આજકાલ દરેક લોકો સુંદર દેખાવા માંગે છે પરંતુ બધા લોકો સુંદર દેખાઈ શકતા નથી. ગ્લોઇંગ સ્કિન માટે મહિલાઓ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તમે તમારા રસોડામાં હાજર ઘણી વસ્તુઓ ઉપયોગ કરીને પણ ત્વચાની સુંદરતામાં વધારો કરી શકો છો.
રસોડામાં રહેલી આ વસ્તુઓ સુંદરતા વધારવા માટે કારગર સાબિત થઈ શકે છે. તમે રસોઈ અને સફાઈ માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરો છો. પરંતુ તેનો ઉપયોગ કરીને તમે સુંદરતા પણ વધારી શકો છો. આ લેખમાં, અમે તમને જણાવીશું કે ત્વચા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કેવી રીતે કરવો.
ટેનિંગ : જો તમને તમારી ત્વચા પર ટેનિંગની સમસ્યા છે, તો બેકિંગ સોડા મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે એક ચમચી વિનેગરમાં બેકિંગ સોડા પાવડર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો, 5 થી 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર આ પ્રક્રિયા કરી શકો છો.
ખીલની સમસ્યા : બેકિંગ સોડાનો ઉપયોગ કરીને ખીલની સમસ્યા દૂર કરી શકાય છે. આ માટે બેકિંગ સોડામાં એક ચમચી પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ઘટ્ટ રાખો, હવે તેને ચહેરા પર લગાવો અને 4 થી 5 મિનિટ પછી પાણીથી ધોઈ લો. ખીલની સમસ્યાથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો.
ચમકતી ત્વચા માટે : બેકિંગ સોડાનો ઉપયોગ ત્વચાને ચમકદાર બનાવવા માટે કરી શકો છો. આ માટે બેકિંગ સોડા અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો, હવે તેને ચહેરા પર લગાવો. 5-10 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
ત્વચામાં ખંજવાળની સમસ્યા : બેકિંગ સોડામાં બળતરા વિરોધી ગુણ હોય છે. જે ત્વચાની ખંજવાળ અને બળતરાને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે બેકિંગ સોડા અને નારિયેળ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમે ચહેરા પર પાંચ મિનિટ સુધી લગાવી શકો છો. તેને પાણીથી સાફ કરો.