આજના સમયમાં પથરીની સમસ્યા ખુબજ વધતી જાય છે. આપણે જાણીએ છીએ કે પથરીનો દુખાવો ખૂબજ અસહ્ય હોય છે, પરંતુ ઘણા લોકો ઓપરેશનના ડરથી પથરીનો દુખાવો ચુપચાપ સહન કરે છે. પરંતુ ઓપરેશન વગર પણ પથરીને આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર દ્વારા ઓગાળી કે મટાડી શકાય છે. તો ચાલો જાણીએ ઘરેલુ ઉપાય વિષે.
સૌ પ્રથમ જાણીએ પથરીના લક્ષણો: સૌ પ્રથમ પથરીનો દુખાવો ખુબજ પીડાદાયક હોય છે. આ દુખાવાના લક્ષણો તેનાં આકાર, કદ અને શરીનનાં ક્યા ભાગમાં આવેલ છે તેની ઉપર આધાર રાખે છે. તમને જણાવીએ કે પથરી નાના કણથી માંડીને ઇંડાના કદ સુધીની પણ હોઈ શકે છે.
પથરીમાં શરીરના બંને પડખામાંથી-કમરમાંથી પેઢુની આસપાસ વધુ પીડા થવી, ડૂંટીમાં પીડા થવી, મૂત્રવાહિનીની નસોમાં તથા પેટમાં ભયંકર દુખાવો થવો, અચાનક મૂત્રનો માર્ગ રોકાય જવો, વારંવાર પીડા સાથે પેશાબ થવો, ઊલટી થવી, પેશાબમાં લોહી આવવું, બળતરાં થવી વગેરે લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.
પથરી થવાના કારણો: આજના સમયમાં પથરી થવી એ સામાન્ય બાબત થઇ ગઈ છે. તેના લક્ષણો દેખાતા જ તેનો ઇલાઝ શુરુ કરી દેવો આપણા માટે ખુબજ જરૂરી છે કારણકે પાછળથી ખુબજ હેરાન થવાનો વારો આવી શકે છે.
પથરી થવાના કારણોમાં ખુબ જ ઓછું પાણી પીવું, યુરીનમાં કેમિકલ ની માત્રા વધી જવી, શરીરમાં મિનરલ્સ ની ઉણપ થવી, ડીહાઈડ્રેશનની સમસ્યા, શરીરમાં વિટામીન ડી નું વધારે પ્રમાણ હોવું, જંક ફૂડ નું વધારે પડતું સેવન વગેરે કારણો હોઈ શકે છે.
ઓપરેશન વિના જ પથરીને આ ઉપાયથી કરો દૂર: પપૈયા: પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 15 ગ્રામ છાલને 150 ગ્રામ પાણીમાં લસોટી, વાટીને ગળી લો. ત્યારબાદ પથરીના દર્દીને જ્યારે જ્યારે તરસ લાગે ત્યારે આ પાણી આપો. આ પ્રયોગ સતત 20 દિવસ કરવાથી પથરી આપોઆપ ભાગીને ભૂક્કો થઈ બહાર નિકળી જશે.
બીલીપત્ર નો ઉપયોગ : પથરીને દૂર કરવા માટે સૌ પ્રથમ બીલીપત્ર ને પાણી માં નાખીને પીસી લો. ત્યારબાદ તેમાં ચપટી મરી પાવડર નાખીને સતત બે અઠવાડિયા સુધી સેવન કરવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
લીંબુ અને ઓલીવ ઓઈલ : આ ઉપાય માટે 3 ચમચી લીંબુનો રસ, અને તેના સરખા ભાગનું ઓલીવ ઓઈલ લઈને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ને જરૂરિયાત મુજબ પાણીમાં નાખીને પીવું. આ પાણી દિવસમાં 2-3 વાર પીવું. આ પ્રયોગ કરવાથી તમારી પથરી ચોક્કસ બહાર નીકળી જશે. આ પ્રયોગ પથરી નીકળ્યા પછી મ કરવો.
રોજ રાત્રે 40 ગ્રામ કળથી પલાળી રાખવી અને સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ભુક્કો થઈને બહાર નીકળી જાય છે. થોડા દિવસ ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પણ પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
લીંબુનો રસ નારિયેળના પાણીમાં મિક્સ કરી રોજ પીવાથી પણ પથરી નીકળી જાય છે. છાસમાં હળદર અને જૂનો ગોળ મિક્સ કરી પીવાથી પણ પથરી ઓગળી જાય છે.
કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે. આ સાથે પથરી માટે સૌથી કારગર ઉપાય પાણી છે. વધુમાં વધુ પાણી પીવાથી પથરી નાની હોય તો તેની જાતે જ બહાર નીકળી જાય છે.
દાડમનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે અને તેનું સિઝન દરમિયાન સેવન કરવાથી ક્યારેય પથરી થતી નથી. જો તમે પણ પથરીને સમસ્યાથી પરેશાન થઇ ગયા છો અને ઓપરેશન વગર જ પથરીનો ઈલાજ કરવા માંગો છો તો અહીંયા જણાવેલ ઉપાય કરીને તમે પથરીને દૂર કરી શકો છો.
જો તમને આ માહિતી ઉપયોગી જણાઈ હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો અને આવી જ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો