આપણા રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ મળી આવે જેમાં ધન બધા ઔષધીય ગુણ મળી આવે છે તેવી જ એક વસ્તુ આપણા રસોડામાં મળી આવે છે જેનો ઉપયોગ કરવાથી શરીરમાં થતી ઘણી બઘી નાની મોટી બીમારીઓમાં રાહત આપે છે.
રસોડામાં મળી આવતી આ વસ્તુ ઈલાયચી છે, જે મોટાભાગે દરેકના ઘરે જોવા મળતી હોય છે. ઈલાયચી બે પ્રકારની આવે છે એક લીલી ઈલાયચી અને કાળી ઈલાયચી. લીલી ઈલાયચી તાસીરમાં ઠડી છે જેથી તે પિત્તના રોગોમાં ખુબ જ ઉપયૉગી છે.
કાળી ઈલાયચી તાસીર ગરમ હોય છે જે વાનગીઓમાં ગરમ મસાલા બનાવામાં ઉપયોગ કરી શક્ય છે. આજે અમે તમને લીલી ઈલાયચીના થતા સ્વાસ્થ્ય ફાયદો વિષે જણાવીશું. માત્ર એક બે ઈલાયચી શરીરના મોટા ભાગના રોગોથી બચાવી રાખે છે.
સ્વાસ્થ્યને થતા ફાયદાઓ: દિવસમાં માત્ર એક ઈલાયચીને મોં માં રાખીને ચૂસવાથી લાળની માત્રા વધે છે લાળમાં આલ્કલાઈન હોવાના કારણે તે પેટમાં જવાથી એસિડિટીને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત હોજરીને મજબૂત બનાવવાનું કામ કરે છે.
જો તમે પણ વજન ઓછું કરવા નો પ્રયત્ન કરો છો તો ઈલાયચી સૌથી ઉત્તમ છે, આ માટે રાતે સુવાના 30 મિનિટ પહેલા એક ઈલાયચીને મોં માં રાખીને ચૂસવાની છે ઈલાયચી પતિ જાય ત્યાર પછી ઉપરથી એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી ખોરાક પચે છે જેથી વજનને નિયત્રંણમાં રાખી શક્ય છે.
ઈલાયચી માં ફાયબનરની માત્રા વધુ મળી આવે છે જેને રાતે ખાવાથી સવારે આંતરડામાં જામી ગયેલ મળ ને છૂટો કરી આંતરડાને સાફ રાખે છે જેથી કબજિયાત ની સમસ્યા હશે તો તે દૂર થઈ જશે અને પેટને સાફ અને ચોખ્ખું રાખશે.
જેમને ડાયજેશન સિસ્ટમ ખરાબ હોવાના કારણે ખોરાક પચતો જ ના હોય તેવા લોકોએ ઈલાયચી ખાવાથી ખોરાક સરળતાથી પચી જશે અને પાચનક્રિયાને સુધારીને પાચનતંત્રને મજબૂત બનાવે છે. જેથી ગેસ, અપચો, કબજિયાત માંથી છુટકાળો મળે છે.
ઈલાયચી ચૂસવાથી મોં માં આવતી ખરાબ વાસને દૂર કરવામાં મદદ કરે છે આ ઉપરાંત મોં માં રહેલ બેક્ટેયાનો નાશ કરી દાંતને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે. ઈલાયચીને શેકીને તેના દાણા નીકાળી તેમાં મધ મિક્સ કરીને ખાઈ જવાથી સૂકી ઉઘરસ દૂર કરી શકાય છે.
ઈલાયચીમાં મળી આવતા પોટેશિયમ તત્વ હદયબા ઘબકારાને નોર્મલ બનાવી રાખે છે જેથી હાઈ બીપી કન્ટ્રોલમાં રહે છે. ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. ઈલાયચીના દાણા ખાવાથી કેન્સર જેવી ભયંકર બીમારીના વધતા કોષોને અટકાવામાં મદદ કરે છે.
ઈલાયચીમાં મળી આવતું વિટામિન-સી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારે છે આ માટે ઈલાયચીનો ઉપયોગ આપણે ચા માં મસાલા તરીકે કરી શકાય છે. ઈલાયચી વાળી ચા પીવાથી તણાવ દૂર થાય છે અને શરીરમાં એનર્જી અને ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે.