દરેક વ્યકતિ પોતાની ભાગદોડ ભરી જીવન શૈલી અને પોતાની અનિયમિત ખાણી પીણી ના કારણે એસીડીટીની સમસ્યાના શિકાર બની રહ્યા છે. એસિડિટી આપણી કેટલીક ખરાબ આદતોને કારણે પણ થઈ શકે છે.
આજના સમયમાં દરેક વ્યક્તિને બહારના તળેલા, મસાલા વાળા ખોરાક ખાવાના શોખીન હોય છે ખોરાક ખુબ જ મસાલા વાળા હોવાથી તે જઠરમાં જવાથી એસિડનું પ્રમાણ વઘારે છે જેના કારણે એસીડીટી ની સમસ્યા થાય છે.
એસિડિટીની સમસ્યા ને દુર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરીને એસીડીટીની સમસ્યા માંથી રાહત મેળવી શકાય છે. માટે આજે અમે તમને એસીડીટીની સમસ્યામાં આરામ મેળવવા માટે ના ઘરેલુ દેશી ઉપાય જણાવીશું.
સૌથી પહેલા લીમડાની થોડી છાલ લઈ લો હવે તે છાલને થોડી વાર માટે પાણીમાં પલાળી રાખો. હવે તે છાલને થોડી સુકાવા મૂકી દો. ત્યાર પછી તેનું સેવન કરવું. આ ઉપરાંત લીમડાની છાલનો પાવડર બનાવીને હૂંફાળા પાણી સાથે લેવાથી એસિડિટીમાં ઘણી રાહત મળે છે.
એસિડિટીમાં રાહત મેળવવા માટે ત્રીફલા ચૂરણ ખુબ જ ફાયદાકારક છે. આ માટે એક કપ દૂઘને પહેલા ગરમ કરી લેવું ત્યાર પછી તેમાં અડઘી ચમચી ત્રિફળા ચૂરણ મિક્સ કરીને સેવન કરી લેવું. આ પીણાંનું સેવન કરવાથી એસીડીટીમાં રાહત થાય છે.
એસીડીટીની સમસ્યા માં નારિયેળનું પાણી પણ ખુબ જ ફાયદાકારક છે. માટે જયારે પણ એસીડીટીની સમસ્યા થાય ત્યારે અડધા ગ્લાસ જેટલું નારિયેળના પાણીનું સેવન કરવું જોઈએ જેથી એસિડિટીમાં રાહત મેળવી શકાય છે.
જમ્યા પછી એસીડીટીની સમસ્યા રહેતી હોય તો એક ચમચી વરિયાળીનું સેવન કરવું જોઈએ જેથી એસીડીટીની સમસ્યા માં ઘણી રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત જમ્યાના થોડા સમય પછી એક લાવીને મોંમાં રાખીને ચૂસવાની છે. જેથી તેનો રસ અંદર જવાથી એસિડિટીના પ્રકોપને શાંત કરે છે જેથી ઘણી રાહત મળે છે.
જો એસીડીટીની સમસ્યા વારે વારે થઈ જતી હોય તો ફુદીનો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે સૌથી પહેલા એક પેનમાં અડઘા ગ્લાસ જેટલું પાણી નાખીને તેમાં થોડા ફુદીનાના પાન ઉમેરો અને થોડી વાર ઉકાળો ત્યાર પછી તેને જમ્યા ના 30 મિનિટ પછી પી જવું. આ પાણીનું સેવન કરવાથી એસિડિટીમાં રાહત મેળવી શકાય છે.
એસીડીટીની સમસ્યા આમ જોવા જઈએ તો ઘણા લોકોને હોય છે. માટે વારે વારે થતી એસીડીટીની સમસ્યામાં રાહત મેળવવા માટે ઉપરોક્ત ઉપાય અજમાવીને રાહત મેળવી શક્ય છે. આમ તો દરેક વ્યકતિની તાસીર અલગ અલગ હોય છે આ માટે કોઈ પણ ઉપચાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લઈ શકાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.