બદામ અને દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. દૂઘને એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. અત્યારના સમયમાં દરેક લોકો પોતાના આરોગ્ય માટે ખુબ જ સતર્ક થવા લાગ્યા છે. પરંતુ ઘણા લોકોની વ્યસ્ત જીવન શૈલીના કારણે વ્યક્તિ તેમના સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન આપી શકતા નથી. જેના કારણે તેમને ઘણી પરેશાનીનો કરવો પડતો હોય છે.
પરંતુ જો દરેક વ્યકતિ પોતાના માટે રાત્રે સુવાના એક કલાક પહેલા માત્ર જો પાંચ મિનિટનો ટાઈમ કાઢે તો તે તેમના શરીરને હંમેશા સ્વસ્થ અને હેલ્ધી રાખી શકે છે. આ માટે તમારે દરરોજ દૂધ અને ત્રણ બદામનું સેવન કરવું પડશે.
આપણા શરીરને હંમેશા પૌષ્ટિક અને હેલ્ધી આહારની જરૂર પડતી હોય છે. તેવામાં આ ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ડિન્કનું સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે. આ ઉપરાંત તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જે આપણા શરીરના હાડકાને મજબૂત બનાવે છે. આજે અમે તમને બદામનું દૂધ પીવાના ફાયદા અને તેને બનાવવાની રીત વિશે જણાવીશું.
બદામનું દૂધ બનાવવાની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ દૂઘ લઈને નવશેકું ગરમ કરી લો, ત્યાર પછી તેને એક ગ્લાસમાં નીકાળી લો, ત્યાર પછી ત્રણ બદામ લઈને તેને છીણીને દૂઘ માં નાખીને એક મિનિટ સુધી હલાવો અને બે મિનિટ પછી તે ડ્રિન્કને પી જવું. આ ડ્રિન્ક રાત્રે સુવાના એક કલાક પહેલા બનાવીને પી જવું.
બદામના દૂઘના ફાયદા: બદામ વાળા દૂઘમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફાયબર, વિટામિન-કે, વિટામિન-ઈ, પ્રોટીન, ઝીંક, કોપર પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. માટે એક ગ્લાસ બદામ વાળા દૂઘનું સેવન કરવાથી આપણા શરીરમાં ઈન્સ્ટન્ટ એનર્જી મળી રહે છે. જે આપણા શરીરને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. ગરમીની ઋતુમાં આ ડ્રિન્ક ખુબ જ લાભદાયક સાબિત થાય છે.
પાચનક્રિયા સુઘારે: આ ડ્રિન્કમાં ફાયબરની માત્રા સારા પ્રમાણમાં મળી આવે છે. જે આપણા શરીરની ડાયજેશન સિસ્ટમને સુધારવાનું કામ કરે છે. જે આપણે ખધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે. જેથી આપણી ક્રિયામાં સુધારો થાય છે જેથી કબજીયાત, ગેસ, અપચાની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.
હીમોગ્લોબિનની ઉણપ: આ ડ્રિન્કમાં ભરપૂર આયર્ન મળી આવે છે. જે આપણા શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે. ખાસ કરીને મહિલાઓમાં લોહીની ઉણપ સર્જાતી હોય છે. તેવામાં આ ડ્રિન્કનું સેવન કરવું જોઈએ જેથી હિમોગ્લોબીનના સ્તરમાં વઘારો કરી શકીએ. જો તમે દરરોજ આ ડ્રિન્કનું સેવન કરશો તો અનેક રોગો સામે લડવાની ક્ષમતામાં વઘારો થાય છે.
અનિદ્રાની સમસ્યા: આજના સમયમાં ઘણા લોકો તેમની ખરાબ ટેવના કારણે અનિદ્રાની સમસ્યાના શિકાર બની શકે છે. જો તમે સારી ઊંઘ મેળવા માંગતા હોય તો સુવાના એક કલાક પહેલા એક ડ્રિન્ક પી જાઓ જેથી તમારું મગજ શાંત થશે અને સારી ઊંઘ પણ લાવવામાં મદદ કરશે. આ ડ્રિન્કનું નિયમિત સેવન કરવાથી ઘીરે ઘીરે અનિદ્રાની સમસ્યા દૂર થશે.
હાડકા મજબૂત બનાવે: આ ડ્રિન્કમાં કેલ્શિયમ ની માત્ર ભરપૂર મળી આવે છે. જે આપણા શરીરને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. બદામ અને દૂધનું સેવન કરવું આર્થરાઈટિસ અને હાંડાને લગતી સમસ્યા માંથી છુટકાળો આપવાનું કામ કરે છે. આ ડ્રિન્કનું સેવન આપણા હાડકાને મજબૂત બનાવી રાખવા માટે એક અમૃત સમાન ડ્રિન્ક છે.
હદયને હેલ્ધી રાખે: આ ડિન્કનું સેવન કરવાથી આપણું હદય હેમંશા હેલ્ધી રહે છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. જો આપણે આપણા હાર્ટને હમેશા હેલ્દી રાખવું અને હાર્ટને લગતી અનેક બીમારીથી બચવું હોય તો આ એક ડ્રિન્કનું સેવન દરરોજ કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
રોગપ્રતિકારક શક્તિ વઘારે: આપણા શરીરમાં થાક, નબળાઈ, શારીરિક કમજોરી રહેતી હોય તો આ ડ્રિન્કનું સેવન ખુબ જ લાભદાયક સાબિત થશે. માનસિક તણાવ માંથી છુટકાળો મેળવા માટે પણ આ ડ્રિન્ક લાભદાયક છે. જો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય અને અનેક રોગથી બચાવવું હોય તો આ ડ્રિન્ક નું સેવન કરવું જોઈએ.
મોટાભાગે ઘણા લોકો દૂધનું સેવન કરતા હોય છે પરંતુ દૂઘ માં ત્રણ બદામને છીણીને સેવન કરવામાં આવે તો તેના પણ અદભુત ફાયદા જોવા મળશે. આપણા શરીરને હેલ્ધી બનાવા અને અનેક રોગથી બચાવવા માટે આ ડિન્કનું સેવન અવશ્ય કરવું જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.