મખાના ભારતમાં મોટેભાગે બિહારમાં મળી આવે છે. તળાવ તેમ જ દલદલીય ક્ષેત્રમાં પાણીમાં ઉગતા મખામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમજ મખાનાનું ઉત્પાદન કરવા માટે કોઈ પણ જાતની દવા વગેરેનો ઉપયોગ ન થતો હોવાથી તેને ઓર્ગેનિક ફૂડ પણ કહેવાય છે.
છેલ્લા કેટલાક સમયથી મખાનાની ડિમાન્ડ વધી ગઇ છે.મખાનામાં કેટલાંક તત્વો રહેલા છે જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.મખાનામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયરન તેમજ ઝિન્ક જેવાં ખનીજ તેમ જ પોષક તત્વો મળી આવે છે. તો ચાલો જાણીએ મખાના ખાવાના ફાયદા વિષે.
શરીરની નબળાઈ દુર કરે: મિત્રો મખાનાને ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. આના સેવનથી તરત જ ઉર્જા મળે છે. આથી જો નિયમિત પણે સેવન કરવામાં આવે તો શારીરિક નબળાઈ માંથી છુટકારો મેળવવા માટે મખાના ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
કિડની માટે લાભદાયક: શરીરમાં રહેલા હાનિકારક તત્વ કે જે કિડનીમાં નુકસાન પહોંચાડી શકે છે, જે મકવાણા નું સેવન કરવાથી બહાર નીકળી જાય છે. આથી કિડનીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે. જો પથરી થઈ હોય તો આના પાંચથી છ ગ્રામ બીજ અને ખાંડને એકસાથે પીસીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને દૂધ સાથે દિવસમાં ત્રણ વાર લેવાથી પથરીમાં પણ રાહત મળે છે.
હૃદય માટે ફાયદાકારક: મિત્રો મખાનાનું દરરોજ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું રહે છે. તેમાં મેગ્નેશિયમ પણ હોય છે જે હેલ્ધી હૃદય માટે જરૂરી હોય છે. તેનાથી હૃદય સંબંધિત રોગોથી બચી શકાય છે.
ત્વચા માટે લાભદાયક: મખાનામાં એન્ટિ એજિંગ તત્વ મળી આવે છે. આથી રોજ ખાવાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી તેમ જ ચહેરાને લાંબા સમય સુધી જુવાન રાખી શકાય છે અને ચહેરાના નિખાર પણ વધે છે.
હાડકા માટે ફાયદાકારક: મિત્રો તમને જણાવી દઈએ કે મખાનામાં કેલ્શિયમ હોવાથી તે હાડકાંને મજબૂત બનાવે છે. નિયમિત પણે આનું સેવન કરવાથી હાડકા મજબુત થાય છે તેમ જ સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.
ડાયાબીટીસ માટે ઉપયોગી: મિત્રો ડાયાબિટીસના દર્દીઓ માટે ખોરાકમાં મખાના સામેલ કરવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય છે. કારણ કે આ ખાવાથી ઇન્સ્યુલિનની સ્તર નિયંત્રણમાં રહે છે અને પરિણામે બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રાખી શકાય છે.
વજન ઉતારવા માટે: મખાનામાં ખુબ જ ઓછી કેલરી હોય છે, જેના કારણે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે સાંજના નાસ્તામાં સામેલ કરી શકાય છે. 50 ગ્રામ શેકેલા મખાનામાં આશરે 180 કેલેરી હોય છે.
એનિમિયામાં લાભદાયક: મિત્રોમાં મખાનામાં આયરન ભરપૂર માત્રામાં હોય છે જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવામાં અને ઓક્સિજનના પ્રવાહને માટે જરૂરી છે.
ગોઠણ અને કમરના દુખાવામાં ફાયદાકારક: મખાના ખાવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે. તે શરીરના અંગ સૂકા થવાથી રોકે છે. દરરોજ સવારે 4 થી 5 દાણા મખાના ખાવાથી ગોઠણ અને કમરમાં દુખાવો થતા દૂર થાય છે.