દરેક વ્યક્તિને કઠોળનું સેવન કરવું ખુબ જ ગમે છે. કઠોળનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. જો કઠોળને પલાળીને સેવન કરવામાં આવે તો તેના આરોગ્ય લગતા ખુબ જ ફાયદા થાય છે.
આજે અમે તમને પલાળેલા દેશી ચણાનું સેવન કરવા થી થતા ફાયદા વિશે જણાવીશું. પલાળેલા દેશી ચણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન મળી આવે છે. જેથી પલાળેલા દેશી ચણાનું સેવન કરવાથી શરીરને જરૂરી એવા તત્વો અને વિટામિન મળી આવે છે.
માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક મુઠી ચણા પલાળીને આખી રાત ઢાંકીને રહેવા દો. ત્યાર પછી તે ચણાને સવારે ઉઠીને સેવન કરવાનું છે. આ પલાળેલા ચણાનું સેવન કરવું આરોગ્ય માટે ખુબ જ સારું છે.
જયારે દેશી ચણાને પલાળીને ખાવામાં આવે છે ત્યારે તેમાં તેમાં આયર્ન અને પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે. શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે દેશી પલાળેલા ચણાનું સેવન કરવાથી લાભ થાય છે. તો ચાલો જાણીએ પલાળેલા દેશી ચણા ખાવાના ફાયદા વિશે.
એનિમિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિને પલાળેલા દેશી ચણાનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી એવું છે જેથી હિમોગ્લોબીન વઘારવામાં મદદ કરે છે. આ ઉપરાંત લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે.
મહિલાઓ માટે આ પલાળેલા દેશી ચણાનું સેવન કરવું અમૃત સમાન માનવામાં છે. મહિલાઓમાં થઈ રહેલ આયર્નની ઉણપને દૂર કરવામાં માટે આહારમાં પલાળેલા દેશી ચણાનો સમાવેશ કરવો જોઈએ.
પાચન ક્રિયા સુઘારે: પલાળેલા દેશી ચણામાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. માટે તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલા હાનિકારક ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જેથી ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યા દૂર થાય છે અને પાચનક્રિયામાં સુઘારો થાય છે. અને પાચન તંત્ર મજબૂત થાય છે.
વજન ઘટાડવા માટે: ઘણા લોકોને વજન વઘારે હોવાથી ખુબ જ પરેશાન થઈ જાય છે. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ વજન ઓછું નથી થતું તેમના માટે પલાળેલા દેશી ચણાનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
દેશી ચણાનું સેવન કરવાથી પેટની ચરબી પણ ઘીરે ઘીરે ઓછી થાય છે. જેથી વજન ને કંટ્રોલ કરવા માટે પલાળેલા દેશી ચણાને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
કોલેસ્ટ્રોલને જાળવી રાખવા માટે: દેશી પલાળેલા ચણામાં ડાયેટરી ફાયબર મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે સારું છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે. જેથી હદય પણ સ્વસ્થ રહે છે. અને હૃદયને લગતી બીમારીનું જોખમ પણ ઓછું થઈ જાય છે. માટે પલાળેલા દેશી ચણાને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.