આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે ફળો ખાવા જોઈએ. દરેક સીઝનમાં અલગ અલગ ફળો મળી આવે છે , જેમાં ઘણા બઘા પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સીઝનમાં એવા કેટલાક ફળો મળી આવે છે જેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે.
જે ઘણા ગંભીર રોગોથી બચાવી સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત એવા કેટલાક ફળો ખાવામાં આવે તો સંધિવાથી લઈને કેન્સર જેવા ભયકંર રોગોને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે આજે અમે તમને એવા એક ફળ વિષે જણાવીશું. આ ફળ જયારે પણ તમને દેખાય ત્યારે ખાઈ લેવાના છે.
કેન્સર અને સંધિવા જેવા રોગોને દૂર કરવા માટે આપણે અનાનસ ખાવાનું છે. આ ફળ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક છે. તેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે જે પાચન સંબધિત સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.
અનાનસમાં વિટામિન-સી, એ, બી, ફાયબર, મેંગેનીઝ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ જેવા ખનીજ તત્વોથી ભરપૂર છે જે વાયરલ બીમારીને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે. માટે આરોગ્ય નિષ્ણાત રોગપ્રતિકારક શક્તિને વઘારવા માટે વિટામિન સી યુક્ત ફળો ખાવાનું સૂચન કરે છે.
તમને જાણાવી દઉં કે એક વાટકી જેટલું અનાનસમાં 79.80 મિલીગ્રામ વિટામિન-સી રહેલ હોય છે. જે વિટામિન ની કમીને પૂર્ણ કરે છે. માટે અનાનસને રોજિંદા આહારમાં સમાવેશ કરી રોગપ્રતિકારક શક્તિ વઘારી શકાય છે.
અનાનસમાં ડાયટરી ફાયબર મળી આવે છે જે વજનને ઘટાડવા માટે ઉપયોગી તત્વ છે. માટે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો પાઇનેપલનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. જે પેટની ચરબીને વઘવા દેતું નથી અને વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
અનાનસમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે, જે મુક્ત રેડિકલથી થતા ભયકંર નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત તેમાં બીટા કેરોટીન નામનું તત્વ મળી આવે છે જે કેન્સરના વઘતા કોષોને અટકાવે છે. અને કેન્સર ને વધારે ફેલાવતા અટકાવે છે જેથી તેને નિયમિત્ર આહારમાં સમાવેશ કરવામાં આવે તો કેન્સર જેવા રોગોને ઘટાડવામાં મદદ મેળવી શકાય છે.
અનાનસમાં બળતરા વિરોઘી ગુણઘર્મો મળી આવે છે. જે હાથપગની બળતરા, પેશાબની બળતરા, પેટની બળતરામાં રાહત આપવાનું કામ કરે છે. માટે જયારે બળતરાની સમસ્યા સર્જાય ત્યારે અનાનસ ખાઈ લેવું જેથી બળતરામાં રાહત મેળવી શકાય છે.
સધિવાની સમસ્યા દૂર કરવા માટે પણ અનાનસ ખુબ જ ફાયદાકારક છે. તેમાં મળી આવતું બ્રોમેલેન નામનું સંયોજન હોય છે જે એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જેને ખાવાથી શરીરમાં સાંઘાના દુખાવા અને સોજોને દૂર કરવામાં મદદ કરે છે. જેમને આર્થરાઈટિસની સમસ્યા ધરાવતા વ્યક્તિ માટે અનાનસનો જ્યુસ પીવો ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.