શિયાળામાં લીલી ભાજીઓ બજારમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિયાળા શિવાય બાકીની બે ઋતુમાં લીલી શાકભાજી ઓછી જોવા મળે છે. શિયાળામાં લીલી શાકભાજી સાથે બજારમાં આમળા પણ જોવા મળે છે. આમળા સ્વાદમાં જરૂર ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.

આમળાથી વિટામિન C અને ઘણા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે એટલા માટે ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન શિયાળામાં રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી ફક્ત 5 દિવસમાં તમારા શરીરમાં તેની પોઝિટિવ અસર જોવા મળે છે.

આમળા ને ઘરે લાવી તેનો રસ પિવાથી વધુ ફાયદો થાય છે પરંતુ આજકાલ બજારમાં પણ આમળાનો રસ સરળતાથી મળી જાય છે. તમને જણાવીએ કે આમળા ડાયેટરી ફાઈબર અને કાર્બોહાઈડ્રે઼ટ્સનો એક ઉત્તમ સ્ત્રોત છે. સો ગ્રામ આમળામાં માત્ર 60 કેલેરી જ હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, પાઈરીડોક્સાઈન, રિબોફ્લેવિન જેવા ન્યૂટિયન્ટ્સ રહેલા છે.

આ સાથે તેમાં સોડિયમ, પોટેશિયમ, કાર્બોટિન, કેલ્શિયમ, કૉપર. ઝિંક, ફોસ્ફરસ, મેંગેનિઝ, મેગ્નેશિયમ અને આયરન જેવા મિનરલ્સ પણ રહેલા છે. હવે જાણીએ આમળાનો રસ કઈ રીતે બનાવવો. સૌ પ્રથમ આમળાનો રસ બનાવવા માટે આમળા ના નાના નાના ટુકડા કરી લેવા.

ત્યારબાદ તેનો મિક્સરમાં પીસીને રસ કાઢી લો.  હવે પીસેલા આમળાને એક કપડામાં બાંધીને દબાવીને રસ ગાળી લો. હવે આ રસમાં થોડું પાણી મિક્સ કરીને પીવો.તમે ઇચ્છોતો આ રસમાં થોડું મીઠું, સંચળ, કાળા મરી ઉમેરી રસનો સ્વાદ વધારી શકો છો.

આમળાનો રસ શરીરને ડિટોક્સિફાઇઝ કરે છે એટલે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમળાનો રસ ચરબી બર્ન કરવાનું કામ કરે છે. તમે આમળાના રસને સવારે હળવા પાણી સાથે ખાલી પેટ તેનું સેવન કરી શકો છો. આમળા લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

જો તમે ચહેરા પર ખીલ કે સ્ક્રીન બર્ન જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો આમળા નો જ્યૂસ તમારા માટે રામબાણ સાબિત થાય છે. આ ઉપાય માટે સૌ પ્રથમ રૂમાં આમળાનો રસ લો અને તેને ચહેરા પર લગાવો. તમે આમળાના રસને મધ સાથે પણ મિક્સ કરી શકો છો.

ખાલી પેટ આમળાના રસની સેવન કરવાથી ત્વચા ગ્લો થાય છે અને મુક્ત રેડીકલ્સના કારણે ત્વચાને થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે. આમળાનો રસ કોલેજન બનાવવામાં પણ મદદ કરે છે. કબજીયાત , અપચો અને પેટને લગતી સમસ્યાઓથી દૂર રાખવાનું કામ આમળાનો રસ કરે છે.

આમળાના રસનું સેવન કરવાથી પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. તે પેટના કૃમિનો નાશ કરે છે અને તમારા પેટને સાફ કરે છે. આમળાનો રસ આંખ માટે પણ ફાયદાકારક છે. તે આંખની ખંજવાળ અને આંખોની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક છે.

આમળાનું સેવન કરવાથી શરદીને દૂર કરવા માટે પણ ફાયદાકારક છે. આ માટે તમારે 2 ચમચી આમળાના રસ સાથે 2 ચમચી મધ ભેળવીને સવારે અને સાંજે લેવું. આમળા વિટામિન સી અને એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે. આમળાના રસનું સેવન કરી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.

આમળાના રસનું સેવન કરવાથી ચહેરા પર પડેલી કરચલીઓ ધટાડી શકાય છે. આમળાના જ્યુસમાં એમિનો એસિડ અને એન્ટીઑક્સીડેન્ટ મળી આવે છે જેનાથી શરીર સ્વસ્થ રહે છે અને હૃદય સારી રીતે કામ કરે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે આમળાનો રસ ખાંસી અને મોંઢામાં પડેલા ચાંદા માટે ખૂબ જ ફાયદાકારક છે.

2 ચમચી આમળાના જ્યુસને પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરવાથી મોંઢામાં પડતાં ચાંદાથી છૂટકારો મેળવી શકાય છે. આમળા ને તમે એક અસરકારક ઘરેલૂ ઉપચાર તરીકે ઉપયોગમાં લઇ શકો છો. દરરોજ 2 ચમચી આમળાના જ્યુસમાં 2 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરદી અને ખાંસીમાં ઘણી મદદ મળે છે.

આમળાના જ્યૂસનું સેવન કરવાથી 45 વર્ષ ની ઉંમરે પણ ચહેરા પર કરચલી પડતી નથી અને તમે એકદમ જુવાન દેખાઓ છો. આમળાના જ્યૂસનું સેવન તમને સાંઘાના દુખાવામાં રાહત આપે છે. વાળની સમસ્યાથી પરેશાન લોકો માટે રોજ આમળાના જ્યુસનુ સેવન વરદાનરૂપ સાબિત થાય છે.

આમળા વાળનો ગ્રોથ વધારવા તેમજ વાળને કાળા અને મજબૂત બનાવે છે. સવારે આમળાનો જ્યુસ પીવાથી ડાયાબિટીસને નિયંત્રિત રાખી શકાય છે. આમળાના જ્યુસનુ નિયમિત સેવન તમારા શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરે છે કારણકે તેમાં એંટી-ઑક્સીડેંટ, એંટી-ઈંફ્લેમેટરી, વિટામિન સી અને ઈમ્યૂનોમોડ્યૂલેટરી ના ગુણ રહેલા છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *