વાળને ચમકદાર અને સિલ્કી બનાવવા દરેક વ્યક્તિ અનેક પ્રયત્નો કરતા હોય છે. વાળના નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે નારિયેળ તેલ વાળ માટે સૌથી શ્રેસ્ટ છે તે જ રીતે નારિયેળનું પાણી પણ વાળ માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે.
મોટાભાગે શિયાળાની ઋતુમાં વાળ ની સમસ્યા દરેક વ્યક્તિને હેરાન કરતી હોય છે. શિયાળામાં પડતી ઠંડીના કારણે વાળની સંભાર રાખવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. શિયાળામાં વાળની સંભાર લેવામાં ના આવે તો વાળ ખરવાની સમસ્યા વઘી જાય છે.
આપણી વ્યસ્ત જીવન શૈલીમાં આપણે પાર્લરમા અને ઘરમાં પણ કોઈ પ્રકારના હેરપેક વાળમાં લગાવતા નથી. જેના કારણે વાળને લગતી સમસ્યા વઘે છે. જેના કારણે વાળ શુષ્ક, નિર્જીવ અને ડેન્ડ્રફવાળા થઈ જતા હોય છે.
માટે આજે અમે તમને શિયાળામાં વાળમાં નારિયેળ પાણીનો ઉપયોગ કરીને વાળને સ્વસ્થ કેવી રીતે રાખવા તેના વિશે જણાવીશુ. નારિયેળ પાણીનો ઉપયોગ કરવાની રીત: સૌથી પહેલા એક વાટકીમાં પાંચ ચમચી નારિયેળ પાણી કાઢી લો, ત્યાર પછી તેમાં એક ચમચી ગુલાબજળ ઉમેરી મિક્ષણ તૈયાર કરો.
હવે તેને આગળી વડે વાળના મૂળમાં અને વાળમાં સારી રીતે લગાવો. લગાવીને તેને હળવા હાથે 5થી 10 મિનિટ માલિશ કરો. જેના કારણે વાળ મૂળમાં તે પાણી સરળતાથી શોષાઈ જાય. આ મિક્ષણ ને વાળમાં લાગવાથી વાળ ગૂંચવાતા પણ નથી.
માથામાં લગાવ્યા ના આશરે એક કલાક પછી વાળને ઘોઈ દેવા. આ ઉપરાંત તમે આ મિક્ષણને સાંજે લગાવીને આખી રાત રહેવા દો. આમ રહેવા દેવાથી વાળને પૂરતું પોષણ પણ મળશે. જેથી વાળ સ્વસ્થ રહે છે.
નારિયેળ તેલ કરતા નારિયેળનું પાણી સરળતાથી શોષાઈ જાય છે. જે માથાની ત્વચાને નરમ અને સ્વસ્થ બનાવી રાખે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી, પોટેશિયમ, ખનીજ, આયર્ન અને મેગ્નેશિયમ મળી આવે છે. જે આપણા વાળ માટે પણ ખુબ જ ઉપયોગી છે.
નારિયેળ પાણીમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જેના કારણે વાળમાં ઓક્સિજનના પ્રમાણ વઘારે છે. આ ઉપરાંત તેમાં રહેલ વિટામિન-સી ત્વચાને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. આ ઉપરાંત માથાના રક્ત પરિભ્રમણમાં સુઘારો કરે છે.
વાળને લગતી દરેક સમસ્યાને દૂર કરવા માટે નારિયેળ પાણી ખુબ જ ઉપયોગી છે. નારિયેળ પાણી કુદરતી મોઈશ્ચરાઈઝર હોવાના કારણે ત્વચાને ખુબ જ ઝડપથી નરમ બનાવી દે છે.જેના કારણે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપરાંત માથામાં આવતી ખંજવાળ પણ દૂર થઈ જાય છે.
જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો તમારા માટે નારિયેળ પાણી વરદાન રૂપ સાબિત થશે. માટે તમે વાળમાં નારિયેળ પાણીનો ઉપયોગ કરીને વાળને ખરતા અટકાવા ઉપરાંત બે મો વાળા વાળની સમસ્યા પણ દૂર કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.