તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તુલસી એક એવો છોડ છે જે સામાન્ય રીતે દરેકના ધરમા જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધીય મહત્વ ધરાવે છે. આ ધણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્વપૂર્ણ ધટક તરીકે ઉપયોગમા લેવામા આવી રહ્યો છે.તુલસી થી આપણા સ્વાસ્થ્ય ને થતા ફાયદાઓ વિશે જાણીએ
જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી એંટીફ્ન્ગલ, એન્ટીવાયરલ અને જીવાણુરોધી ગુણોથી ભરપૂર હોય છે. આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો કે તુલસી સામાન્ય રીતે સમગ્ર દેશમા મળી આવે છે. પરંતુ કેટલાય લોકો તેના કેટલાય સ્વાથ્ય લાભોથી અજાણ હોય છે. તુલસી પોતાના ડેલી રૂટીનમાં સામેલ કરવાથી તમને તેના ઘણા બધા ફાયદા મળી શકે છે.
તુલસી ના ફાયદા: જો તમે એક ટી લવર છો તો ધ્યાન રાખો કે તમે પોતાની નિયમિત ચા ને તૈયાર કરતી વખતે તેમા તુલસીના પાંદડાને મિક્સ કરો. આ ચા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય સબધિત સમસ્યાઓના સારવારમાં પણ ફાયદાકારક છે.
તુલસી જળ : જો તમને ચા પીવું પસંદ નથી તો એક ગ્લાસ તુલસીનું પાણી પીવું એક પેનમાં થોડુંક પાણી અને થોડા તુલસીના પાંદડા નાંખો. પાણીને ઉકળવા દો.આ પાણીને દિવસમાં એક અથવા બે વાર પીઓ. તુલસીનું પાણી હેલધી છે અને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવાની એક શાનદાર રીત છે.
તુલસીના રસનું સેવન : તુલસી ન માત્ર હેલ્ધી છે પરંતુ તમારા પીણામાં એક ફ્રેશ ટેસ્ટનો પણ ઉમેરો કરી શકો છો ઘરે એક ગ્લાસ જ્યુસ તૈયાર કરતી વખતે તમે મુઠ્ઠીભર પાંદડા મિક્સ કરી શકો છો અને આ પાંદડા તમારા પીવામાં એક તાજો સ્વાદ આપે છે એટલે એનો તુલસીનો ખાસ કરીને જ્યૂસ બનાવીને પી શકો છો
તુલસીના પાંદડા ચાવો : તુલસીના પાંદડા 4-5 લઈને ચાવવા જે દરેક લોકો કરી શકે છે. તુલસીના પાંદડાને મુઠ્ઠીભર ચાવવાથી તમારા સ્વાસ્થ્ય માટે જાદુની જેમ કામ કરી શકે છે. ફળો અને શાકભાજીની સાથે તુલસીના પાંદડા પણ મિક્સ કરો તુલસી વિટામીનથી ભરપૂર હોય છે. જે તમારા શરીર માટે આવશ્યક છે.
તુલસીનું સેવન કરવાના ફાયદા : તુલસીમાં ઝિંક અને વિટામિન સી હોય છે. જે તેને પ્રાકૃતિક ઇમ્યુનિટી બૂસ્ટર બનાવે છે. કોરોના કાળમાં ખૂબ જ ઉપયોગી છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરસ ના ગુણો પણ હોય છે. તુલસીનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે.
શરદી ખાંસી અને તાવથી રાહત : તુલસી ખાવાથી શરદી ખાંસી અને તાવમાં રાહત મળે છે. વાતાવરણમાં ફેરફાર થવાની સાથે આપણામાંથી ઘણા લોકો બીમાર થઈ જાય છે, ઘણા લોકો શરદી, ખાસી અને તાવથી પરેશાન હોય છે. તુલસીમાં યૂઝેનોલ હોય છે. જે શરદી, ખાંસી અને તાવને ઓછો કરવામાં ખૂબ જ મદદ કરે છે.
એન્ટી કેન્સર ના ગુણ : તુલસી એન્ટી કેન્સર ના ગુણો પણ તુલસી ની અંદર રહેલા છે. તુલસી ફાઈટોકેમિકલ્સ રહેલા હોય છે. જે ફેફસાં, યકૃત, મૌખિક અને ત્વચાના કેન્સરને અટકાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.
બ્લડપ્રેશર ને ઘટાડે : તુલસી બ્લડપ્રેશર બીપી ને પણ ઘટાડે છે. હાઇબ્લડપ્રેશર સ્વસ્થ લોકોની સમસ્યાઓ માની એક છે. જે આજે મહિલાઓ ખાસ કરીને જોવા મળે છે. તુલસીમાં એવા તત્વ હોય છે જે શરીરમાં સોજો અને બ્લડ પ્રેશરને ઘટાડી દે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે : તુલસી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. તુલસીમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે સ્ટ્રોક અને હાઇબ્લડપ્રેશર થતું હોય જેમને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
તુલસીના અનેક ફાયદા છે. દરેકની ઘરે છે ફક્ત અને ફક્ત તુલસીના પાન સવાર અને સાંજ મિત્રો ચાવવાથી પણ એના ઘણા બધા ફાયદા થાય છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.