જયારે તમને કોઈ પણ વ્યક્તિની વાત ગમતી હોય વ્યક્તિ કામ સારું કરે ત્યારે પ્રોત્સાહન આપવા અને ઉત્સાહ વઘારવા માટે તમે તાળી તો જરૂર વગાડી જ હશે. પરંતુ આખી દુનિયામાં એવા ભાગ્ય જ લોકો હશે જેમને તાળી ના પાડી હોય. દુનિયામાં મોટાભાગના લોકો તાળી પાડવાના ફાયદા વિષે જાણતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક તાળી પાડવાના ફાયદા વિષે જણાવીશું જે જાણીને તમે પણ રોજે તાળી પાડવાની ટેવ પાડી લેશો.

આપણે જયારે પણ ભજન કીર્તન એકે આરતી કરતા હોઈએ છીએ ત્યારે ચોક્કસ પાને તાળીઓ વગાડતા હોઈએ છીએ. પરંતુ આપણે આ બધું શ્રદ્ધા ભાવ માટે કરતા હોઈએ છીએ, સ્વાસ્થ્ય માટે નહીં. પરંતુ હવેથી તમે પણ તમારા આરોગ્ય માટે તાળીઓ વગાડતા થઈ જશો.

નિષ્ણાત અનુસાર તાળી પાડવી તે એક યોગ છે, આપણે કોઈ પણ યોગ કરતા હોઈએ ત્યારે મુદ્રાઓ કરતા હોઈએ છીએ તેવી જ રીતે તાળી પાડવી તે પણ એક યોગ ની મુદ્રા છે. નિષ્ણાતોનું માનવું છે કે માત્ર તાળી વગાડવામાં એટલી બધી શકતી છે જે ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે. સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા મેળવવા તાળી પાડતી વખતે હાથની આંગળીથી આંગળી અને હથેળી થી હથેળી એક બીજાને ટકરાવવી ખુબ જ જરૂરી છે.

આવી રીતે આપણે તાળી પાડીએ છીએ ત્યારે આપણા લોહીનો પ્રવાહ વધે છે જે આપણી રક્તવાહિનીમાં આવેલ અનેક અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ખરાબ કોલેસ્ટ્રોલ પણ દૂર થઈ જાય છે. જેમને આંખોમાં દેખાવાનું ઓછું થઈ ગયું હોય અને આંખો કમજોર પડી ગઈ હોય તમને રોજે વહેલી સવારે ટાળી 301 વખત તાળી પાડવી જોઈએ. જેથી આંખોમાં ઓછું દેખાવાની સમસ્યા દૂર થઈ શકે છે.

પરંતુ તાળી પાડતા પહેલા હથેળીમાં નારિયેળ, સરસવ અને તલનું તેલ લગાવવું જોઈએ કારણે તાળી પડતી વખતે તે તેલ શરીર માં જાય છે. તાળી પાડવાથી શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જા ના તરંગો શરીરમાંથી બહારના નીકળે એ માટે મોજા અને બુટ ચંપલ પહેરવા જોઈએ. તાળી વગાડતી વખતે હાથ ઢીલા રાખવા જોઈએ, આ ઉપરાંત આંગળીઓ અને હથેળીઓ એકબીજાને અથડાવવી જોઈએ.

આ તાળી પાડવાના સૌથી વધુ ફાયદા મેળવવા માટે ઓછામાં ઓછી 301 વખત તાળી પાડવી જોઈએ. તાળી પડવાથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, માનસિક તણાવ, માથાનો દુખાવો, માઈગ્રેન, અસ્થમા, આર્થરાઈટિસ, વાળ ખરવા, આંખો ની કમજોરી જેવી સમસ્યામાં ખુબ જ ઝડપથી રાહત મળે છે, તો ચાલો તાળીઓ પાડવાથી થતા સ્વાસ્થ્યને ફાયદા વિષે જણાવીશું.

દરરોજ સવારે તાળીઓ પાડવાથી સંધિવાના દુખાવા મટે છે. માટે સતત 6 મહિના આ તાળી પાડવાનો મુદ્રા કરવી જોઈએ જેથી શરીરમાં લોહીનો રક્ત પ્રવાહ વઘે જે સંધિવા રોગને મટાડવા ઉપયોગી છે. રોજે આ મુદ્રા સવારે કરવાથી ફેફસા અને યકૃતને લગતી બીમારીઓ દૂર થઈ ફેફસા અને યકૃતને સ્વસ્થ રાખશે.

રોજે આ એક યોગને સવારે કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે જેથી હૃદય ને લગતી અનેક બીમારી માંથી છુટકાળો મળશે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખશે. આ એક આવી ક્રિયા છે જેને સવારે કરવાથી શરીરમાં દરેક અંગોને સરળતાથી લોહી પહોંચે જથી ભરપૂર ઉર્જા અને એનર્જી મળે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વઘારવામાં મદદ કરે છે. તાળીઓ પડવાથી નસો અને ઘમનીઓમાં રક્તપ્રવાહ ખુબ જ સરળ બને છે જેથી શરીરના સ્નાયુઓમાં થતા તણાવને દૂર કરવામાં ઉપયોગી બને છે.

હથેળીની નસો માથા સાથે જોડાયેલ હોવાથી તાળીઓ પડવાથી દમ, માથાનો દુખાવો, માઈગ્રેન જેવી બીમારીને દૂર કરે છે. આ ઉપરાંત વાળને ખરતા અટકાવવા માટે તાળીઓ પાડવી ખુબ જ ફાયદાકારક છે. વાળને લગતી દરેક સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. તાળીઓ પડવાથી ડાયાબિટીસ રોગ નિયંત્રણમાં રહે છે.

તાળીઓ પડવાથી યાદશક્તિમાં વધારો થાય છે કારણકે હાથની આંગળીઓની નસો સીધી મગજ સાથે જોડાયેલ હોય છે જેથી મેમરી પાવર વધવામાં મદદ મેળવી શકાય છે, માટે નાના બાળકો માટે આ તાળી પાડવાની મુદ્રા જરૂર કરાવવી શકાય છે. સાંઘાના દુખાવા જેવી સમસ્યામાં પણ તાળી પડવાથી દુખાવામાં રાહત મળશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *