આજના સમયમાં હાડકા અને સાંધામાં થતાં દુઃખાવાની સમસ્યા ખુબ જ વધી ગઈ છે. આ સમસ્યા નાની ઉંમરના લોકોથી લઈને મોટી ઉંમરના દરેકમાં લોકોમાં જોવા મળે છે. તો આજે આ આર્ટિકલમાં તમને હાડકા અને સાંધામાં થતાં દુઃખાવા વિશે તમને જણાવીશું.

આજે તમને હાડકા અને સાંધામાં થતાં દુઃખાવા માટે એક ફળ વિશે વાત કરીશું જે ફળ હાડકાં અને સાંધાના દુખાવા માટે રામબાણ સાબિત થાય છે. આ ફળ ખાસ કરીને વૃદ્ધાવસ્થા એટલે કે 40 થી 65 વર્ષ પછી ની ઉંમર માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.

તો અહીંયા તમને જે ફળ વિષે જણાવીએ રહ્યા છીએ તે ફળનું નામ છે કેળુ. કેળા બજારમાં બારેમાસ તમને ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તમને જણાવીએ કે એક કેળામાં ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ હોય છે. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ શરીરમાંથી કેલ્શિયમની ઉણપ થતી જોવા મળે છે.

આથી જ 40 વર્ષ પછી મોટાભાગના લોકોમાં હાડકા અને સાંધાના દુઃખાવાની સમસ્યા થાય છે. પરંતુ જો 40 વર્ષની ઉંમર પછી નિયમિત 2 થી 3 કેળા ખાવામાં આવે તો શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે.

દરરોજ 2 થી 3 કેળા ખાવાથી શરીર માં નબળાઈ દૂર રહે છે અને શરીર ને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. આ સિવાય વધારે ઉમરની વ્યક્તિઓમાં હૃદય અથવા હૃદય રોગની જે લોકોને સમસ્યા હોય, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેમાં કેળા ખાવા ફાયદાકારક સાબિત થાય છે.

કેળામાં મહત્વપૂર્ણ તત્વ પોટેશિયમ રહેલું છે. કેળામાં પોટેશિયમ ની માત્રા ખુબ જ વધુ હોવાથી તે તમારા હૃદયની કાર્યક્ષમતાને ખૂબ મજબૂત બનાવે છે. આથી હૃદયની તકલીફવાળા લોકો માટે કેળુ અમૃત સમાન છે.

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય, વારંવાર બીપી વધી જવાની સમસ્યારહેતી હોય તેવા લોકો માટે પણ કેળા રામબાણ છે. આ સાથે જ રોજ કેળાનુ સેવન કરવાથી નબળી પાચનશક્તિ ખુબજ મજબૂત થાય છે. પાચનશક્તિ મજબૂત થવાથી પેટમાં ગેસ, એસિડિટી અને કબજીયાતની સમસ્યા થતી નથી.

હવે કેળા ક્યારે ખાવા જોઇએ એ જાણવું પણ ખુબજ જરૂરી છે જેથી જેથી તેનો આપણે ભરપૂર લાભ મેળવી શકીએ. તો દરરોજ જમ્યા પછી એક કેળુ ખાવું ખુબજ ફાયદાકારક છે. દિવસમાં બે થી ત્રણ વાર જમતા હોય તો જમ્યા પછી એક કેળુ ખાઈ લેવાનુ છે જેથી પેટની સમસ્યા થશે નહી.

કેળામાં આયર્ન નામનો એક બીજો ગુણ રહેલો છે જે લોકોને લોહીની સમસ્યા હોય તેવા લોકો માટે ખુબજ ફાયદાકારક છે. ખાસ કરીને જે સ્ત્રીઓમાં પુરુષો કરતા વધુ લોહીની ઉપણ વધુ જોવા મળે છે જેથી તેમના માટે રોજ એક કેળુ ખાવું ખુબજ ગુણકારી સાબિત થાય છે.

કેળું ખાતા પહેલા એક વાતનું ધ્યાન રાખો કે કેળું પાકું હોય તેજ ખાવું. કારણકે કાચું કેળું ખાવાથી પેટની સમસ્યા વધી શકે છે અને પેટ ભારે ભારે થઈ ગયું હોય તેવો અનુભવ પણ થઇ શકે છે. આ ઉપરાંત ધ્યાન રાખો કે એક સાથે વધુમાં વધુ બે જ કેળા ખાવા. વધુ કેળા એકસાથે ખાવા ન જોઇએ.

જો તમારી ઉંમર પણ 40 વર્ષ થઇ ગઈ છે તો તમારે પણ દરરોજ બે થી ત્રણ કેળા ખાવાના શરુ કરવા જોઈએ જેથી તમને પણ હાડકા અને સાંધાની કોઈ પણ સમસ્યા થાય નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *