નાની ઉંમરે જ ઘણા લોકોને દાઢીમાં સફેદ વાળ આવી જતા હોય છે. તેના કારણે વ્યક્તિ ખુબ જ અસમંજસનમાં આવી જતા હોય છે.દાઢીમાં સફેદ આવવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેને જાણવા ખુબ જ જરૂરી છે. આજે અમે તમને એવો એક ઉપાય જાણાવીશું જેની મદદથી દાઢીમાં આવેલ સફેદવાળ દૂર થઈ જશે.

દાઢીમાં સફેદ વાળ આવવાના કારણો: વધારે પડતા તણાવ, ટેન્શન, ડિપ્રેશન, સ્ટ્રેસ, વધારે પડતા કામનું ટેન્સન, વધારે વિચારો આવતા હોય, વધારે પડતી દવાઓ ખાવી જે સફેદ વાળ આવવાના કારણો હોય છે, વધારે પડતા ટેન્સન ના કારણે આપણે સમય સર ખાઈ પણ નથી શકતા અને પાણી પણ ખુબ જ ઓછું પિતા હોઈએ છીએ.

જેના કારણે ડાયજેશન ખરાબ થાય છે જેના કારણે શરીરમાં ટોક્સિન અને ફી રેડિકલ્સ ની માત્રામાં વધારો થાય છે, આ ઉપરાંત ઓક્સિજન લેવલ પણ ખુબ જ ઓછું થઈ જતું હોય છે. સફેદ વાળ થવા કુદરતી પ્રક્રિયા છે જે વાળને પૂરતું પોષણ ના મળવાના કારણે સફેદ થવા લાગે છે.

પરંતુ સફેદ થતા વાળને કંટ્રોલમાં લાવવા અને સફેદ વાળને ફરીથી કાળા કેવી રીતે બનાવવા તટે આપણા હાથમાં હોય છે, આ માટે વાળને પૂરતું ઓક્સિજન અને પોષણ મળી રહેવું જોઈએ જેથી કુદરતી રીતે દાઢી અને મૂછોના સફેદ થયેલ વાળ કુદરતી રીતે કાળા થઈ જશે.

દાઢી અને મૂછોના સફેદ વાળને કાળા કરવાનો ઘરેલુ ઉપાય: સૌથી પહેલા એક કાચનો બાઉલ લઇ લો, હવે તેમાં એક ચમચી બદામનું તેલ લેવાનું છે, ત્યાર પછી તેમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરવાનો છે હવે બંને મિક્ષણ ને બરાબર મિકસ કરી લો, હવે આ મિક્ષણ ને દાઢીના વાળમાં લગાવ્યા પહેલા દાઢીના વાળને બરાબર શેમ્પુ અથવા ફેસવોસની મદદથી ધોઈ ને સાફ કરી લો. જેથી દાઢીના વાળમાં ધુળમાટી ચોંટી હોય તે દૂર થઈ જાય.

આ ઉપાય રાત્રે સુતા પહેલા કરવાનો છે. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવીને પાંચ મિનિટ સુધી મસાજ કરવાની છે અને આખી રાત માટે રહેવા દેવાનું છે. આ રીતે આખી રાત લગાવીને રહેવા દેવાથી બદામ તેલ અને લીંબુમાં રહેલ પોષક તત્વો આપણા વાળને ખુબ જ સરળતાથી મળી રહેશે.

સતત સાત દિવસ આ મિક્ષણની પાંચ મિનિટ સુધી માલિશ કરવાથી નાની ઉંમરે દાઢીના સફેદ વાળને કાળા બનાવી દેશે. લીંબુમાં રહેલ તત્વ દાઢીના વાળને એકદમ ઘાટા કાળા અને સિલ્કી બનાવી દેશે. આ દાઢીના સફેદ વાળને કાળા બનાવવાનો આ ઉપાય 100% અસરકારક અને કારગર સાબિત થશે.

દાઢીના સફેદ વાળને કાળા બનાવવા માટે આ ઉપાય ની સાથે આપણી ખાણી પીણી પર પણ પૂરતું ઘ્યાન આપવું પડશે જેથી કુદરતી રીતે થવા સફેદ વાળને અટકાવી વાળને પાછા કરી શકાશે. આ માટે આ ઉપાય સાથે રોજિંદા જીવનમાં આટલી વસ્તુનો સમાવેશ કરવો જોઈએ.

અનુલોપ વિલોપ યોગ: અનુલોપ વિલોપ કરવાથી શરીરમાં ઓક્સિજન લેવલ કંટ્રોલમાં રહેશે. જેના કારણે ફ્રી રેડિકલ્સ ટોક્સિન બનતા અટકી જશે જેથી તણાવ અને સ્ટ્રેસ પણ ખુબ જ ઓછો થઈ જશે. આ માટે રોજિંદા જીવનમાં 10 મિનિટ આ યોગ કરવો જોઈએ જેથી દાઢીના સફેદ વાળને કુદરતી રીતે કાળા બનાવવામાં મદદ કરશે.

દાઢીના વાળને સફેદ કરવા માટે રોજે આહારમાં હેલ્ધી ડાયટનો સમાવેશ કરવો જોઈએ. આ માટે સવારનો નાસ્તો હેલ્ધી ખાવો જોઈએ. આ માટે સવારે નાસ્તામાં ફણગાવેલ કઠોળ, પલાળેલા સૂકા મેવામાં કિસમિસ અખરોટ અને બદામનો સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત દિવસ દરમિયાન સલાડ અને સીઝનમાં મળતા ફ્રૂટ્સ શાકભાજીનો પણ સમાવેશ કરવો જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *