મોસંબી ખાવી દરેક વ્યક્તિને ગમે છે. ઘણા મોસંબીના જ્યુસનું સેવન કરતા હોય છે. મોસંબીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ પણ થાય છે. પરંતુ જેટલા મોસંબી ખાવાના ફાયદા થાય છે તેટલા જ ફાયદા મોસંબીની છાલના છે.
મોસંબીની છાલ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત ચહેરાની સુંદરતા મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ ત્વચાને નિખારવા અને વાળને મજબૂત કરવામાં મદદ કરે છે.
દરેક વ્યક્તિ મોસંબી ખાઘા પછી તેની છાલ ફેંકી દેતા હોય છે. પરંતુ તે લોકો તેની છાલના ફાયદા વિશે જાણતા જ નથી હોતા. માટે આજે અમે તમને મોસંબીની છાલ અને તેના પાવડર નો ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
મોસંબીની છાલનો પાવડર બનાવવાની રીત: સૌથી પહેલા 3 થી 4 મોસંબી ની છાલ કાઠીને ઘરમાં જ સુકવી દો. તડકામાં ના સૂકવવી. ત્યાર પછી બારાબર સુકાઈ જાય પછી તેને મિક્સર માં પોસીને પાવડર બનાવી લો. આ પાવડર ને એક કાચ ની બરણીમાં જ ભરવી.
1. મોસંબી નો પાવડર ચહેરાની નિખાર લાવવામાં મદદ કરશે. એના માટે સૌથી પહેલા બે ચમચી મોસંબી પાવડર, અને દોઢ ચમચી મઘ લો. આ બંને ને બરાબર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ લગાવ્યા પહેલા ચહેરા ને ઘોઈ દેવો. પછી પેસ્ટને ચહેરા પર લગાવો.
આ પેસ્ટને 30 મિનિટ સુઘી ચહેરા પર લગાવીને રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરા ને ઘોઈ લો. આ ઉપટ અઠવાડિયામાં બે વાર કરવાથી ચહેરામાં નિખાર આવી જશે.
2. મોસંબીના પાવડર માં ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 40 મિનિટ સુઘી રહેવા દેવાનું છે. પછી ચહેરાને પાણીથી ઘોઈ લો. આ ઉપાય કરશો તો ચહેરા પર ચોટેલ ધૂળ, કે રજકણો ને દૂર કરવામાં મદદ કરશે અને ચહેરાની ગ્લોઈન સ્કિન પાછી આવી જશે.
3. ચહેરાની કાળાશ ને દૂર કરવા માટે આ છાલ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. તેના માટે તાજી મોસંબીની છાલ કાઠીને તેને હળવા હાથે થી ચહેરા પર ઘસવાથી ચહેરાની કાળાશ દૂર થઈ જશે.
4. મોસંબી ની છાલ માત્ર ત્વચા માટે જ નહિ પરંતુ તેનો ઉપયોગ વાળમાં પણ કરી શકાય છે. માટે તેની છાલ કાઠીને છાલથી માથાના મૂળ માં હળવા હાથે માલિશ કરો. આમ કરવાથી માથા થઈ રહેલ ખોડો દૂર થાય છે.
5. જો તમારા વાળ ખરે છે તો તેના માટે તમારે બે ચમચી મોસંબી પાવડર લો અને તેમાં જરૂરિયાત અનુસાર દૂઘ મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. પછી 30-40 મિનિટ થાય પછી વાળ ને શેમ્પુ થી ઘોઈ દો. આ ઉપાય ત્રણ થી ચાર વાર કરવાથી વાળ ખરતા બંઘ થઈ જશે અને વાળ લાંબા અને મજબૂત થશે.
આજના સમય માં દરેક વ્યક્તિ ને સુંદર દેખાવાની ચાહત હોય છે. માટે આજે અમે જણાવેલ ઉપાય ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક સાબિત થશે. આવી જ અવનવી હેલ્થ વિશે માહિતી મેળવવા માટે અમારા સાથે જોડાયેલા રહો.