આજના વ્યસ્ત જીવનમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાથી અને ખાવાની ખોટી આદતોના કારણે ઘણા લોકો એસિડિટીની સમસ્યાથી પરેશાન રહે છે. હેલ્થ એક્સપર્ટના મતે જ્યારે પણ પેટમાં જોવા મળતા એસિડિક પદાર્થ ફૂડ પાઈપમાં જાય છે ત્યારે એસિડિટીની સમસ્યા થાય છે.
એસિડિટી ન માત્ર શરીરમાં અગવડતા પેદા કરે છે, પરંતુ પેટમાં પણ દુખાવો કરે છે. એસિડિટીના કારણે લોકો ખાટા ઓડકાર, પેટ ફૂલવું, છાતી અને પેટમાં બળતરા વગેરે થાય છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી છુટકારો ખુબજ સરળતાથી મેળવી શકો છો.
1) અજમાનું પાણી: અજમાનો ઉપયોગ જુના જમાનાથી ઘરેલુ ઉપચાર તરીકે થતો આવ્યો છે. અજમો એસિડિટી માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અજમાનું પાણી પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.
તમારે એક કપ પાણીમાં બે ચમચી અજમાના બીજને સારી રીતે ઉકાળી લેવાનું છે, જ્યારે આ પાણી અડધુ થઈ જાય, પછી ગેસ બંધ કરી દો, અને જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે કાળું મીઠું નાખીને ગાળી લો અને પછી આ પાણી પી લો. તેનાથી એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
2) શેકેલું જીરું અને કાળું મીઠું: જીરું એ એવો જ એક મસાલો છે જે દરરોજ આપણા શાકભાજી, દાળ અને રાયતામાં વપરાય છે. પેટમાં દુખાવો, કબજિયાત અને એસિડિટીની સારવારમાં જીરું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જીરાને શેકીને કાળા મીઠા સાથે ખાવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.
3) આહારમાં આમળાનો સમાવેશ: આમળાને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ છુટકારો અપાવી શકે છે. જો તમને વારંવાર એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તમારા આહારમાં આમળાનો સમાવેશ કરો, તમે તેનો ઉપયોગ અથાણાં, મુરબ્બો, જ્યુસના રૂપમાં કરી શકો છો.
4) આદુની ચા અથવા પાણી: આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આદુની ચા અથવા આદુનું પાણી પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. આદુમાં જોવા મળતા તત્વો પેટના ગેસ અને એસિડિટીથી રાહત અપાવે છે.
જો તમે પણ વારંવાર એસીડીટીની સમસ્યાથી પરેશાન છો તો તમે અહીંયા જણાવેલા ઘરેલુ ઉપચાર કરીને આ સમસ્યાથી છુટકાળો મેળવી શકો છો.