પુરુષ હોય કે સ્ત્રીઓ હોય દરેક વ્યક્તિ પોતાની દિવસની શરૂઆતથી જ ખુબ જ વ્યસ્ત રહેતા હોય છે. તમને જણાવી દઉં કે મહિલાઓ પોતાની જવાબદારી અને આખા દિવસના કામના કારણે તે પોતાના માટે પૂરતો સમય પણ નીકાળી શક્તિ નથી.
જેથી પુરુષોની તુલનામાં મહિલાઓમાં સ્વાસ્થ્ય સબંઘીત અનેક પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે. જેમકે, તેમનું વજન વધારે હોય, ચહેરા પર નાની ઉંમરે જ વૃદ્ધાવસ્થાના ચિન્હો દેખાય, પેટ ખરાબ રહેવું જેવા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી સંકળાયેલા હોય છે.
આખા દિવસ દરમિયાન ઘરના અને બહારના કામમાં ખુબ જ વ્યસ્ત હોવાના કારણે તેમને કસરત કે અન્ય કોઈ શારીરિક પરિશ્રમ કરવાનો સમય મળતો નથી. પરંતુ જો મહિલાઓ કે પુરુષો બંને પોતાના માટે સવારે ઉઠીને અને રાત્રીના ભોજન પછી માત્ર 30 મિનિટ ચાલવાનો સમય નીકાળવો જોઈએ.
ઘણા લોકો અખાઓ દિવસ કામ કરીને રાત્રીના ભોજન પછી સીઘા સુઈ જતા હોય છે. પરંતુ ભોજન પછી સુવા કરતા રોજે ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જોઈએ, જો તમે રોજે ભોજન પછી 30 મિનિટ ચાલવાનું રાખશો તો થશે સ્વાસ્થ્ય ને અનેક ઘણા ફાયદા.
આજે અમે તમને ભોજન કર્યા પછી 30 મિનિટ ચાલવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું, ભોજન પછી અને સુવાના સમય વચ્ચે આશરે 2 કલાક નો સમય મળી રહેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તમને જણાવી દઉં કે ભોજન કર્યા પછી સુઈ જવાથી પેટ ફૂલવા લાગે છે અને પેટમાં ચરબી વધી ને વજન માં વધારો થાય છે.
આ માટે વજન ને નિયત્રંણમાં રાખવા માટે રાત્રીના ભોજન પછી ચાલવું યોગ્ય માનવામાં આવે છે. ચાલવાથી કેલરી બર્ન થાય છે, જો તમે આખા દિવસ દરમિયાન પરિશ્રમ માટે સમય નીકાળી શકતા નથી તો ભોજન પછી નો 30 મિનિટ નો સમય ચાલવાનો પરિશ્રમ કરવો સૌથી ઉત્તમ વિકલ્પ છે.
ચાલવાથી આપણે જે ખોરાક ગ્રહણ કર્યો છે તે સરળતાથી પચી જાય છે અને મેટાબોલિઝમ ને સુધારે છે. જે પાચનક્રિયાને સુધારી ડાયજેશન સિસ્ટમને મજબૂત બનાવે છે. જેના કારણે કબજિયાત માટે છે, આ ઉપરાંત પેટ સંબધિત અન્ય સમસ્યામાં રાહત આપે છે.
જો તમને રાતે પથારીમાં પડતાની સાથે ઊંઘ આવતી નથી તો ચાલવું તમારા માટે સૌથી ઉત્તમ વિકલ્પ છે, ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, આ ઉપરાંત સ્ટ્રેસ અને તણાવ પણ દૂર થાય છે, જેના કારણે મન શાંત અને હળવું થાય છે જેના કારણે પથરીમાં સુવાની સાથે જ સારી ઊંઘ આવી જાય છે.
ચાલવાથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી કચરાને બહાર નીકાળવાનું કામ કરે છે, જેથી શરીરના અંગોને એનર્જી અને તાજગી મળે છે. ચાલવાથી દરેક અંગોની કાર્ય કરવાની ક્ષમતામાં વઘારો થાય છે. ચાલવાથી અનેક પ્રકારની વાયરલ બીમારીઓ દૂર રહે છે.
ચાલવાથી વજન ઓછું થાય છે જેના કારણે શરીર પણ શેપ માં આવી જાય છે. જેમને સુગર વધી જવાની સમસ્યા હોય તેવા લોકોએ રોજે ઓછામાં ઓછું 4-5 કિલો મીટર ચલાવું જ જોઈએ જેથી શરીરમાં સુગરની માત્રા જળવાઈ રહે છે અને ડાયબિટીસ કંટ્રોલમાં રહે છે.
