મિત્રો આ માહિતીમાં અમે તમને માટલાનું પાણી પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું. મિત્રો હવે તો તમારા પાસે સારી સુખ સગવડ થઇ ગઈ છે એટલે તમે દેશી ફ્રિજ કહેવાતા માટલાને તો ભૂલી જ ગયા હશો અને ફ્રિજનું પાણી પીતા હશો. પરંતુ આજે તમે માટલાનું પાણી પીવાથી થતા ફાયદાઓ જાણીને તમે વિલાયતી ફ્રીજ તો ભૂલી જ જશો.
સૌ પ્રથમ તમારે વિચારવાની જરૂર છે કે પહેલાના સમયમાં કોઈ ફ્રિજ કે આરોનું પાણી ન હતું તો પણ લોકો 100 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની બીમારી થતા વગર જીવતા હતા, જયારે અત્યારના સમયમાં લોકોને નાની ઉંમરમાં જ પેટમાં પથરી અને જુદી જુદી સમસ્યાઓ થવા લાગે છે. આપણા દાદા દાદી લોકોને જ્યાં પણ પાણી જોવા મળે ત્યાં પાણી પીતા હતા છતાં તેમને કઈ પણ થતું ન હતું.
તમને જણાવીએ કે નિષ્ણાંતો મુજબ માટીના વાસણમાં પાણીનો સંગ્રહ કરીને પીવામાં આવે તો તે પાણીમાં માટીના ગુણો આવી જાય છે જે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. પરંતુ આજકાલ બહુ ઓછા લોકો માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે ક્યારે ફ્રિજ અને આરોનું પાણી પીવાનું પસંદ કરે છે.
તમને જણાવીએ કે માટીમાંથી બનાવવામાં આવતા દેશી માટલાં નું પાણી પીવાથી આપણી બોડી નું Ph લેવલ જળવાઈ રહે છે જેનાથી એસીડીટી, કબજિયાત અને પેટના દુઃખાવા થતા હોય તો મટી જાય અને અને ઉંમર વધતા પણ એસિડિટી અને પેટના દુઃખાવાની સમસ્યા થતી નથી.
માટીમાંથી બનાવવામાં આવતા દેશી માટલાં નું પાણી પીવાથી પથરીની સમસ્યા નહિવત રહે છે કેમ કે માટીનાં માટલા માં ભરેલું પાણી માંથી ક્ષાર બહાર એટલે કે માટલાં પર આવી જાય છે તેથી પથરી ની સમસ્યાઓ થતી નથી.
માટીમાંથી બનાવવામાં આવતા દેશી માટલાં નું પાણી પીવાથી વાતાવરણમાં થતા ફેરફારના થતી શરદી, કફ ની તકલીફો થતી નથી અને ગળા ની સમસ્યાઓ પણ દૂર થાય છે. જો અસ્થમાના દર્દીઓને માટલાનું પાણી પીવે તો તેમને સારો ફાયદો થાય અને અને ગળામાં અને છાતી માં જામેલો કફ આસાની થી નીકળે છે.
દેશી માટીમાંથી બનાવેલ માટલાનું પાણી પીવાથી આપણી બોડીની મેટાબોલિઝમ સિસ્ટમ ખુબજ સારી બને છે. મેટાબોલિઝમ સિસ્ટમ સારી થવાથી વધતા વજન થી પરેશાન લોકો સારો ફાયદો મેળવી શકે છે કારણકે મેટાબોલિઝમ સારું બને છે તો વજન વધતું નથી.એટલા માટે જો તમારું વજન વધુ છે તો તમારે માટલાનું પાણી પીવાનું શરુ કરવું જોઈએ.
માટીમાંથી બનાવવામાં આવતા દેશી માટલાં નું પાણી પીવાથી ગર્ભાવસ્થા સ્ત્રીને સારો ફાયદો થાય છે અને તેમનું બાળક પણ સ્વસ્થ રહે છે અને ડિલિવરી સમયે કોઈ તકલીફો પડતી નથી. દેશી માટીના માટલાનું પાણી પીવાથી આપણા શરીરમાં વાત-પિત્ત ને નિયંત્રિત રહે છે.
આ સાથે જ માટલાનું પાણી પીવાથી આપના શરીરની ગંભીર સમસ્યાઓ જેવી કે લકવો થયો હોય તેવા દર્દી માટે ખુબજ ફાયદાકારક છે. મિત્રો આ લેખ તમારા માટે ખૂબજ ફાયદાકારક છે અને આનું અનુકરણ તમારા માટે વરદાનરૂપ છે. તો મિત્રો આ લેખ તમારા મિત્રોને આગળ મોકલો.