દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે વઘતી ઉંમરે તેમનું સ્વસ્થ અને નિરોગી રહે. પરંતુ આજના સમયમાં વ્યક્તિની ભાગદોડ ભરી જીવન શૈલી માં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થતી હોય છે. વ્યક્તિની અમુક ઉંમર પછી શરીરમાં બીમારીઓ થવાની શરૂઆત થતી હોય છે.
વઘતી ઉંમરે સાંઘા ના દુખાવા થવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. જે 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ કે પુરુષોમાં જોવા મળતી હોય છે. પરંતુ આજના આધુનિક યુગમાં વ્યક્તિ પરિશ્રમ વગરનું બેઠાળુ જીવન જીવી રહ્યો છે તેવા લોકોમાં 35 વર્ષની ઉંમરે સાંઘાના દુખાવા થતા હોય તેવું જોવા પણ મળ્યું છે.
બેઠાળુ જીવન હોવાના કારણે વ્યક્તિનું વજન પણ વધે છે આ સાથે પેટ સંબધિત સમસ્યાઓ પણ થતી હોય છે, વદજન વઘવાના કારણે શરીરનું બધું વજન જોઈન્ટ સને સાંધા પર આવતું હોય છે, જેના કારણે સાંધા ના દુખાવા વધુ જોવા મળતા હોય છે.
શરીરને જરૂરી પોષક તત્વો ના મળવાના કારણે હાડકા કમજોર થવા લાગે છે, તેવામાં હાડકામાં અવાજ અને સાંધા ના દુખાવાની સમસ્યા થતી હોય છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેની મદદથી સાંઘા ને જરૂરી પોષણ પણ મળી રહેશે અને દુખાવામાં ઘણી રાહત મળશે.
હાડકાને મજબૂત બનાવવા માટે રોજે એવો ખોરાક લેવો જોઈએ જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે. આ માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર હોય તેવા ખોરાક લેવા જોઈએ જે હાડકાને અંદરથી મજબૂતી આપે છે.
જો તમે હાડકાને લગતી સમસ્યાથી પીડિત હોય તો રોજે સવારે અને સાંજે એક એક વાટકી દૂઘ પીવા નું ચાલુ કરી દેવું જોઈએ. જે કેલ્શિયમ અને પ્રોટીન ની ઉણપ ને પુરી કરશે અને હાડકા ને સ્ટ્રોંગ અને મજબૂત બનાવશે.
આ ઉપરાંત તમારે રોજે એક કેળું ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ, જેમાં ભરપૂર કેલ્શિયમ હોય છે જે હાડકાને જરૂરી કેલ્શિયમ ની ઉણપ ને પુરી કરે છે. વધતી ઉંમરે હાડકાને મજબૂત અને સ્ટ્રોંગ બનાવી રાખવા માંગતા હોય તો તમારે પાકું કેળું જ ખાવાનું છે.
સવારે નાસ્તામાં પૌષ્ટિક અને હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, જે આખો દિવસ શરીરને ઉર્જા અને એનર્જી પ્રદાન કરે છે આ માટે પૌષ્ટિક આહારમાં ફણગાવેલ કઠોળ, ઈંડા, ઓટ્સ વગેરે ખાવા જોઈએ. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખશે.
આ સિવાય હાડકા અને જોઈન્ટ ને મજબૂત અને તેમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે એરંડિયાના તેલમાં લસણ ની કળીઓ નાખીને ઉકાળી લો, અને ઠંડુ થઈ જાય ત્યારે તેને એક કાચની બોટલમાં ભરીને તેની માલિશ કરવાની છે.
દિવસમાં બે વખત આ તેલની 10 મિનિટ માલિશ કરવાથી સાંધા માં થતો દુખાવો દૂર થાય છે. આ ઉપરાંત તે જોઈન્ટ માં ભરાઈ ગયેલ વાયુને પણ દૂર કરી જોઈન્ટ માં થતા દુખાવામાં રાહત આપે છે. તે હાડકા અને જોઈન્ટ ને મજબૂત બનાવે છે.
જો તમે પણ નાની ઉંમરથી જ સાંઘાના દુખાવાથી પીડિત છો તો આ વસ્તુ ખાવાની સાથે આ એક તેલની રોજે 10 મિનિટ માલિશ કરવાથી દુખાવામાં રાહત મળશે અને લાંબા સમય સુઘી હાડકાને મજબૂત અને સ્ટ્રોંગ બનાવશે.