અત્યારના સમયમાં કોરોના ચાલી રહ્યો છે અને તમે જાણતા જ હશો કે કોરાના કાળમાં કેટલા લોકોને ફેફસાની બહુ જ મોટી તકલીફો થાય છે જેમાં, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આ સાથે સાથે કેટલાક લોકોને આંતરડાની પણ મોટી તકલીફો હોય છે.
તમને જણાવીએ કે કબજિયાત રોગને બધા જ રોગનું મૂળ ગણવામાં આવે છે. કબજિયાતની તકલીફમાં પેટમાં આંતરડામાં જુનો મળ ફસાઈ રહે છે જેથી તમારું શરીર સારી રીતે સાફ થતું નથી એટલે કે મળ બહાર નીકળી શકતું નથી. જેને આપણે સાદી ભાષામાં બાદી કહીએ છીએ.
પરંતુ આંતરડાની સફાઈ કરવાથી આ બાદીની સમસ્યા મટાડી શકાય છે. જેમાં આંતરડાને સાફ કરવા માટે ઘરેલું ઉપચાર કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. આંતરડા સાફ થઇ જાય છે, જેના લીધે જુનો કચરો પણ બહાર નીકળે છે. જેના લીધે આ અનેક રોગોને અટકાવી શકાય છે.
આપણા આયુર્વેદમાં એવું કહેવાયું છે કે, જેનું પેટ સાફ તેના બધા જ રોગો સાફ.તો આપણે તેવા જ એક આયુર્વેદિક ઉપાય વિષે તમને જણાવીશું જે ઉપાયથી આંતરડાની જે કઈ પણ તકલીફ હશે તે ચુટકી વગાડતા જ દૂર થઇ જશે અને આપણા આંતરડા કાચ જેવા ચોખ્ખા થઇ જશે.
આ આયુર્વેદિક ઉપાય કરવાથી પેટના કોઈ પણ રોગો હોય જેમ કે પેટમાં ગેસ, છાતીમાં બળતરા, એસીડીટી, કબજિયાત કોઈ પણ પ્રકારના પાચન સબંધિત કોઈ પણ તકલીફ હોય તે પણ દૂર થઇ જશે. તમારે આ આયુર્વેદિક ઉપાય માટે વરિયાળી,જીરું,અજમો અને સંચળ લેવાનું છે.
આ બધી વસ્તુઓ લીધા પછી સૌથી પહેલા તમારે 2 ચમચી જીરું અને 2 ચમચી અજમો લઈ, તેને ગેસ ઉપર ધીમા તાપે શેકી નાખવાનો છે.ત્યારબાદ તેમાં 1 ચમચી વરિયાળી મિક્સ કરવાની છે,અને તેમાં અડધી ચમચી સંચળ લેવાનું છે. ત્યારબાદ આ તમામ વસ્તુને મિસ્ક કરીને તેને મિક્ચરમાં વાટી દેવાનું છે અને તેનો એક પાઉડર જેને તમે ચૂર્ણ પણ કહી શકો છો તે બનાવવાનું છે.
આ ચૂર્ણને જમ્યાના એક કલાક પછી તમારે પીવાનું છે. આ ચૂર્ણને તમારે દિવસમાં એક જ વાર અને એ પણ અડધી ચમચી લેવાનું છે. આ ચૂર્ણને લેવા માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં તેને નાખીને બરાબર મિક્સ કરવાનું છે
અને તેને જમ્યાના એક કલાક પછી ગમે ત્યારે તમે પી શકો છો અને તેનાથી તમારી ડાયજેશન સિસ્ટમ ખુબ જ મજબૂત બનશે અને તમને પેટ સબંધિત બધી જ તકલીફો દૂર થઇ જશે.