વાળ શરીરની સુંદરતા વધારે છે. પરંતુ આજની વ્યસ્ત જીવન શૈલી અને આપણી કેટલીક ખરાબ ટેવના કારણે વાળને લગતી સમસ્યા ઉપરાંત શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ પણ જોવા મળતી હોય છે. આજે અમે તમને વાળને મજબૂત કરવા માટેના ઉપાય જણાવીશું.
વાળને શરીરનું આકર્ષિત કેન્દ્ર માનવામાં આવે છે. દરેક મહિલાઓ અને વાળને લાંબા, કાળા અને સિલ્કી બનાવી રાખવા નો ખુબ જ પ્રયત્નો કરતા હોય છે, આ માટે મહિલાઓ અનેક પ્રકારના શેમ્પુ અને કંડીશનર નો ઉપયોગ કરતા હોય છે.
મહિલાઓ વાળને વધારે કાળા બનાવી રાખવા માટે અનેક પ્રકારની મહેંદી અને ડાઈનો ઉપયોગ કરતા હોય છે. જેનો ઉપયોગ વધુ પડતો કરવાથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું શરુ થઈ જતું હોય છે.
શેમ્પુ જેવા અનેક હેર પ્રોડક્ટમાં કેમિકલ નાખીને બનાવવા માં આવે છે, જેના કારણે તેનો અતિશય વધુ ઉપયોગ કરવાથી વાળ ખરવા, વાળ તૂટી જવા, વાળ સફેદ થઈ જતા હોય છે, આ સમસ્યાને દૂર કરવા માટે આપણે કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેની મદદથી વાળને લગતી નાની મોટી દરેક તકલીફને દૂર કરી શકાય છે.
આ માટે મેથીના દાણા આપણા વાળ માટે ખૂબ જ રામબાણ સાબિત થાય છે. તેમાં મળી આવતા પોષક તત્વો આપણા વાળને હેલ્ધી બનાવી રાખે છે. આ માટે મેથીના દાણાની અડધી ચમચી અડધા ગ્લાસ પાણીમાં નાખી ને આખી રાત પલાળી રાખવાની છે.
સવારે ઉઠીને ખાલી પેટ તેને પાણી સાથે ખાઈ જવાના છે, તમે મેથીને ચાવીને ખાઈ પછી પણ પાણી શકો છો. આ મેથી દાણા ખાવાથી આપણા વાળને પૂરતું પોષણ મળી રહે છે જેથી વાળ ખરવા, વાળ સફેદ થવા જેવી તકલીફ થી છુટકાળો અપાવે છે અને વાળને અંદરથી મજબૂત અને હેલ્ધી બનાવી રાખે છે.
વધારે પડતા કામ ના ટેન્શન ના કારણે પણ વાળ ખરતા હોય છે જે સમસ્યાને દૂર કરવા માટે રોજે એક ગ્લાસ લીંબુ પાણી, સિકંજી જેવા વિટામિન-સી યુક્ત પીણાં પીવા જોઈએ જે ટેન્સન અને તણાવને ઓછો કરે છે અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તમે નિયમિત સમય અંતરે નારિયેળ પાણી પણ પી શકો છો જેથી વાળમાં આવી ગયેલ સૂકા પણાને દૂર કરી હાઈડ્રેટ રાખે છે અને વાળને જરૂરી પોષક તત્વોની કમી પુરી કરે છે વાળ અને શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે. નારિયેળમાં રહેલ મલાઈ ખાવાથી વાળ સિલ્કી અને મુલાયમ બને છે.
લીમડો અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. જે અનેક રોગોને મૂળમાંથી દૂર કરવા મારે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માટે દિવસમાં ત્રણ લીમડાના પાન ખાવાનું શરુ કરું કરવું જોઈએ જે વાળને અંદરથી મજબૂત બનાવી રાખે છે. રોજે તેનું સેવન કરવાથી સફેદ થતા વાળ અટકી જશે અને વાળને કાળા લાંબા અને મુલાયમ બનાવશે.
નિયમિત પણે આપણે દિવસમાં બે વખત વાળમાં તેલ નાખવું જોઈએ, વાળ માટે ડુંગળીનું તેલ સૌથી બેસ્ટ માનવામા આવે છે ,માટે તેનો ઉપયોગ કરી વાળમાં સારી રીતે માલિશ કરવી જોઈએ જેથી વાળ ખરતા અટકાવી શકાય છે.