દમ અને અસ્થમા ની બીમારી શ્વાસ લેવાની તકલીફના કારણે થાય છે. કારણકે શ્વસન તંત્ર આજુબાજુ સોજો આવવાના કારણકે શ્વાસ નળી સંકોચાવવા લાગે છે. જેના કારણે નાના શ્વાસ લેવા પડે છે. છાતીમાં ખેંચાણ અને શ્વાસ ફૂલવાની સમસ્યા અને ખાંસી આવવાની ચાલુ થઈ જાય છે. કોઈપણ ઉંમરે આ બીમારી થઈ શકે છે.
અસ્થમા થવાનું કારણ : બહારની હવાનું વાતાવરણ, ઘરમાં ધૂળવાળું વાતાવરણ, ફૂગ, પુષ્પોના રજકણો, ઘુમ્રપાન, કસરતનો અભાવ, દવા વાળા શાકભાજી, વાહન ના ધુંમાડા, શરદી, ખાંસી, ફલૂ, હોર્મોન્સ માં બદલાવ, શિયાળાની ઠંડી, ડર કે ચિંતા, મીઠાઈ નું વધારે સેવન, કોઈ પણ એલર્જી રહવાના ના કારણે અસ્થમા જેવી બીમારી થાય છે.
અસ્થમા ના લક્ષણો : અવારે અને રાત્રે ખાંસી આવવી, ધૂળ કે ધુમાડામાં જવાથી ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ, ઝડપથી શ્વાસ લેતા પરસેવો થાય, સૂકી ખાંસી આવવી, છાતીમાં કફ, બેચેની થવી, માથું ભારે થવું, શ્વાસ લેતી વખતે થાક લાગવો વગેરે જેવા અસ્થમાના લક્ષણો છે.
આદું : આદુંનો ઉપયોગ અસ્થમા રોગ માટે ઉપયોગ કરવામાં આવે છે. દરરોજ રાત્રે પાણીમાં 1 ચમચી આદુંનો રસ ઉમેરીને પીવાથી અસ્થમા રોગમાં ઘણી રાહત મળે છે. આ રીતે પીવાથી છાતીમાં જામેલા કફને દૂર કરશે અને શ્વાસ લેવામાં આસાની થશે. માટે અસ્થમા દર્દીને આદુનો ઉપયોગ કરવો જોઈએ.
સરસવનું તેલ : અસ્થમા રોગમાં આ તેલ ખુબ જ ઉપયોગી છે. તેના માટે દરરોજ નાક પર આ તેલથી માલિશ કરવામાં આવે તો નાક એકદમ સાફ થાય છે. શ્વસન તંત્ર માં આવતો સોજાને મટાડે છે અને નાકમાં જામેલ કચરાને દૂર કરે છે. જેથી શ્વાસ લેવા માં આસાની થાય છે.
અંજીર : અંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારું ડ્રાયફૂટ છે. જે અસ્થમા રોગને કંટ્રોલમાં લાવી દે છે. તેના માટે તમે અંજીરને પાણીમાં પલાળી દો. તેના માટે તમે 3-4 અંજીરને રાત્રે પાણીમાં પલાળી દો. પછી તે પલાળેલા અંજીરને સવારે ખાલી પેટ ખાઈને તેના ઉપર પાણી પી લેવું. એમાં કરવાથી લાંબા સમય સુધી તેની અસર રહેશે અને અસ્થમા રોગમાં ઘણો ફાયદો થાય છે.
લસણ : લસણ નું સેવન કરવાથી ફેફસામાં જામેલા કફને દૂર કરી દે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી અને શરીરમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. દૂધમાં લસણ નાખીને ઉકાળીને પીવાથી અસ્થમા રોગમાં ઘણો ફાયદો થાય છે. દરરોજ ભોજનમાં લસણનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સ્વથ્ય રહે છે.
તુલસી : તુલસી આયુર્વેદનો ખજાનો છે. તુલસી અનેક રોગમાં ખુબ જ ઉપયોગી છે. તુલસીના પાનને વાટીને પાણીમાં નાખીને તેમાં મઘ ઉમેરીને સેવન કરવાથી અસ્થમા રોગમાં રાહત થાય છે.
અજમો : પાણીને ગરમ કરીને તેમાં અજમો નાખીને ઉકાળો ત્યાર પછી તે ઉકાળાની વરાળ લેવાથી ધણી રાહત મળે છે. 150 મિલી પાણીમાં 5 લવિંગ નાખીને ઉકાળો. ત્યાર પછી તેને ગાળી લો. ત્યાર પછી તેમાં 1 ચમચી મઘ મિક્સ કરીને પીવાથી અસ્થમા રોગમાં રાહત થાય છે.
ઈલાયચી : ઈલાયચીમાં કફ નાશક ગુણઘર્મ આવેલ છે. જે શરીરમાં થયેલા ગમે તેવા કફને છૂટો કરી દે છે. જેથી શ્વાસ લેવામાં આસાની થાય છે અને અસ્થમા રોગમાં પણ રાહત થાય છે.
હરડે : હરડે ખાવાથી આપણા શરીરની ઉર્જામાં વઘારો કરે છે. હરડે ના સેવન થી ગળામાં ખારાશ, ખાંસી, અવાજ બેસી જવો, કફ વગેરેમાં ખુબ જ ઉપયોગી છે. માટે હરડે ખાવાથી અસ્થમા રોગમાં રાહત આપવાનું કામ કરે છે.