આજે અમે તમને જણાવીશું કે હાડકા અને સાંધામાં થતા દુખાવા વિશે. અત્યારના સમયમાં મોટાભાગના દરેક લોકોને સાંધા અને હાડકા દુખાવાની સમસ્યા વધારે જોવા મળે છે. અત્યારે તો નાની ઉંમરમાં પણ આ સમસ્યા વધવા લાગી છે.

તો આજે આપણે આ આર્ટિકલમાં એક એવા ફળ વિશે વાત કરીશું જે હાડકા અને સાંધાના દુખાવામાં ખુબ જ ઉપયોગી અને કારગર સાબિત થાય. ખાસ તો આ ફળ 55-60 વર્ષે પછી ની ઉમર માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

આપણે જે ફળની વાત કરી રહ્યા છીએ તેને બધા જાણે છે. તે ફળ નું નામ કેળું છે. અત્યારના સમયમાં આ ફળ ખુબ જ આસાનીથી મળી રહેશે. આ નાના દેખાતા ફળમાં ખુબ જ વધારે પ્રમાણમાં કેલ્શિયમ નું પ્રમાણ હોય છે. માટે 55-60 વર્ષે થયા પછી પણ હાડકા અને સાંધાના દુખાવામાં આ ફળ કેલ્શિયમની ઉણપ દૂર કરી શકે છે. નિયમિત રૂપે બે થી ત્રણ કેળા નું સેવન કરવું જોઈએ.

નિયમિત રૂપે બે થી ત્રણ કેળા ખાવામાં આવે તો તે શરીરની નબળાઈને દૂર કરે છે અને ભરપૂર પ્રમાણમાં પ્રમાણમાં એનર્જી મળે છે. આ ઉપરાંત વધારે ઉંમરની વ્યક્તિને હૃદય રોગ, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેમના માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

કેળામાં રહેલા પોટેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો ની માત્રા વધુ હોવાથી હૃદય ની કાર્યક્ષમતા ખુબ જ મજબૂત બનાવે છે. જેથી હૃદય રોગના દર્દી માટે આ ફળ અમૃત સમાન છે.

જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા, હાઈ બીપી ની સમસ્યા હોય તેમને કેળાં નું સેવન અવશ્ય કરવું જોઈએ તે રામબાણ સાબિત થશે. દરરોજ કેળા ના સેવનથી પાચનતંત્ર મજબુત બને છે. અને પેટમાં ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યા થતી નથી.

કેળાં નું સેવન ક્યારે કરવું જોઈએ જેથી વધારે લાભ મળી રહે. દરરોજ જમ્યા પછી એક કેળું ખાઈ લેવું જોઈએ. ધ્યાન એ રાખવાનું કે તે કેળું પાકું હોવું જોઈએ. દિવસમાં તમે બે કે ત્રણ વાર જમો તો જમ્યા બાદ એક કેળાનું સેવન કરી લેવું. જેના કારણે પેટની સમસ્યા થશે નહીં.

કેળામાં આયર્ન ગુણ રહેલ છે. જે લોકોને લોહીની સમસ્યા હોય તેમને દરરોજ એક કેળું ખાવું ફાયદાકારક છે. બહેનોમાં લોહીની ઉણપ વધારે જોવા મળે છે. જેથી તેમને દરરોજ એક કેળું ખાવું ગુણકારી છે. તે લોહીની કમીને દૂર કરી દેશે.

એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે કેળું પાકું જ ખાવાનું. અને કાચું કેળું ખાવાથી પેટની સમસ્યા વધી પણ શકે છે. આ ઉપરાંત શરીના કોઈ પણ ભાગ માં દાઝી ગયા હોય તો તેના પર કેળાની છાલની પેસ્ટ લગાવવી જેથી તે ભાગ જલ્દીથી સારો થઈ જાય.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *