આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આ આર્ટિકલમાં ખાસ ગૃહિણીઓ, માતાઓ અને બહેનો ને એક વાત જણાવાની છે. દરેક ના ઘરે ફ્રિજ હોય છે જેમાં મહિલાઓ બધી વસ્તુઓ ઠંડી કરવા, વસ્તુઓ બગડે નહીં, વસ્તુઓ તાજી રહે, વસ્તુ ઉતરે નહીં તે માટે ફ્રિજમાં વસ્તુઓ સ્ટોર કરીને રાખે છે.

પરંતુ અહીંયા કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓને તમારે ક્યારેય ફ્રિજમાં રાખવી ન જોઈએ. આ વસ્તુઓને ફ્રિજમાં રાખવાથી તમને ઘણા ગંભીર રોગો થઇ શકે છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે.

બટાકા: મોટાભાગના લોકો બટાકા બહાર રાખતા હોય છે, અમુક લોકો બટાકા ફ્રીજની અંદર રાખતા હોય છે. તો સૌથી મોટો પ્રશ્ન દરેક મહિલાઓને હોય છે કે બટેટા ફ્રીજમાં રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ? તો તમને જણાવીએ કે બટાકા ક્યારેય પણ ફ્રિઝમાં ન રાખવા જોઈએ. બટાકા ફ્રીઝમાં રાખવાથી તેનો સ્વાદ ફરી જાય છે, તે તેનો મૂળભૂત તત્વો ગુમાવે છે.

બટેટા રસોડામાં હંમેશા જ્યાં તડકો ના આવતો હોય એવી જગ્યાએ કુદરતી વાતાવરણમાં રાખવા જોઈએ, કારણકે બટેટા લાંબા સમય સુધી ખરાબ થવાની શક્યતા એકદમ ઓછી હોય છે. આમ કરવાથી તે પોષક તત્ત્વો જળવાઈ રહે છે અને બટાકા તમને કોઈપણ ગેરફાયદો નહીં કરે.

પરંતુ તમે બટાકા ફ્રીજમાં રાખશો, લાંબો ટાઈમ સુધી તેને સાચવી રાખશો તો તેનો સત્વગુણમાં ગુમાવી બેસે છે, તેનો સ્વાદ પણ ફરી જાય છે અને બીજા ગેરફાયદાઓ થાય છે.

તો આજ પછી તમારે બટાકાને ફ્રિજમાં રાખવાના બદલે બટાકાને હંમેશા કુદરતી વાતાવરણમાં રાખવાની આગ્રહ રાખજો. આ ઉપરાંત હંમેશા તાજા બટેટા ખરીદવાનું રાખો, અઠવાડિયાના શાક એકસાથે ન લેવાનો આગ્રહ રાખો.

કેળા: કેળા ને ફ્રિઝમાં ન રાખવા જોઈએ પરંતુ તમારા મનમાં પ્રશ્ન થશે કે કેળાતો કોલ્ડ સ્ટોરેજમાંથી આવે છે તો તમે ફ્રીઝમાં રાખવાથી શુ કામ ના પાડો છો. તો તમને જણાવીએ કે કેળા ને પકડવા માટે કોલ્ડ સ્ટોરેજ નો ઉપયોગ થતો હોય છે.

પરંતુ એક તો કેળા કોલ્ડ સ્ટોરેજમાંથી આવે છે અને તે ઓલરેડી પાકેલા હોય છે અથવા તો ઝડપથી પાકવા લાગે છે.અને પાછા તમે તેને ઘરે લાવીને પાછા ફ્રીઝમાં મૂકો છો તો તે વધારે પાકવા લાગે છે. તેની છાલ કાળી પડી જાય છે અને કેળા અંદર પણ ખરાબ થાય છે.

આ પ્રકારે બગડેલા કેળા, પોચા પડી ગયેલા કેળા ખાવાથી તમને રોગો થવાની શક્યતા ઉભી થાય છે. આથી તમને જણાવીએ કે હંમેશા કેળા જોઈએ એટલા જ ખરીદવા. એક સાથે 12, 16, 20 કેળા ન ખરીદવા જોઈએ. કારણકે કેળામાં સૌથી વધુ ખરાબ કેળા બગડવાની શક્યતા વધારે છે. તો કેળા હંમેશા તાજા લેવા ને ફ્રિજમાં બને ત્યાં સુધી ન મૂકવા જોઈએ.

લોટ: ગૃહિણીઓ ભાખરી, રોટલી, થેપલા, પરોઠા પ્રકારના લોટને જોવુ હોય તો તરત જ ફ્રીઝનું બારણું યાદ આવે અને ખોલીને ડબ્બામાં પેક કરીને મૂકી દે છે. પરંતુ આ લોટ ફ્રીજમાં રાખશો એટલે તે વાસી થશે અને આ લોટમાંથી બનેલા વ્યંજન ન ખાવા જોઈએ કારણ કે તેના મૂળભૂત પોષક તત્વો પ્રથમ તો ગુમાવી બેસે છે.

પરિણામે અનેક ગંભીર રોગો થવાની શક્યતા રહે છે. તમારે હંમેશા વાસી લોટ ખાવાનો આગ્રહ ન રાખવો જોઈએ અને હંમેશા તાજો જ લોટ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.

અહીંયા જણાવેલી ત્રણ વસ્તુઓ જો તમે ફ્રિજમાં મૂકીને ખાસો તો તમને નુકશાન થઇ શકે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવશો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *