દરેક વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે ઘણી પ્રયત્નો કરતા હોય છે. ઘણા લોકો તંદુરસ્ત રહેવા માટે સવારે મોર્નિંગ માં હેલ્ધી ચા પીવાનું વઘારે પસંદ કરતા હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
મોટાભાગે દરેક વ્યક્તિ ચા માં આદું અને તુલસી નાખીને પિતા હોય છે. આ ચા પણ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આદું વાળી ચા અને તુલસી વાળી ચા દરેક વ્યક્તિએ પીઘી હશે પરંતુ શું તમે ક્યારેય લસણ વાળી ચા પીઘી છે.
લસણ વાળી ચા નું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય ન અનેક ઘણા ફાયદા પણ થાય છે. પરંતુ તેના વિશે દરેક વ્યકતિ અજાણ છે. માટે આજે મેં તમને લસણ ની ચા પીવાના ફાયદા અને લસણ ની ચા બનાવાની રીત વિશે જણાવીશું.
લસણ વાળી ચા નું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. અનેક ભોજનનો સ્વાદ વઘારવા માટે લસણનો ઉપયોગ કરવામાં આવે છે. લસણ ગરમ પણ છે. જો ખાલી પેટ લસણ નું સેવન કરવામાં આવે તો આપણું સ્વાસ્થ્ય એકદમ મસ્ત રહે છે.
લસણ વાળી ચા નું સેવન કરવાથી મેટાબોલિઝમ માં વઘારો કરે છે. જેના કારણે આપણું પાચનક્રિયા સારું રહે અને પેટને લગતી સમસ્યા જેવી કે ગેસ, કબજિયાત થવાથી બચાવે છે. પાચન તંત્રને મજબૂત બનાવવામાં લસણવાળી ચા ખુબ જ ઉપયોગી છે.
આ લસણ વાળી ચાનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. જામી ગયેલ લોહીને પાતળું બનાવવામાં મદદ કરે છે. જેના કારણે હદયને લગતા રોગો જેવા કે હાર્ટ અટેક અને સ્ટોકનું જોખમ ઓછું રહે છે. તે હદયને સ્વસ્થ રાખે છે. તેનું સેવન કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં લાવવામાં ખુબ ઉપયોગી છે.
જો તમે લસણ વાળી ચા નું સેવન કરો છો તો શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે પેટની વધારાની ચરબીથી ખુબ જ પરેશાન થઈ ગયા ચો અને ચરબી ઓછી થતી નથી તો દરરોજ આ એક કપ લસણની ચાનું સેવન કરવાથી ચરબી દૂર થાય છે. પેટને અંદર કરવામાં મદદ કરે છે.
જો તમે લસણ વાળી ચા નું સેવન દરરોજ સવારે કરો છો તો તમારો આખો દિવસ એનર્જીથી ભરેલો રહેશે. આ મૂડ પણ સારો રહેશે. આ ઉપરાંત તમારી રોગપ્રતિકારક શક્તિને વઘારવામાં મદદ કરે છે. આ ચાનું નિયમિત સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ને જાળવી રાખવા પણ આ ચા ખુબ જ ઉપયોગી સાબીત થાય છે.
જો શરીરમાં સાંઘાના દુખાવા, કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય, કે વા કે ગઠિયાના જેવા રોગોમાં પણ લસણ વાળી ચા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. શરીરના દરેક અંગો માટે લસણ વાળી ચા ખુબ જ ફાયદાકારક છે. જે અનેક રોગોને કંટ્રોલમાં લાવવામાં મદદ કરશે.
લસણવાળી ચા બનાવવાની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી લઈ લો, હવે તેમાં ત્રણ લસણની કળીને ફોલીને ટુકડા કરીને નાખો હવે તે પાણીને પાંચ મિનિટ ઉકળવા દો, ત્યાર પછી તે પાણીને નીચે ઉતારીને એક ગ્લાસમાં ગાળી લો, થોડું ઠંડુ થાય ત્યારે તેમાં બે એક ચમચી લીંબુ અને એક ચમચી દેશી મઘ મિક્સ કરો. હવે લસણ વાળી ચા તૈયાર થઈ ગઈ છે.
આ રીતે ચા ને બનાવીને દરરોજ સેવન કરી શકાય અથવા અઠવાડિયામાં ત્રણ દિવસ પીવાથી પણ આપણા સ્વાસ્થ્ય ને અનેક ઘણા ફાયદા થશે. જેવી રીતે લસણ ખાલી પેટ ખાઈ એ છીએ તેવી જ રીતે લસણ વાળી ચાનું પણ ખાલી પેટ જ સેવન કરવાનું રહેશે.