આજે તમને જણાવીશું એક એવી આયુર્વેદિક ઔષધિ વિષે જે શરીરમાં થતા નાના મોટા ઘણા રોગો ને દૂર કરે છે. આ ઔષધિનો ઉપયોગ કરવો એકદમ સરળ છે થતા તમને આ ઔષધીસરળતાથી મળી રહે છે. તો આ ઔષધીનું નામ છે અરડુસી.
અરડુસી એક એવી ઔષધી છે જે ભારત માં અને બીજા ઘણા દેશોમાં થાય છે. અરડુચીમાં એન્ટી એલેર્જીક, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી અલ્સર અને જેના જેવા અનેક ઔષધીય ગુણ રહેલા છે જે શરીરમાં થતા અનેક રોગોના ઇલાજમાં ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ અરડુસી ના ફાયદા વિષે.
અસ્થમા: અરડુસી અસ્થમા ના દર્દી માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. અરડુસી માં એન્ટી – ઈમફલામેંટરી ગુણ રહેલો હોય છે. અસ્થમા ના દર્દીઓ એ 5.5 મી.લી. અરડુસી ના પાંદડા નો રસ અને તેમાં 2.5 મી.લી. તમને જણાવીએ કે અરડુસી ના પાંદડા નો રસ શ્વસન માર્ગ માં અને ફેફસાં માં થયેલ સોજા ને ધીમે ધીમે મટાડવાનું કામ કરે છે.
માથાનો દુખાવો: આજના સમયમાં મોટાભાગના લોકો તણાવમાં રહે છે જેથી માથાનો દુખાવો થાય છે. તણાવમાં રહેવું એ માથાના દુખાવાનું મોટું કારણ છે. આ માટે અરડૂસીના ફૂલને છાયડામાં સુકવીને એક થી બે ગ્રામ તેનું ચૂર્ણ બનાવીને તે ચૂર્ણના માપમાં ગોળ નાખીને ખાવાથી માથાનો દુખાવો મટે છે.
ખાંસી, ઉધરસ: અરડૂસીના પાન 15 થી 20 ગ્રામ વાટી મધમાં ભેળવીને પીવાથી ઉધરસ અને ખાંસી મટે છે. આ ઉપરાંત ઉધરસ અને ખાંસી મટાડવા અરડૂસીના પાન, દ્રાક્ષ અને હરડેના ઉકાળામાં મધ તથા સાકાર નાખીને પી શકો છો.
દાંત અને જડબાનો દુખાવો : જે લોકોને દાંત અને જડબાના દુખાવો થયા કરે છે તે લોકોએ અરડુસીના લાકડાથી દાંતણ કરવાથી દાંત અને જડબામાં થતા દુખાવાની સમસ્યામાં રાહત થાય છે. જો અરડુસીના લાકડાથી નિયમિત રીતે દાંતણ કરવામા આવે તો દાંતના દુખાવો પણ દૂર થાય છે.
ચામડીના રોગો : જે લોકોને ખસ, ખરજવું અને ચામડીના અન્ય રોગો હોય તેમના માટે અરડૂસી રામબાણ સાબિત થાય છે. આ ઉપાય માટે અરડૂસી ના પાંદડા, દારૂ અને હળદરને ખૂબ લસોટીને તૈયાર કરેલી પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું કે ચામડીના રોગો મટી જાય છે.
રક્તપિત્ત: અરડૂસીના પાનનો ઉકાળો રક્તપિત્ત મટાડનાર છે. આ ઉપાય માટે અરડૂસીના ફૂલને છાયડે સુકવીને તેનું ચૂર્ણ કરી તેને મધ અને સાકર સાથે લેવાથી રક્તપિત મટે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.