આજે અમે તમને શક્કરિયા ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું. શક્કરિયા આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. જયારે તમે ઉપવાસ કર્યો હોય ત્યારે શક્કરિયાનું સેવન કરી શકાય છે.
શક્કરિયા માં એવા ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. શક્કરિયા કંદમૂળ તરીકે ઓળખાતી એક વનસ્પતિ છે. જે ખનીજ તત્વો, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર છે.
શક્કરિયામાં આયર્ન, મેંગેનીઝ, કેરોટીન, ફાયબર, વિટામિન-બી6, વિટામિન-બી, પોટેશિયમ, વિટામિન-ડી, વિટામમિન-સી, ફોસ્ફરસ જેવા તત્વોનો ખજાનો મળી આવે છે. જે આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
શક્કરિયામાં ખુબ જ ઓછી માત્રામાં કેલરી મળી આવે છે. ઘણા લોકો શક્કરિયા ને બાફીને પણ ખાતા હોય છે અને કેટલાક લોકો તેનું શાક બનાવીને પણ ખાય છે. ખાસ કરીને શક્કરિયા શિવરાત્રીના દિવસે ખાવામાં આવતા હોય છે.
શિવરાત્રીના દિવસે મોટાભાગે દરેક વ્યક્તિ ઉપવાસ કરતા હોય છે. ઉપવાસમાં ખવાતા શક્કરિયાના ફાયદા વિશે જણાવીશું. ઉપવાસમાં શક્કરિયા નું સેવન કરવાથી આપણા શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે અને શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે.
શક્કરિયામાં એવું ઘણા બધા પોષક તત્વો અને વિટામિન્સ નો ખજાનો મળી આવે છે જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વઘારવાનું કામ કરે છે. માટે શક્કરિયાને રોજિંદા હારમાં સમાવેશ કરી શકાય છે. ઉપવાસ માં તેનું સેવન કરવાથી આપણા શરીરમાં ભરપૂર ઉર્જા ઉત્પન્ન થાય છે.
આમ તો બટેકા કરતા શક્કરિયામાં વઘારે પ્રમાણમાં ફાયબરનો સ્ત્રોત મળી આવે છે. જો આપણે ખાઘેલ ખોરાક પચતો ના હોય તો બાફેલા શક્કરિયા ખાવાથી આપણી પાચનક્રિયામાં સુઘારો થાય છે. બાફેલા શક્કરિયા ખાવાથી જઠરાગ્નિને ખોરાકને પચાવવા માટે પ્રેરિત કરે છે.આ ઉપરાંત આપણું પેટ અને આંતરડા બંને સારી રીતે સાફ કરે છે. માટે જો પેટને લગતી કોઈ સમસ્યા હોય તો બાફેલા શક્કરિયાનું સેવન કરવું જોઈએ.
શક્કરિયાનું સેવન ડાયાબિટીસ દર્દી માટે ઉત્તમ માનવામાં આવે છે. જો શક્કરિયાને બાફીને ખાવામાં આવે તો બ્લડ સુગર લેવલ ને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. માટે ડાયાબિટીસ દર્દીએ બાફેલા સ્કરીયાનું સેવન કરી શકાય. આ ઉપરાંત ડાયાબિટીસ દર્દીએ ડોક્ટરની સલાહ લઈને જે સેવન કરવું જોઈએ.
બાફેલા શક્કરિયાનું સેવન કરવાથી માનસિક તણાવ અને ચિંતા ને દૂર કરીને મગજને શાંત કરવામાં ખુબ જ ઉપયોગી છે. બાફેલા શક્કરિયાનું સેવન કરવાથી જેમનું વજન વાઢતુંના હોય તેમનું વજન વઘારવામાં માટે ખુબ જ ઉપયોગી છે. તેનું સેવન કારાથી આપણી આંખોનું તેજ પણ વઘે છે.
આપણા શરીરના હાડકાને મજબૂત કરવા માટે પણ બાફેલા શક્કરિયા ખાઈ શકાય છે. આ ઉપરાંત આપણા દાંત અને દાંતના પેઢા ને મજબૂત બનાવામાં ખુબ જ ઉપયોગી છે. બાફેલા શક્કરિયાને તમે આહારમાં પણ સમાવેશ કરી શકો છો અને ઉપવાસ પણ તેનું સેવન કરી શકાય છે.
અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે