ગૌમૂત્ર ના ફાયદા: મિત્રો હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવેલ છે. માટે તેના છાણ અને મૂત્ર અને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આયુર્વેદમાં ગૌમૂત્રનો ઉપયોગ ઔષધી બનાવવામાં કરવામાં આવે છે. ગૌમૂત્રનું નામ સાંભળતા જ ઘણા લોકોનું મોં બગડી જાય છે. પણ તેઓ એ નથી જાણતા કે તેના નિયમિત સેવનથી મોટા મોટા રોગો પણ દૂર થઈ જાય છે. ગૌમુત્ર લગભગ 108 રોગોને દૂર કરે છે.
ગૌમુત્રના ફાયદા :- ગૌમુત્ર નું સેવન કેટલું કરવું કેવી રીતે કરવું જોઈએ અને કેટલુ સેવન કરવું જોઇએ ગૌમૂત્રનુ સેવન ખાલી પેટ કરવુ જોઇએ અને તેની માત્રા 100 ગ્રામથી વધુ ન હોવી જોઈએ.
ગૌમુત્ર પીવાથી મગજ અને હૃદય બંનેને શક્તિ મળે છે અને મગજ અને હૃદય ની ઘણી બીમારીઓથી બચી શકીયે છીએ. ગૌમુત્ર પીવાથી વાત, પિત્ત અને કફ ની સમસ્યા દૂર થાય છે.ગૌમુત્ર પીવાથી આપણાં શરીરમાં પ્રવેશ કરી ગયેલા ઘણી જાતના જીવાણુઓનો નાશ કરે છે. ગૌમુત્ર પીવાથી આ બધી બીમારીઓ દૂર થઈ જાય છે.
ગૌમુત્ર પીવાથી હૃદય તાકાત થી કામ કરે છે. જેનાથી લોહી સારું અને શુદ્ધ બને છે. જો દુખાવા ઉપર ગૌમૂત્રનો શેક કરીએ તો આરામ મળે છે. ઠંડી ની ઋતુમાં ગૌમૂત્રને સુઠુ સાથે પીવામાં આવે તો તેના આપણે ધણા બધા લાભ થાય છે. સવારે વહેલા ઊઠીને અડધા ગ્લાસ પાણીમાં ગૌમૂત્ર સાથે મીઠું અને લીંબુનો રસ ઉમેરીને પીવામાં આવે તો ગેસની સમસ્યા થતી નથી.
કિડની ફેલ્યોર માટે ગૌમૂત્ર ખૂબ જ લાભદાયક છે. ગૌમૂત્ર સવાર-સાંજ 20ml ખાલી પેટે લેવું અને લીધા પછી ૩૦ મીનીટ સુધી કંઈપણ ખાવું નહીં. તેનાથી તમને કિડની ફેલ્યોરમાં લાભ મળે છે. તો એની સાથે આ ઉકાળો પીવાનો છે જે આ પ્રમાણે છે.
ઉકાળો બનાવાની રીત :- ગળો, ગોખરું, એરંડાના મૂળ, વરુણછાલ, પુનર્નવા આટલી વસ્તુ ની જરૂર પડશે. આ વસ્તુઓ તમારે કોઈ સારા વેપારી પાસેથી લેવી કે જ્યાં સાફ-સફાઈ તથા સ્વચ્છતા અને વસ્તુ ઓરીજનલ મળતી હોય. ત્યાર બાદ આ તમામ ઔષધીઓને સમાન માત્રામાં લઈને ખાંડીને 20 ગ્રામની માત્રામાં લઈને બે ગ્લાસ પાણી મા ઉકાળો.
જ્યારે એક ગ્લાસ જેટલું પાણી બચે ત્યારે તેને ગાળીને પીવું. મિત્રો આ પ્રયોગ સવાર-સાંજ કરવાનો છે. ગૌમુત્ર લીધા ના અડધા કલાક બાદ આ ઉકાળો પીવો અને અડધા કલાક સુધી કંઈપણ ખાવું પીવું નહીં. આ પીવાથી જે લોકો ને પથરી, કિડની સંકોચન, ડાયાલિસિસ બિમારી હોય તો તે પણ દૂર થઈ જશે.
ગૌમૂત્રના જબરજસ્ત ફાયદાઓ વિશે ઉપયોગી માહિતી મળી અને સાથે સાથે તમે પણ જાણતા થઈ ગયા હશો કે શા માટે ગાયને માતા કહેવામાં આવે છે. આપણા સનાતન ધર્મમાં ગાયને કેમ આટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે.
મિત્રો ગાયનાં શરીર માંથી મળતી દરેક વસ્તુ એટલે કે દૂધ, છાણ, મૂત્ર દરેક વસ્તુ આપણા માટે આશીર્વાદ સમાન છે. પરંતુ આપણે તેનો યોગ્ય ઉપયોગ કરવાની રીત ખબર હોવી જોઈએ. કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.