આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

વર્ષો જૂની ગરમ પાણી પીવાની પરંપરા ચાલી રહી છે. પહેલા ના જમાનામાં દરેક વ્યકતિ ગરમ પાણીનું સેવન કરતા હતા. માટે તેમનુ સ્વાસ્થ્ય સ્વસ્થ રહેતું હતું. અત્યારના સમયમાં મોટા ભાગે ઘણા લોકો હજુ પણ ગરમ પાણી પીવાની આદત બનાવી રાખી છે.

જો દરરોજ સવારે ઉઠીને બ્રશ કર્યા વગર ગરમ પાણી પીવામાં આવે તો નાની મોટી અનેક બીમારી પણ આપણા થી દૂર રહે છે. માટે આયુર્વેદ માં પણ જણાવ્યું છે કે જે સવારે ઉઠીને ગરમ પાણીનું સેવન કરે તે હંમેશા સ્વસ્થ અને નિરોગી રહે છે.

ગરમ પાણીં પીવાના તો ઘણા બઘા ફાયદા જોવા મળે છે. આ ઉપરાંત જો ગરમ પાણીમાં આ એક વસ્તુ નાખીને પીવામાં આવે તો શરીરમાં રહેલા મોટાભાગની દરેક બીમારી દૂર રહે છે. દરેકના ઘરે આ વસ્તુ ખુબ જ આસાનીથી મળી રહેશે.

આપણે ગરમ પાણીમાં જે વસ્તુ મિક્સ કરવાની છે તે વસ્તુનું નામ દેશી ગોળ છે. પાણીમાં ગોળ મિક્સ કરીને પીવામાં આવે તો હાડકા મજબૂત થાય, પેટ સાફ રહે, પથરીની સમસ્યા જેવી અનેક બીમારીમાં ફાયદાકારક સાબિત થશે છે. તો ચાલો ગરમ પાણીમાં દેશી ગોળ મિક્સ કરીને પીવાથી થતા ફાયદા અને તેને કેવી રીતે બનાવવું અને તેને ક્યારે પીવું તેના વિશે જણાવીશું.

ગોળ વાળું પાણી બનાવાની રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરવા મુકો, ત્યાર પછી તેમાં એક ટુકડો દેશી ગોળનો નાખવો, પાણી ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારીને થોડું થાય ત્યારે તે પાણી ને પી જવું. આ દેશી ગોળવાળા પાણીનું સેવન સવારે નરણાકાઢે ઉઠીને પી જવાનું છે.

જો કોઈ વ્યક્તિને મળ સાફ ના થતો હોય, વારે વારે કબજિયાત કે અપચો રહેતો હોય તો આ પાણીનું સેવન કરવાથી આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને પેટને લગતી અન્ય સમસ્યા પણ દૂર થઈ જાય છે. જો મળ જવામાં જો બળતરા થતી હોય તો તે સમસ્યાને પણ દૂર કરે છે.

જો આ પાણીનું નિયમિત પણે દરરોજ સેવન કરવામાં આવે તો ખાધેલ ખોરાકને ખુબ જ આસાનીથી પચાવે છે અને પાચન ક્રિયાને સુઘારીને પાચનશક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત શરીરમાં રહેલ ઝેરી હાનિકારક તત્વોને બહાર નીકાળવામાં મદદ કરે છે. આ સિવાય કૃમિની સમસ્યા હોય તો તેને પણ દૂર કરી દેશે.

મોટાભાગે મહિલાઓના શરીરમાં આયર્નની ઉણપ રહેતી હોય છે માટે તેમને દરરોજ આ પાણીનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ જાય છે. દરેક મહિલાઓ માટે ગોળ ખુબ જ લાભદાયક સાબિત થાય છે.

અત્યારના સમયમાં મોટા ભાગે લોકો હાડકાના દુખાવા, સાંઘાના દુખાવાથી ખુબ જ પરેશાન રહેતા હોય છે. માટે જો દરેક વ્યક્તિ આ દેશી ગોળવાળા પાણીનું સેવન કરશે તો શરીરમાં હાડકા મજબૂત થશે. આ ઉપરાંત જો તમને ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય તો તે સમસ્યા પણ આ પાણીનું સેવન કરવાથી દૂર થઇ જશે અને ખુબ જ સારી ઊંઘ આવશે.

ઘણા લોકોના ચહેરા પર ખીલ કે કરચલી રહેતી હોય છે તેમને ચહેરો સુંદર દેખાતો નથી માટે તે વ્યક્તિ આ ગોળ વાળા પાણીનું સેવન કરે તો ચહેરા ના ખીલ, કરચલી અને ચહેરાની કાળાશ પણ દૂર થઈ જશે અને જુવાન દેખાવામાં મદદ કરશે.

ઘણા લોકો પથરીની સમસ્યાથી ખુબ જ પીડાઈ રહ્યા છે. પથરીનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. માટે જેમને પથરીની સમસ્યા હોય તેમને આ પાણીનું સેવન કરવાથી થોડા જ દિવસમાં પથરીનો ભૂકો થઈને મૂત્ર માર્ગ રૂપે બહાર આવી જશે.

દેશી ગોળ અને ગરમ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. જો તમે આ બંને ને મિક્સ કરીને પીવો તો તેના અદભુત ફાયદા જોવા મળશે. દરેક નુશખા વ્યક્તિના તાસીર અનુસાર કામ કરે છે. આ ઉપરાંત જો તમને કોઈ પણ બીમારીની સમસ્યા હોય તો ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *