હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. હળદર એક દવાનું કામ કરે છે. માટે તેને ઔષઘીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. હળદરનો ઉપયોગ દરેક ભારતીય રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે. હળદર આપણા શરીર માટે ગુણકારી માનવામાં આવે છે.

વર્ષોથી હળદરનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે કરવામાં આવ્યો છે. જેથી તેનો ઉપયોગ કરીને અનેક ગંભીર બીમારીથી છુટકાળો મેળવી શકાય છે. દરેક વ્યક્તિ ચા ના શોખીન હોય છે. પરંતુ જો તમે હળદરની ચા બનાવીને પીશો તો તેના અદભુત ફાયદા પણ જોવા મળશે. માટે આજે અમે તમને હળદરની ચા પીવાના ફાયદા અને હળદર વાળી ચા બનાવવાની રીત વિષે જણાવીશુ.

હળદર વાળી ચા બનાવવાની રીત: સૌથી પહેલા એક પેનમાં અડઘા ગ્લાસ જેટલું દૂઘ નાખો, ત્યાર પછી તેમાં બે ફોલેલી ઈલાયચી, બે કાળામરીનું ચૂરણ, એક આદુનો નાનો પીસેલો ટુકડો, એક ચમચી હળદર નાખીને 5 મિનિટ ઉકળવા દો. ત્યાર પછી તે ચા ને નીચે ઉતારીને ગાળીને પી જાઓ.

આ ચા પીવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ હળદર વાળી ચા માં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, વિટામીન-સી, ફોલેટ જેવા અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે.

આ હળદરવાળી ચા નું સેવન કરવાથી મોટામાં મોટી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડવાની ક્ષમતામાં વઘારો કરે છે. આ ચા માં કેન્સર વિરોઘી ગુણઘર્મો મળી આવે છે. જે કેન્સરથી ફેલાતા કોષોનો નાશ કરે છે. જેથી સ્તન કેન્સર, પોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. માટે આ ચા નું સેવન કરીને કેન્સર સામે રક્ષણ મેળવી શકો છો.

હળદર વાળી ચા માં એવા ઘણા ગનધર્મો મળી આવે છે બળતરા વિરોઘી છે. માટે હળદર વાળી ચા નું સેવન કરવાથી પેશાબમાં થતી બળતરામાં રાહત અપાવે છે. બળતરા દૂર કરવા અને અલઝાઈમર ની સમસ્યામાં દૂર થાય છે.

આ હળદર વાળી ચા નું સેવન કરવાથી લોહીમાં રહેલ સુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. જેથી ડાયાબિટીસ દર્દીનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. માટે ડાયાબિટીસ દર્દી માટે આ ચા રામબાણ સાબિત થશે.

અત્યારના સમયમાં ઘણા લોકો સાંધાના દુખાવા, સંધિવા વા જેવી બીમારીથી પીંડાતા હોય છે. અત્યારે આર્થરાઈટિસની સમસ્યા વધુ જોવા મળે છે. માટે જો સાંધામાં દુખાવો થતો હોય કે પછી કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય તો તેને દૂર કરવા માટે આ ચા ખુબ જ લાભદાયક છે.

જો નિયમિત પણે આ ચાનું સેવન કરવામાં આવે તો આપણું હદય સ્વસ્થ રહે છે. આ ચા નુ સેવન કરવાથી આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જેથી શરીરમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યા રહેતી નથી જેથી હાર્ટ અટેક અને સ્ટ્રોક થવાનું જોખમ ઘટી જાય છે.

આપણા શરીરમાં નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા આ ચાનું સેવન કરવું જોઈએ. હળદરમાં રહેલ કરક્યુમીન નામનું તત્વ આપણી ઈમ્યુનિટીને મજબૂત બનવાનું કામ કરે છે. તે લોહીમાં રક્ત કણોને વધારે છે. જે આપણા શરીરમાં અનેક ચેપી રોગ સામે લડવાની ક્ષમતા માં વઘારો કરે છે.

આ હળદરવાળી ચાનું સેવન કરવાથી મોટાપાથી છુટકાળો મેળવી શકાય છે. આ ચાનું સેવન કરીને શરીરમા રહેલ વધારે ચરબીને ઓગાળવાનું કામ કરે છે. જેથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. આપણી બોડીને સ્લિમ અને ફિટ બનાવવા માટે આ ચા ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આપણા શરીરનું મહત્વ પૂર્ણ અંગ લીવરને ચોખ્ખું રાખવામાં આ હળદરવાળી ચા ખુબ જ ઉપયોગી છે. લીવરની કાર્ય ક્ષમતામાં વધારો કરે છે. આપણા લીવરમાં જમા થયેલ હાનિકારક ઝેરી પદાર્થોને બહાર નીકાળવામાં આ હળદરવાળી ચા ખુબ જ મદદ કરે છે. જેથી આપણું લીવર લાંબા સમય સુઘી સ્વસ્થ અને હેલ્ધી રહે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *