આજે અમે તમને કમરના દુખાવામાં રાહત મેળવી શકાય તેવા કેટલાક ઘરેલુ આયુર્વેદિક ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી કમરના દુખાવામાં ઝડપથી રાહત મેળવી શકાશે. અત્યારના આધુનિક સમયમાં શરીરના દુખવા થવાની સમસ્યા વધુ જોવા મળે છે.
જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ આ સમસ્યા વધતી જ જોવા મળી રહી છે. નાના મોટા દરેક વ્યતિ દુખાવાની સમસ્યા થી પીડાઈ રહ્યા છે. અત્યારના સમયમાં 70 ટકા લોકોકમરના દુખાવાથી પરેશાન છે. કમરનો દુખાવો વઘારે પડતા વજન ઉંચકવાથી, એક જગ્યાએ બેસી રહેવાથી, વધારે પડતી કસરત કરવાથી આ બધી સમસ્યાના કારણે કમરના દુખાવા થવાનું કારણ બની શકે છે.
કમરના દુખાવાથી સમસ્યા હાલમાં દરેક વ્યકતિને થઈ રહી છે. વઘારે ખાટું ખાવાથી પણ કમરના દુખાવા થતા હોય છે. હાલમાં કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો છે. જેના કારણે આખો દિવસ કોમ્પ્યુટર પર બેસી રહીને જ કામ કરવું પડતું હોય છે. જેના કમરના દુખાવા વઘવા લાગે છે.
મોટાભાગે વધારે વજન હોય અને આખો દિવસ બેસી રહેવું પડતું હોય તેવા વ્યક્તિને આ કમરના દુખાવા થવાની સમસ્યા થઈ શકે છે. આવી રીતે અલગ અલગ કારણોના લીધે કમરનો દુખાવો થઈ રહ્યો છે.
કારણ દુખાવા ને દૂર કરવા માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવવા જય રહ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી દુખાવામાં રાહત મેળવી શકો છો. આ ઉપાય ઘરેલુ છે જે ખુબ જ અસરકારક સાબિત થશે.
કમરના દુખાવામાં સૂંઠ ખુબ જ ઉપયોગી છે. સૂંઠ ની તાસીર ગરમ હોય છે જે કમરના દુખાવાને મટાડવાના અસરકારક છે. આ માટે અડધી વાટકી દૂધ ને ગરમ કરીને અડધી ચમચી સૂંઠ પાવડર મિક્સ કરીને પીવાથી કમરના દુખાવામાં રાહત થશે. આ ઉપરાંત શરીરના દરેક દુખાવામાં રાહત મેળવવા માટે દૂધ અને સૂંઠ ખુબ જ ઉપયોગી છે. માટે તેનું સેવન સવારે અને રાત્રે બે વખત કરવાનું છે.
કમરના ગમે તેવા દુખાવા થતા હોય તો તેલથી માલિશ કરવી જોઈએ. માલિશ કરવા માટે બદામ તેલ અથવા સરસોનું તેલ નો ઉપયોગ કરવો જોઈએ. આ બંને માંથી કોઈ પણ એક તેલથી માલિશ કરવાથી ગમે તેવો દુખાવો હશે તો તે દૂર થઈ જશે.
કમરના દુખાવા આકરાના પાન નો ઉપયોગ કરી શકાય. આ માટે આકરાના પાનની બંને બાજુ બદામનું તેલ લગાવીને ગરમ કરી લો હવે તેને દુખાવા વાળી જગ્યા પર લગાવીને રહેવા દેવું. થોડીડ જ વારમાં દુખાવામાં રાહત મળશે.
જો તમને કમરનો દુખાવો હોય તો આદુનો ઉપયોગ કરી શકાય. આ માટે સૌથી પહેલા આદુને છીણીને પેસ્ટ બનાવી લો હવે તે આદુને કમર પર લગાવીને રહેવા દો. એવું થોડા દિવસ કરવાથી કમરના દુખાવામાં રાહત મેળવી શકશો.
કમરના દુખાવામાં હળદર પણ ખુબ જ કારગર સાબિત થશે. આ માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને પી જવું. આ પીણાંનું સેવન થોડા દિવસ કરવાથી કમરના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
મેથી દાણાંને પલાળીને તેના પાણીનું સેવન કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. આ બધા ઉપાય માંથી કોઈ પણ એક ઉપાય કરવાથી કમરના દુખાવા જલ્દીથી રાહત મેળવી શકાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.
