આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે માટે વિટામિન-સી શરીરમાં રહે તે ખુબ જ જરૂરી છે. માટે વિટામિન-સી થી ભરપૂર છે તેવા ફળ વિષે આજે અમે તમને જણાવીશું જેનું સેવન કરવાથી વિટામિન-સી ની ઉણપ પૂર્ણ કરી શકાય છે. જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આપણે આપણા આહારમાં ફળોનો સમાવેશ કરવો જોઈએ.
તમને જણાવી દઉં કે ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. માટે આજે અમે તમને કીવી ફળ ખાવાના વિષે જણાવીશું. જે ચીકુ જેવું દેખાય છે. જેના સેવનથી આપણું શરીર સ્વસ્થ રહેં છે. કીવી ફળ સ્વાદમાં ખાટું અને મીઠું હોય છે. તેમાં વિટામીન-સી કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, પ્રોટીન, આયર્ન, વિટામિન-ઈ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે.
આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે આપણી વઘતી ઉંમરના ચિન્હોને ઘટાડવામાં મદદ કરે છે. આ એક ફળનું સેવન કરવાથી 100થી વધુ બીમારીને દૂર કરે છે. કીવી ફળ દુનિયાનું સૌથી શક્તિ શાળી ફળ માનવામા આવે છે. કીવીનું સેવન સવારે ખાલી પેટ કરવાનું છે. જેના ઘણા બઘા સ્વાસ્થ્ય લાભો મળશે. હવે અમે તમને કીવી ફળ ખાવાના ફાયદા વિષે જણાવીશું.
પેટની બીમારી દૂર કરે: કીવીમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે. જે પાચનને લગતી સમસ્યાને દૂર કરે છે. રોજે એક કીવીનું સેવન કરવાથી ખોરાકને ઝડપથી પચાવાનું કામ કરે છે. જેથી કબજિયાત, ગેસ, અપચાની સમસ્યા થતી નથી. જો તમે કીવીનું સેવન નિયમિત અંતરે કરો છો તો આંતરડામાં જામેલ કચરાને દૂર કરે છે સાથે પેટને પણ સાફ રાખવામાં મદદ કરે છે.
ઈમ્યુનીટી વઘારે: કીવીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. જે આપણા શરીરને અનેક રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે. તેનું સેવન સવારે કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે. માટે ઈમ્યુનિટી વઘારવા માટે કીવીનું સેવન કરી લેવું જોઈએ.
હૃદયને સ્વસ્થ રાખે: હૃદયને સ્વસ્થ રાખવા માટે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તે ખુબ જ જરૂરી છે. કીવીનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી સારા કોલેસ્ટ્રોલના લેવલને જાળવી રાખે છે. આ ઉપરાંત લોહીને પાતળું રાખી લોહીનું પરિભ્રમણ વઘારવામાં મદદ કરે છે. જેથી હૃદયની દરેક નસોમાં લોહી સરળતાથી પહોંચે છે જેથી હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ જાય છે. માટે હૃદયને સ્વસ્થ રાખવા કીવી ફળ ખુબ જ ફાયદાકારક છે.
આંખોનું તેજ વઘારે: કીવીમાં વિટામિન-એ અને વિટામિન-ઈ સારી માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તેમાં લ્યુટિન નામનું તત્વ પણ મળી આવે છે જે આપણી આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કિબીનું સેવન રોજે કરવાથી આંખોના નંબર પણ દૂર કરી શકાય છે. વઘતી ઉંમરે થતી આંખોની કમજોરીને દૂર કરી આંખોનું તેજ વઘારવામાં મદદ કરે છે.
શ્વાસની બીમારીમાં ફાયદાકારક: વારે વારે હાલત ચાલતા, સીડી ઉપર નીચે ઉતરતા ઘણી વખત શ્વાસ લેવાની સમસ્યા રહેતી હોય છે. આ ઉપરાંત ગળામાં અને ફેફસામાં જામી ગયેલ કફબના કારણે પણ શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય છે. માટે જો શ્વાસ લેવાની સમસ્યાથી પીડાતા હોય આહારમાં કીવીનો સમાવેશ કરવો જોઈએ.
ગર્ભવતી મહિલાઓ માટે: ગર્ભમાં રહેલ બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે કીવીનું સેવન ફાયદાકારક છે. જો ગર્ભવતી માતા કીવીનું સેવન કરે તો ગર્ભ માં રહેલ બાળકનો શારીરિક વિકાસ ખુબ સારો થાય છે સાથે માતાના સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે. ઘ્યાનમાં રાખવું કે એક થી વઘારે એક દિવસમાં કીવીનું સેવન ના કરવું.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે: બ્લ્ડપ્રેશરને કંટ્રોલમાં લાવવા માટે બજારમાં ઘણી બઘી દવાઓ મળી આવે છે પરંતુ કીવીમાં સારી માત્રામાં પોટેશીયમ મળી આવે છે. જેનું સેવન કરવી બ્લડપ્રેશરને નિયત્રંણમાં રાખી શકાય છે. માટે બ્લડપ્રેશરની સમસ્યા દૂર કરવા આહારમાં સમાવેશ કરવો જોઈએ.
અનિદ્રાની સમસ્યા દૂર કરે: આજના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિ માનસિક તણાવ, ડિપ્રેશન, ચિંતા માં વધુ રહેતા હોય છે જેના કારણે અનિદ્રાની સમસ્યા રહેતી હોય છે. આ બઘી સમસ્યાને દૂર કરવા કીવીનું સેવન કરવું જોઈએ. જેથી ખુબ સારી ઊંઘ મેળવી શકાય છે.
વજન ઘટાડે: કીવીમાં ખુબ જ ઓછી મળી આવે છે. આ ઉપરાંત તે ફાયબરથી ભરપૂર છે. આ ઉપરાંત આપણા શરીરમાં રહેલ વઘારાના કચરાને દૂર કરે છે. માટે તેનું સેવન નિયમિત કરવાથી પેટની ચરબીને ઓગાળે છે. જેથી વજન પણ ઘટે છે. માટે જો તમે વજન ઘટાડવામાં કસરત અને ડાયટ કરતા હોય તો કીવીને ડાયરિગમાં સમાવેશ કરવો જોઈએ.
હાડકાને મજબૂત કરે: કીવીમાં સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. આપણા શરીરમાં નબળા પડી ગયેલ હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમથી ભરપૂર એવા કીવી ફળનું સેવન કરવું જોઈએ. જેથી વઘતી ઉંમરે પણ હાડકાને લગતી કોઈ પણ સમસ્યા ના થાય. માટે 60 વર્ષની ઉંમરે પણ હાડકાને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા હોય તો કીવીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
ત્વચા માટે: કીવીમાં એન્ટી ઓક્સીડેન્ટ ખુબ જ સારી માત્રામાં મળી આવે છે. જે વૃદ્ધાવસ્થાના ચિન્હોને દૂર કરે છે. કીવીનું સેવન નિયમિત કરવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ પણ દૂર થાય છે. સુર્યપ્રકાશના કિરણોથી ત્વચાને બચાવી રાખે છે. અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ કીવીનું સેવન કરવામાં આવે તો ચહેરા પરની કરચલીઓ પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત કીવીની છાલનો અંદરના ભાગથી ચહેરા પર માલિશ કરવાથી ચહેરા સુંદર અને ચમકીલી બને છે. જેથી 55 વર્ષની ઉંમરે પણ ચહેરાને સુંદર અને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે.
જો તમે પણ આ એક શક્તિ શાળી ફળનું સેવન કરશો તો મોટાભાગની ગંભીર બીમારી પણ દૂર કરવામાં મદદ મળશે. ઘ્યાનમાં રાખવું કે અઠવાડિયામાં ત્રણ થી ચાર જ કીવીનું સેવન કરવું વધુ પડતું સેવન કોઈ પણ વસ્તુનું ના કરવું જોઈએ.