આજે અમે તમને અખરોટ ડ્રાય ફૂટ્સ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. અખરોટ નો આકાર મગજ જેવો હોય છે. જે મગજની કાર્ય ક્ષમતા વધારવામાં મદદ કરે છે આ સાથે તે હૃદય ને પણ સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
અખરોટમાં ફાયબર, વિટામિન-સી, વિટામિન-ઈ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો નો સ્ત્રોત મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હેલ્ધી ડ્રાયફ્રૂટ્સ છે. જે અનેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ મેમરી વઘારવા માટે કરી શકાય છે.
અખરોટ ડ્રાયફ્રૂટ્સ ને હમેશા માટે પલાળીને જ ખાવા જોઈએ, અખરોટ રાતે પલાળીને આખી રાત માટે રહેવા દઈને સવારે તેને સારી રીતે ચાવીને ખાવાની છે, આ ડ્રાયફ્રૂટ્સ ને ખાવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.
કેન્સરના જોખમને અટકાવે: નિયમિત પણે તમે અખરોટને ખાઓ છો તો કેન્સર જેવા જીવલેણ રોગથી બચાવે છે. તે બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સરને વધતા અટકાવી તેનથી થતા નુકસાન થી બચાવે છે. તેમાં મળી આવતા કેન્સર વિરોધી ગુણ કેન્સર ને રોકવામાં મદદ રૂપ થાય છે.
હાડકાને મજબૂત અને હેલ્ધી બનાવે: હાડકાને કેલ્શિયમની જરૂર સૌથી વધુ પડતી હોય છે જે કેલ્શિયમ અખરોટ માટે સારી માત્રામાં મળી આવે છે, આ માટે જો તમે નિયમિત પણે બે પલાળેલ અખરોટ ખાઓ છો તો હાડકાને જરૂરી કેલ્શિયમની કમી પુરી થશે અને હાડકાને મજબૂત અને હેલ્ધી બનાવશે.
અખરોટ ખાવાથી લાંબા સમય સુધી હાડકાને મજબૂત બનાવી રાખે છે, જે સાંધા ના દુખાવા, કમરના દુખાવા સ્નાયુના દુખાવામાં ઘણી રાહત આપવાનું કામ કરે છે. માટે અખરોટને રોજિંદા આહારમાં સમાવેશ કરી શકાય છે.
દાંતને મજબૂત બનાવે: દાંત મજબૂત હોવા જોઈએ, કારણકે આપણે કોઈ પણ ખોરાક ખાઈ એ છીએ તેને તોડવામાં મદદ કરે છે આ માટે હાડકાને મજબૂત બનાવવા માટે અખરોટ ખાઈ શકાય છે, જે પેઢાને પણ મજબૂત બનાવે છે.
વજન કંટ્રોલમાં રાખે: અખરોટ માં ખુબ જ સારી માત્રામાં ફાયબર હોય છે જે વજન ને વધતા રોકે છે તેમાં ખુબ જ ઓછી કેલરી હોય છે માટે તેને વજન ઘટાડવા માટે ખાઈ શકાય છે.
વાળને હેલ્ધી બનાવે: વાળ ચહેરાના દેખાવમાં વઘારો કરે છે. પરંતુ આજે મોટાભાગના લોકો વાળ ખરવા અને વાળ સફેદ થવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેવા લોકો પ્રોટીન થી ભરપૂર એવા અખરોટને ખાવાથી વાળ ની મજબૂતાઈ વધે છે અને વાળને સફેદ થતા અટકાવે છે.
હૃદય હેલ્ધી રાખે: આપણા શરીરનું સૌથી મહત્વ નું અંગ હૃદય છે, આ માટે તેને સ્વસ્થ રાખવું આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. અખરોટમાં સારા પ્રમાણમાં પોટેશિયમ હોય છે. અખરોટ ખાવાથી શરીરમાં બનતા ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખે છે.
સુગર લેવલ કંટ્રોલ કરે: લોહીમાં વધી ગયેલ સુગરની માત્રાને ઓછી કરવા માટે સવારે ખાલી પેટ પલાળેલ અખરોટ ખાઈ શકાય છે જે બ્લડ સુગર ના લેવલને ઘટાડે છે. આ માટે અખરોટ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. પરંતુ જો તમને વધુ ડાયબિટીસ વઘઘટ રહેતી હોય તો ડોક્ટરની સલાહ લઈને ખાવી જોઈએ.