દરેક દેશમાં હળદર નો ઉપયોગ કરવામાં આવે છે. હળદર રસોઈમાં વપરાતો ઉપયોગી મસાલો છે. આ ઉપરાંત હળદર આપણા આરોગ્ય ના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે. જેમેકે શરદી, ઉઘરસ થઈ હોય તો હળદર નું સેવન કરવાથી માટે છે.
આ ઉપરાંત ઘા પડયો હોય તો ત્યાં હળદર લાગવાથી ઘા ભરાઈ જાય છે. તેમજ ત્વચામાં નિખાર લાવવા માટે પણ હળદરનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે. તમે જાણોજ છોકે લગ્ન પ્રસંગ માં પણ પીઠી ચોરવા માટે હળદરનો જ ઉપયોગ કરવામાં આવે છે.
આજના સમયમાં બજારમાં એવી ઘણી ક્રીમ મળવા લાગી છે જેના કારણે લોકો આ પ્રાકૃતિક તત્વનો ઉપયોગ કરતા બંઘ થઈ ગયા છે. આજે અમે તમને એવા કેટલાક હળદરના ફાયદા જણાવીશું જેથી તમે તેનો ઉપયોગ કરવાનું પણ ચાલુ કરી દેશો. ચાલો જાણીએ હળદરના ફાયદા વિશે.
ચહેરા પર ખીલ થઈ ગયા હોય તો હળદર અને ચંદન ને મિક્સ કરો અને તેમાં જરૂરિયાત અનુસાર પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચેહેરા પર લગાવી દો. આ ઉપાય અઠવાડિયામાં 2-3 વાર કરવો જેથી તમારા ચહેરા ના ખીલ દૂર થશે.
હળદર બોડી સ્ક્રબ નું કામ પણ કરે છે. માટે નાહ્યા પહેલા હળદર માં પાણી મિક્સ કરીને આખા શરીર પર લગાવી દો. આ ઉપાય નિયમિત કરવાથી શરીર પર ચોંટેલ ધૂળ અને બેક્ટેરિયા ને દૂર કરવામાં મદદ કરે છે. જેથી શરીર ચમકીલું અને સ્વસ્થ રહે છે. જો કોઈને લગ્ન હોય તો તેમને 15 દિવસ પહેલાથી આ ઉપાય કરવાનો ચાલુ કરી દેવો જોઈએ.
જો મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પેટ પર સ્ટ્રેસ માકર્સ થી ગયા છે અને તે દૂર થતા નથી તો હળદરને દહીં સાથે મિક્સ કરીને પેટ પર 5 મિનિટ લગાવી પછી ઘોઈ દો. અઠવાડિયામાં 2 વાર ક્રરવું. આમ ઘીરે ઘીરે સ્ટ્રેસ માકર્સ દૂર થઈ જશે.
જે સ્ત્રીઓ ચહેરા પર વાળ કે રૂંવાટી થી પરેશાન છે તેમને હળદરનો પ્રયોગ કરવો જોઈએ. માટે હળદરની પેસ્ટ રૂંવાટી વાળા ભાગ પર લગાવવી જોઈએ જેથી ઘીમે ઘીમે વાળ દૂર થઈ જશે.
જો રસોઈ કરતા કરતા દાઝી ગયા હોય તો તેના પર એલોવેરા જેલ અને હળદર ને મિક્સ કરીને લગાવી દો. જેથી બળતરા ઘીરે ઘીરે ઓછી થઈ જશે અને દાઝેલ ભાગ મટી જશે અને ત્યાં કોઈ પણ પ્રકારના ડાઘ રહેશે નહિ.
જો તમને થાક અને નબળાઈ લાગી જતી હોય તો મઘ અને હળદરને મિક્ક્ષ કરીને ખાવાથી નબળાઈ અને થાક દૂર થાય છે. આ ઉપરાંત લોહીની ઉણપ પણ દૂર થાય છે. આ ઉપાય રામબાણથી ઓછો નથી.