આજે આ આર્ટિકલમાં અમે તમને પલાળેલા છોલે ચણા ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું. છોલે ચણા નું નામ આવે એટલે બઘાના મોમાં પાણી આવી જાય છે. કારણકે છોલે ભટુરે ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે બઘાને ખુબ જ ભાવે છે.
તેટલા જ માટે પલાળેલા ચણાનું સેવન રોજિંદા જીવનમાં આહારમાં સમાવેશ કરવો જોઈએ. પલાળેલા ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. છોલે ચણામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. માટે અમે તમને પલાળેલા છોલે ચણાના કેટલાક ફાયદા વિશે જણાવીશું.
બનાવવાની રીત: સૌથી પહેલા એક- બે ગ્લાસ પાણી લઈ લો, તેમાં એક મુઠી જેટલા છોલે ચણા નાખી દો. ત્યારબાદ તેને આખી રાત ઢાંકીને રહેવા દો. ત્યારબાદ સવારે ઉઠીને તે પાણીમાંથી ચણા કાઢીને સેવન કરવાનું છે. આ પલાળેલા ચણા નું સેવન કરવાથી શરીર મજબૂત અને હેલ્ધી રહેશે.
છોલે ચણામાં ફાયબર, પ્રોટીન જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત તેમાં કેલરી નું પ્રમાણ ઓછું હોય છે જે માટે વજન ને ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે. વજન કંટ્રોલ કરવા માટે પલાળેલા ચણા ને ખુબ જ ઉપયોગી કઠોળ માનવામાં આવે છે.
પલાળેલા ચણા નું સેવન કરવાથી આંતરડામાં રહેલ કચરાને દૂર કરવામાં મદદ કરે છે અને ફેફસાને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલ ફાયબર પેટને લગતી સમસ્યા જેવી કે ગેસ કે કબજિયાતમાં રાહત અપાવે છે અને ઘીરે ઘીરે કાયમી માટે આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
નિયમિત પણે પલાળેલા ચણા ખાવાથી હાડકા મજબૂત થાય છે. તેમાં રહેલ કેલ્શિયમ, વિટામિન અને પ્રોટીનના કારણે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ ને દૂર કરવામાં મદદ કરે છે જેના કારણે શરીર અને હાડકા બને મજબૂત થાય છે.
પલાળેલા ચણાનું સેવન કરવાથી ચહેરા પરની ફોલ્લીઓ, કરચલી, નિખાર, અને વૃદ્ધા પણા ને દૂર કરવામાં મદદ કરે છે. માટે વઘતી જતી ઉમરે જવાન દેખાવા માટે પલાળેલા ચણા નું સેવન કરવું ખુબ જ જરૂરી છે. જે ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે.
જો શરીરમાં આયર્ન ની ઉણપ હોય તો અનેક બીમારીની સમસ્યા થઈ શકે છે. માટે આ પલાળેલા ચણા નું સેવન કરવાથી શરીરમાં જરૂરિયાત ખનીજ ને પુરા પાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત મહિલાઓમાં પીરિયડ્સ ની સમસ્યા હોય તેમના માટે પણ ખુબ જ ઉપયોગી છે. કારણકે પલાળેલા ચણા નું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે અને એનિમિયાની સમસ્યા થતી નથી.
પલાળેલા છોલે ચણા નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે. પલાળેલા ચણામાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત મળી આવે છે. જેના કારણે શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને રોગો સામે લડવાની ક્ષમતા ઘરાવે છે.
પલાળેલા ચણા નું સેવન બ્લડપ્રેશર વાળા દર્દી માટે ફાયદાકારક છે. તેમાં રહેલ તત્વો પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત પલાળેલા ચણામાં વિટામિન-એ આવેલ છે જે આંખોની રોશનીનું તેજ વધારવામાં મદદ કરે છે.