આંખો એ માણસને પ્રકૃતિની સૌથી કિંમતી અમૂલ્ય ભેટ છે, અને કારણે, આપણે આ સુંદર દુનિયાને જોઈએ અને નિહારી શકીએ છીએ. માટે તેની કાળજી લેવી એટલી વધારે જરૂરી બની જાય છે. આજના આધુનિક સમયમાં આપણે લાંબો સમય સ્માર્ટ મોબાઈલ, કોમ્યુટર સ્કિન અને ટીવીમાં પસાર કરી દઈએ છીએ.
જેના કારણે આંખોને લગતી અનેક પ્રકારની સમયાઓ આપણે ધેરી લેતી હોય છે. પરંતુ આપણે તેનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી શકતા નથી કારણકે આ બધી વસ્તુ પર આપણે જરૂરિયાત કરતા વધારે નિર્ભર બની ગયા છે. આંખો નબળી પડતી હોય તો આપણે આંખોના ચશ્માં પહેરવા પડતા હોય છે.
આંખોના ચશ્માં પહેરવાનો સોહી વધારે કંટાળો આવતો હોય છે. આપનો આખો ચહેરો બદલાઈ જતો હોય છે. માટે આંખોને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા અને આખોની નબળાઈને દૂર કરીને ચશ્માં પહેરવાથી છુટકાળો મેળવવા કેટલીક આંખોને લગતી કસરત કરવી જોઈએ, જેની મદદથી આંખોનું તેજ વધશે અને આંખો સ્વસ્થ રહેશે.
20-20 કસરત કરો : સતત કોમ્પ્યુટરની સ્કિન પર લાંબા સમય સુધી જોઈ રહેવાથી આંખોની માંસપેશીઓમાં દુખાવો થઈ શકે છે. આ માટે આંખોના સ્નાયુઓને વિરામઆપવો જોઈએ. મોબાઈલ, કોપ્યુટરની સ્કિનનો ઉપયોગ કરતા હોય તેવા સમયે દર 20 મિનિટ પછી 20 સેકન્ડ દૂરની વસ્તુઓ જુઓ. આ રીતે કરવાથી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે.
દૂર અને નજીક ધ્યાન કેન્દ્રિત કરો: આ માટે એક જગ્યાએ બેસો, ત્યાર પછી અંગુઠાને આંખોથી 10 ઇંચ દૂર રાખી 10 સેકન્ડ ઘ્યાન કેન્દ્રિત કરો. તેવી જ રીતે દૂરની કોઈ પણ વસ્તુ જોવો અને 10 સેકન્ડ સુધી ધ્યાન કેન્દ્રિત કરો. આ 10 -10 સેકન્ડની કસરત એક દિવસમાં 5-7 વખત કરો. આવી રીતે કરવાથી આંખોનું તેજ વધશે.
આંખો પલકાવો: આ કસરત દર એક બે કલાકે કરવાની છે, આ માટે 10-15 વખત આંખોને ઝબકાવાની છે. જેથી આંખોના નસોમાં બ્લડસર્ક્યુલેશન વધશે. જેથી આંખોને આરામ મળશે અને આંખોને વધારે પડતા નુકસાન થી બચાવી આંખોને સ્વાસ્થ્ય રાખવાનો આ એક ઉત્તમ ઉપાય છે. આ ઉપાય દિવસમાં 5 વખત જરૂર કરવું જોઈએ.
આંખોને મોટી કરવાનો કસરત: આ કસરત આંખો માટે ખુબ જ સારો છે. આ માટે 5 સેકન્ડ આંખોને બંધ રાખો અને ત્યાર પછી આંખોને મોટી કરીને ખોલો. આ કસરત આંખોના સ્નાયુઓ અને પાંપણના સ્નાયુઓને મજબૂત બનાવશે અને લોહીના પ્રવાહને વધારે છે.
આંખોને સાફ કરો: દિવસમાં બે થી ત્રણ વખત આંખોને સાફ કરવી જોઈએ આ માટે સવારે ઉઠીને પહેલા થોડા નવશેકા પાણીથી ધોઈને પછી ઉપરથી સાદા પાણીથી ફરીથી ધોઈ લો, યાર પછી બપોરે સાદા પાણી વડે આંખોને સાફ કરો, તેવી જ રીતે રાતે સુવાના 20 મિનિટ પહેલા આંખોને સાદા પાણી વડે ધોઈ લો. આ વી રીતે દિવસમાં ત્રણ વખત આંખોને સાફ કરવી જોઈએ.
જો આંખોના સ્વાસ્થ્ય ની કાળજી લેવામાં આવે તો સારું દેખાવાંમાં પણ ખુબ જ ફાયદાકારક સાબિત થશે, જેથી સારું લાગશે. આંખોનું સ્વાસ્થ્ય સારું હશે તો આંખ શરીર પર ખુબ જ હકારાત્મક અસર થશે, માટે આંખોને લગતી આ કસરત કરવાથી આંખોની નબળાઈ અને આંખોને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.