આ નાનું દેખાતું બીટનું સેવન કરવાથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે. બીટમાં મુખ્યત્વે આયર્ન, સોડિયમ,વિટામિન-સી, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન-બી6, વિટામિન-બી12, ફોસ્ફરસ જેવા પોષક તત્વો આવેલ છે. બીટમાં આયર્ન નું પ્રમાણ પુષ્કર પ્રમાણમાં હોવાથી શરીરમાં લોહી ઝડપથી વઘે છે.

તમે બીટનું સેવન જ્યુસ, હલવો, કે સલાડના રૂપમાં સેવન કરી શકો છો. બીટનું જ્યુસનું સેવન આપણા શરીર માટે ખુબ જ સારું માનવામાં આવે છે. લાલ બીટમાં પ્રોટીન, વિટામિન, કાબોહાઈડ્રેટ વધારે હોય છે. બીટને તમે ડાયટમાં સામેલ કરી શકો. આજે અમે તમને આ આર્ટિકલમાં બીટના સેવન થી થતા ફાયદા અને બીટનું જ્યુસ બનાવવાની રીત વિશે જણાવીએ.

લોહીમાં વધારો કરે : નિયમિત બીટનું સેવન કરવામાં આવે તો ખુબ જ ઝડપથી લોહીની કમીને પુરી કરે છે. બીટમાં આયર્ન નું પ્રમાણ હોય છે. બીટમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણધર્મો આવેલ છે જેના કારણે અનેક રોગો સામે લડવાની ક્ષમતા પુરી પડે છે. બીટનું જ્યુસનું સેવન લોહી ની વૃદ્ધિ માટે ખુબ જ ઉપયોગી છે.

હાડકાને સ્ટ્રોંગ કરે : હાડકાને સ્ટ્રોંગ કરવા માટે બીટનું સેવન સૌથી શ્રેષ્ટ માનવામાં આવે છે. બીટ માં કેલ્શિયમ ખુબ જ વધારે હોવાથી હાડકા મજબુત થાય છે. હાડકામાં દુખાવો અને શરીરમાં નબળાઈને દૂર કરવા બીટના જ્યૂસનું સેવન કરવું જોઈએ.

બલ્ડપ્રેશરને નિયંત્રિત કરે : જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમના માટે ખુબ જ ફાયદાકારક છે. બીટના રસમાં નાઈટ્રેટ્સ હોય છે જે લોહીના દબાણને ઘટાડે છે. માટે બીટના જ્યૂસના સેવનથી બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. બલ્ડ પ્રેશરને વઘવા દેતું નથી.

ડાયાબિટીસ રોગમાં : જે વ્યક્તિ ડાયાબિટીસ થી પીડાય છે તેમના માટે બીટ ઉત્તમ છે. બીટનું નિયમિત સેવન કરવાથી બલ્ડ સુગર લેવલ જાળવી રાખે છે. માટે નિયમિત બીટના જ્યૂસનું સેવન કરવું જોઈએ. અને તમે બીટને સલાડ તરીકે આહાર માં સમાવેશ કરવું જોઈએ.

હૃદય માટે ઉપયોગી : હૃદય રોગના દર્દી માટે બીટનું સેવન કરવું અતિ ઉત્તમ માનવામાં આવે છે. તેના સેવનથી હાયપર ટેંશન અને લગતી બીમારીનું જોખમને ઘટાડે છે.

પાચન શક્તિમાં વધારો : પેટને લગતી અનેક સમસ્યામાં બીટ લાભદાયક છે. સવારે ખાલી પેટ બીટના જ્યુસમાં મઘ ઉમેરીને પીવાથી પેટને લગતી દરેક સમસ્યા દૂર થાય છે. અને પચનતંત્ર ને મજબૂત કરી ને પાચન ક્રિયામાં સુધારો કરે છે.

ત્વચા માટે : બીટના જ્યૂસનું સેવન કરવાથી ત્વચામાં ત્વચામાં નિખાર આવે છે. બીટના સેવનથી કરચલી દૂર થાય છે. બીટના સેવનથી આખા શરીરમાં લોહીનું પરિવહન ખુબજ સારું થવાના કારણે ત્વચા સુંદર અને ચમકદાર બનાવે છે. બીટનો રસ કાઠીને ચહેરા પર લાગવાથી લાભ થાય છે. પાણીમાં બીટ નાખીને તે પાણીને ઉકાળી લો. તે પાણીને ચહેરા પર લગાવાથી ખીલ પણ દૂર થઈ જાય છે.

ગર્ભવતી મહિલા માટે : બીટના જ્યૂસના સેવનથી ગર્ભવતી મહિલા માટે ખુબ જ લાભદાયક સાબિત થશે. બીટમાં રહેલ ફોલિક એસિડની માત્રા ખુબ જ પુષ્કર હોવાથી ગર્ભવતી મહિલાઓ અને જન્મેલા બાળકો માટે બીટ ખુબ જ લાભદાયક છે.

બીટનું જ્યુસ બનાવાની રીત : સૌથી પહેલા બીટના ટુકડા કરી લો, અડઘા ગ્લાસ પાણી અને બીટના ટુકડાને મિક્સરમાં પીસી દો, ત્યારબાદ તે રસને એક ગ્લાસ માં નીકાળી લો, એમાં અડધી ચમચી લીંબુનો રસ અને ચપટી સંચળ નાખીને મિક્સ કરો લો. બીટનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. આ જયુસને નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીમાં ફાયદો થશે.

બીટના જ્યુસ નું સેવન આપણા શરીર માટે ખુબ જ ઉપયોગઈ સાબિત થશે. તેના સેવનથી અનેક બીમારીમાં રાહત મળશે. તમે બીટનો ઉપયોગ દરરોજ સલાડ માં કરી શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *