આપણા સ્વાસ્થ્ય માટે ખજૂર ખાવી ખુબ જ ફાયદાકારક છે. ખજૂરના બે થી ત્રણ ટુકડાનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ જાય છે. આ ઉપરાંત હૃદયને પણ સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. ખજૂરનું સેવન નિયમિત કરવાથી શરદી અને કફમાં રાહત આપવાનું કામ કરે છે.
દરરોજ માત્ર બે થી ત્રણ ખજૂરના ટુકડાનું સેવન કરવાથી મગજ ની કમજોરીને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત દમના રોગમાં પણ ખજૂરનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તમે ખજૂરનું સેવન દૂઘ સાથે પણ કરી શકો છો. માટે આજે અમે તમને ખજૂર ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
દરરોજ ખજૂરનું સેવન કરવાથી લોહીએ શુદ્ધ થાય છે અને શરીરમાં હિમોગ્લોબીન વઘારવામાં મદદ કરે છે. દરરોજ એક ગ્લાસ દૂઘ સાથે 2-3 ખજૂરના ટુકડા નાખીને સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે અને માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે.
કફની પ્રકૃતિ વાળા વ્યક્તિએ ખજૂર ખાવાથી ખુબ જ ફાયદો થાય છે. ખજૂરનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા કબજિયાતમાં રાહત આપવામાં મદદ કરે છે. માટે પેટની દરેક સમસ્યા માંથી છુટકાળો મેળવવા માટે દરરોજ બે ખજૂરનું સેવન કરવું જોઈએ.
ખજૂરનું સેવન કરવાથી પેશાબ અટકીને આવતો હોય તો તે સમસ્યા દૂર કરીને પેશાબ ને ફાસ લાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગરમ દૂઘ કરીને ખજૂર નાખીને સેવન કરવાથી વીર્ય શક્તિમાં પણ વઘારો થાય છે.
જો શરીરમાં ગરમી રહેતી હોય તો ખજૂરના ટુકડાનો જ્યુસ પીવાથી ફાયદો થાય છે. ખજૂરનું સેવન નાના બાળકો માટે પણ ફાયદાકારક છે. માટે નાના બાળકોને દિવસમાં 2 ખજૂર નું સેવન કરવું જોઈએ.
ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક છે. દૂઘ અને ખજૂર નું સેવન કરવાથી વજન વધારવામાં મદદ કરે છે. માટે જેમને વજન વધારવું હોય તેમના માટે આ ડ્રિન્ક રામબાણ સાબિત થશે.
શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય તો તેને દૂર કરવામાં ખજૂર ખુબ જ ઉપયોગી છે. માટે ખજૂર ને દૂઘ માં મિક્સ કરીને પીવાથી શરીરમાં શારીરિક નબળાઈ ને પણ દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આંખો નીચે કાળા કુંડાળા હોય તો તેને પણ દૂર કરવામાં મદદ કરે છે.
ખજૂરનું સેવન કરવાથી શરીરમાં સ્ટેમિનાર વઘે છે. હાથ પગ દુખવા કે બેચેની રહેતી હોય તો 2થી 3 ખજૂરનું સેવન કરવું ફાયદાકારક માનવામા આવે છે. ખજૂરના બે થી ત્રણ ટુકડાનું નિયમિત સેવન કરવાથી આંતરડાના કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે.
ખજૂરમાં વિટામિન-એ, પ્રોટીન, ફાયબર, વિટામિન-બી1, વિટામિન-બી2, વિટામિન-સી જેવા પોષક તત્વો મળી આવે છે. ખજૂરનું સેવન કરવું ખુબ જ ગુણકારી છે. ખજૂર શરીરને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત ખજૂરનું સેવન કરવાથી અનેક બીમારીથી બચવામાં મદદ કરી શકે છે.