી પ્રોડક્ટ્સ લાવીને મચ્છરોથી છુટકાળો મેળવવાનું વિચારે છે. પરંતુ આ બજારુ વસ્તુઓ જેટલી મચ્છરોને અસર કરે છે તેટલીજ આપણને પણ અસર કરે છે. એટલે કે આ બજારુ પ્રોડક્ટ્સમાં કેમિકલનો ઉપયોગ થયેલો હોય છે જે આપણને પણ નુકશાન પહોંચાડે છે.

આ ઉપરાંત બજારુ પ્રોડક્ટ્સમાં આપણે વધુ પૈસા ખર્ચીએ છીએ, સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યને નુકશાન પણ પહોંચાડીએ છીએ. આવી સ્થિતિમાં આપણે દેશી ઉપાય કરવો જોઈએ જેમાં માત્ર 5 થી 10 રૂપિયાનો ખર્ચ થાય, આપણા સ્વાસ્થ્યને નુકશાન ન થાય અને મચ્છરોથી પણ છુટકાળો મળે.

તો આ લેખમાં અમે તમને મચ્છરોથી કેવી રીતે છૂટકળો મેળવી શકીએ તે વિષે જણાવીશું. આ એકદમ દેશી ઉપાયો છે જેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈપણ પ્રકારનું નુકશાન થશે નહીં. તો ચાલો જાણીએ આ દેશી ઉપાયો વિષે.

આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ 2 થી 3 તમાલપત્રના પાન લેવાના છે. આ પાન તમારા રસોડામાં સરળતાથી મળી રહેશે. ત્યારબાદ એક કોડિયું લેવાનું છે તેમાં લીમડાંનું તેલ અથવા સરસવનું તેલ નાખવાનું છે. હવે તેમાં તમાલપત્રના પાન અને ઉપરથી કપૂર નો ભૂકો કરીને નાખવાનો છે. ત્યારબાદ આ બધી વસ્તુને બરાબર હલાવીને મિક્સ કરી દેવાની છે.

ત્યારબાદ એક દીવાસળી પ્રગટાવી આ કોડિયામાં મુકવાની છે. દીવાસળી પ્રગટાવીને મુકવાની સાથે જ બધી વસ્તુ સળગી ઉઠશે. તમાલપત્રના પાન બળવાની સાથે જ તેમાંથી ધુમાડો નીકળવા લાગશે. આ કોડિયાને તમારા ઘરના ખૂણે ખૂણેમાં ફેરવી દેવાનો છે.

જ્યાં સુધી આ કોડિયામાંથી ધુમાડો નીકળે ત્યાં સીધી તમારે ઘરના દરેક ખૂણામાં કોડિયાને ફેરવી લેવાનું છે. આ ધુમાડાની ગંધથી જ ફક્ત 10 થી 15 સેકન્ડમાં જ ઘરમાં રહેલા તમામ મચ્છરો મરી જશે અને ઘરની બહાર ભાગી જશે. આ ધુમાડાના બીજા પણ ઘણા ફાયદાઓ છે.

જેવા કે તે મગજને શાંત કરે છે, રાત્રે નીંદર પણ સારી આવે છે, માથાનો દુઃખાવો, માથું ભારે-ભારે લાગવું, ટેન્શન અને સ્ટ્રેસને પણ દૂર કરે છે. આ ઉપરાંત આ ધુમાડાથી જો તમને અસ્થમા કે માઈગ્રેન જેવી બીમારી હોય તો તે પણ દૂર થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *