આપણે બધા જાણીએ છીએ કે આપણા ખરાબ ખાન પાન ના કારણે અપને બીમારીના શિકાર બનીયે છે. ખરાબ ખાન પાનના કારણે આપણા આર્ટરીજની દીવાલમાં દબાણ વધવા લાગે છે જેના કારણે આપણે હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થતી હોય છે.
અત્યારના સમયમાં આખી દુનિયામાં લગભગ ઘણા લોકો હૈ બલ્ડ પ્રેશરની સમસ્યાથી પીડાય રહ્યા છે. હૃદય સારી રીતે કામ નથી કરતુ ત્યારે હાર્ટ અટેક થવાનું જોખમ વધી જાય છે. માટે હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર તમારે ડાયેટમાં અંજીરનો સમાવેશ કરી શકો. જેથી હૃદયને લગતી બીમારીને કંટ્રોલ કરી શકે.
જો તમે પણ ડાયાબિટીસ, વજન, હાઈ બીપી જેવી અનેક બીમારીથી પરેશાન છો તો તમે પણ અંજીરને આ રીતે કરીને સેવન કરી લો. દરેક સમસ્યા દૂર કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.
કેલ્શિયમ, આયર્ન, ફાયબર, કોપર, એન્ટી ઓક્સીડેન્ટ, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-કે જેવા ગુણો અંજીરમાં રહેલા છે. જે હાઈ બલ્ડ પ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદ રૂપ થાય છે. અંજીરના સેવનથી હૃદય હંમેશા સ્વસ્થ રહે છે.
સેવન કરવાની રીત : સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ દૂધ ગરમ કરો, ત્યાર બાદ અંજીરના 2 ટુકડા નાખવા, ત્યારબાદ તેને બરાબર હલાવી દો. આ દૂધનું સેવન તમે સુતા પહેલા કરી લેવું. જેથી બલ્ડપ્રેશર ને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. હૃદય પણ યોગ્ય રીતે કામ કરશે અને બીજી અનેક બીમારીનું જોખમ પણ ઓછું કરી દેશે.
ફાયદાઓ : જો તમે વધારે વજનથી પરેશાન છો તો તમે પણ અંજીરનું સેવન કરીને વજન ને કંટ્રોલ કરે છે. અંજીરમાં ઓછી કેલરી હોય છે. જેથી તેનું સેવન નિયમિત કરવું જોઈએ.
આજના સમયમાં મોટાભાગે નાના મોટા અનેક લોકોને ડાયાબિટીસ ની સમસ્યા હોય છે. તેવામાં અંજીરનાં પણ ખાવા ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરમાં ઘણા બઘા પોષક તત્વો આવેલ છે જે સુગર લેવલને કંટ્રોલ કરે છે. તમે અંજીરના પાનની ચા બનાવીને પણ પી શકો છો.
અંજીરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી હાડકા અને માંસપેશીઓ મજબૂત બને છે. આપણા શરીરના શારીરિક વિકાસ કરવામાં મદદ કરે છે. દરેક લોકો એનું સેવન કરી શકે છે.
અંજીરમાં રહેલ ફાયબર ની માત્રા ભરપૂર હોવાથી ગેસ, કબજિયાત ની સમસ્યામાં આરામ મળે છે. જેથી આંતરડામાં રહેલ કહરાને બહાર કાઠીને આંતરડાને મજબૂત બનાવે છે. અંજીર ખાવાથી પેટને લગતી સમસ્યા દૂર થાય છે. અને પાચન ક્રિયા મજબૂત કરે છે.