શિયાળામાં લોકો એવી વસ્તુઓનું સેવન કરવાનું પસંદ કરે છે જે શરીરની ગરમી જાળવી રાખવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.આવી જ એક વસ્તુનું નામ છે બાજરી.બાજરીમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને ફોલેટ વગેરે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
આ ખાવાથી પાચનતંત્ર મજબૂત થવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. બાજરી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. તો આવો જાણીએ કે શિયાળામાં બાજરીના સેવનથી વ્યક્તિને કેવા અદ્ભુત ફાયદાઓ થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક: બાજરીનો રોટલો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.બાજરીના લોટમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.
બાજરીથી હાડકાં મજબુત થશે : હાડકાંઓને મજબૂત રાખવા માટે શિયાળામાં બાજરી સૌથી સારો વિકલ્પ છે. બાજરીમાં રહેલ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હાડકાંઓને હેલ્ધી અને મજબૂત રાખે છે. ઠંડીની સિઝનમાં રોજ બાજરાનો રોટલો ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થતી નથી. જેથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે: શિયાળામાં બાજરીનો રોટલો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને મોસમી રોગો સામે પણ રક્ષણ મળે છે. બાજરો શરીરને અંદરથી ગરમ રાખે છે.જે ઠંડીમાં શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે : બાજરીના રોટલામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓને પણ દૂર રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ પણ તેના ઉપયોગથી દૂર થઈ શકે છે.
અપચાની ફરિયાદ દૂર રહેશે : શિયાળામાં બાજરી ખાવાથી અપચાની સમસ્યા દૂર થઇ શકે છે. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે.જેથી બાજરીના રોટલા ખાધા પછી તે સરળતાથી પચી જાય છે. સળતાથી પાચન થઈ જતા પાચનતંત્ર પણ દુરસ્ત રહે છે. કબજિયાત અને ગેસથી પરેશાન રહેતા લોકો બાજરીનો રોટલો ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. બાજરી ખાવાથી લીવર અને કિડનીમાંથી ઝેરી તત્વો દૂર થાય છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક: શિયાળામાં બાજરીનું સેવન તમારા શરીરને ગરમ રાખવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.બાજરીની રોટલીમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે.આ ખાવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
ત્વચા માટે ફાયદાકારક: બાજરીમાં આયર્ન, ઝિંક અને વિટામિન B9 વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે, જે ત્વચાની સંભાળની સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ બચાવે છે. જો કે, જો તમને પહેલાથી જ કોઈ રોગ અથવા એલર્જી છે, તો ડૉક્ટરને પૂછ્યા પછી જ તેનું સેવન કરો.
બાજરીથી થતું નુકશાન: તમને જણાવીએ કે કોઈ પણ વસ્તુનું વધુ સેવન નુકશાનકારક સાબિત થાય છે. બાજરા ની અંદર ગોઇટ્રોજન નામનું તત્વ હોય છે જે થાઇરોડ માટે જવાબદાર હોર્મોન્સ મા વધારો કરે છે માટે બાજરીનું અતિસય સેવન કરવું નહિ. આ ઉપરાંત બાજરીનું જો વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે ઓ તમારી સ્કીન ડ્રાય થવાની સમસ્યા ઉદ્ભવે છે.
બાજરીના લોટ સહિત બાજરીમાં રહેલા ઓક્સાલેટ્સ કિડનીમાં પથરીની સમસ્યાનું કારણ બની શકે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી અકરણકે આવું ત્યારે થાય છે જ્યારે તે ખૂબ જ વારંવાર અને યોગ્ય રીતે રાંધ્યા વિના ખાવામાં આવે છે.
જો તમે હજી સુધી શિયાળામાં બાજરીનો રોટલો ખાવાનું શરુ નથી કર્યું તો આજથી જ બાજરીના રોટલા ખાવાના શરુ કરો. જો તમને બાજરી વિષેની આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને આગળ મોકલો.