વિટામિન-સી આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. માટે વિટામિન-સીથી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરમાં વિટામિન-સી ની ઉણપ દૂર થઈ જાય. આ માટે રોજ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ.
લીંબુ પાણીમાં એવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે આપણે હંમેશા ઉર્જાવાન રાખે છે અને મૂડને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. લીંબુ પાણી આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. રોજ તેનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. આ ઉપરાંત લીંબુ પાણીના ઘણા બઘા ફાયદા પણ જોવા મળે છે.
તેનું રોજ સેવન કરવાથી આપણું હદય સ્વસ્થ રહે છે. આ સિવાય જો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો આ આ ડ્રિન્ક ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે આજે અમે તમને લીંબુ પાણી પીવાના ફાયદા વિશે જણાવીશું. લીંબુ પાણીનું સેવન રોજ સવારે ખાલી પેટ કરવું જોઈએ. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે.
લીંબુ પાણી બનાવવાની સાચી રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણીને એક પેન માં નાખીને ગરમ કરી લો, હવે તે પાણીને નીચે ઉતારીને ગાળીને ને એક ગ્લાસ માં લઈ લેવું, હવે એક લીંબુ લેવું તે લીંબુને કાપીને આખું નીચોવી દેવું, હવે તેમાં એક ચપટી સિંધાલુ મીઠું નાખીને હલાવી લો, હવે આ લીંબુ શરબત તૈયાર થઈ ગયું છે.
હવે ઋતુ પરિવર્તન થાય છે તેમ ગરમીનું પ્રમાણ વઘે જેથી આ એક ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં થાક અને અશક્તિનો અહેસાસ થતો નથી છે. ઉનાળામાં લીંબુ પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને અનેક રોગ સામે લડવામાં મદદ કરે છે.
વિટામિન-સી થી ભરપૂર આ એક ડ્રિન્કનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરે છે. જે શરીરને નિરોગી બનાવી રાખવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી આપણી પાચનક્રિયામાં સુઘારો થાય છે.
તેના સેવનથી આપણું પેટ એકદમ સાફ રહે છે. જેથી કબજિયાત, અપચો, ગેસ, એસીડીટી જેવી પેટની દરેક સમસ્યાને દૂર કરી દેશે અને પાચનતંત્ર ને મજબૂત બનાવી દેશે. આ એક એવું ડ્રિન્ક છે જે આપણા શરીરમાં જામેલ ગમે તેવા ચરબીના થરને ઓગાળી દેશે.
માટે જે લોકો વજન અને શરીરમાં જામેલ ચરબીને દૂર કરવા ઈચ્છતા હોય તેમના માટે આ ડ્રિન્ક એક રામબાણ સાબિત થશે. કોઈ પણ કસરત, ડાયટ, કે ઉપવાસ કર્યા વગર જ વજનને ઘટાડી દેશે.
લીંબુ પાણીમાં સાઈટ્રિક એસિડની માત્ર વધારે પ્રમાણમાં મળી આવે છે. જે કિડનીમાં પથરીની સમસ્યા હોય તો રોજ આ પીણાંનું સેવન કરવાથી કિડનીની પથરી સરળતાથી નીકળી જાય છે. પથરીને દૂર કરવા માટે આ એક ઉત્તમ પીણું માનવામાં આવે છે.
ઘણા લોકો વઘતી ઉંમરે પણ જવાન બની રહેવા માંગતા હોય છે. માટે વિટામિન-સીથી ભરપૂર આ એક લીંબુના ડ્રિન્કનું સેવન કરવાથી ત્વચાને જવાન બનાવી રાખે છે. વઘતી જતી ઉંમરે કરચલીઓ પડતી હોય છે માટે જો આ એક ડિન્કનું સેવન કરશો તો તે પણ દૂર થઈ જશે અને ચહેરાની ચમક લાવી દેશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.